You are here
Home > News > ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં મહત્વના નિર્ણયો કરાયા આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવા સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ

ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં મહત્વના નિર્ણયો કરાયા આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવા સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ

ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં મહત્વના નિર્ણયો કરાયા
આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવા સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીએ ચાર્જ લીધા બાદ તાત્કાલીક સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ બોલાવી મહત્વના નિર્ણયો લઈ ધડાકો કર્યો છે. જેમાં આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. સામાન્ય સભામાં બહાલી લઈ આ ઠરાવનો ખરેખર અમલ કરવામાં આવે તો પાલિકાને વર્ષે સીધોજ રૂા.૫૦ લાખનો ફાયદો થાય તેમ છે. આઉટ સોર્સીંગના કોન્ટ્રાક્ટરમાં સફાઈ કામદારોની હાજરીમાં મોટી ગેરરીતી થતી હોવાની ચર્ચા છે. ત્યારે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા કરાયેલ ઠરાવનો અમલ થાય તો આઉટ સોર્સીંગમાં મોટી ગેરરીતી અટકે તેમ છે. આ સીવાય સ્ટેન્ડીંગ કમીટીમાં વિકાસના કામોને લગતા મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે.
વિસનગર પાલિકામાં કમીટીઓની રચના બાદ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીની અધ્યક્ષતામાં તા.૨૨-૮-૨૦૧૮ ના રોજ સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ મળી હતી. જેમાં કમીટીના સભ્ય ઈકબાલભાઈ ચોકસી, દમયંતીબેન પટેલ, ગોવિંદભાઈ ગાંધી, કુસુમબેન ત્રીવેદી તથા પરેશભાઈ પટેલે હાજરી આપી હતી. આ મીટીંગમાં આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ રદ કરવા તથા ૧૧ માસના કરાર આધારે ભરતી કરવા મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. વિસનગર પાલિકા દ્વારા રાત્રે તેમજ દિવસે શહેરના મહત્વના માર્ગ સાફ કરવા આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં ઓછા સફાઈ કામદારો પાસે કામ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા વધુ સફાઈ કામદારો બતાવી તેમાં મોટી ગેરરીતી થતી હોવાની ચર્ચાઓ થતી આવી છે. દિવસની સફાઈ માટે મહિને રૂા.૪,૪૫,૦૦૦ તથા રાત્રીની સફાઈ માટે મહિને રૂા.૨,૯૫,૦૦૦ બીલ ચુકવવામાં આવે છે. ૧૧ માસના કરાર પ્રમાણે ૩૦ સફાઈ કામદાર, બે સબ સેનેટરી ઈન્સ્પેક્ટર તથા ૪ સુપર વાઈઝરની ભરતી કરવામાં આવે તો ૩૬ કર્મચારીઓના રૂા.૬૦૦૦ પગાર પ્રમાણે મહિને રૂા.૨,૧૬,૦૦૦ પગાર થાય. જ્યારે રાત્રીની સફાઈ માટે ૨૦ સફાઈ કામદારની ભરતી કરવામાં આવે તો રૂા.૪૫૦૦ પગાર પ્રમાણે મહિને રૂા.૯૦,૦૦૦ નો ખર્ચ થાય. સ્ટેન્ડીંગ કમીટીના ઠરાવ પ્રમાણે ૧૧ માસના કરારથી આ પ્રમાણે ભરતી થાય તો પાલિકાને વર્ષે સીધોજ રૂા.૫૦,૦૦,૦૦૦ નો ફાયદો થાય તેમ છે. આઉટ સોર્સીંગના ઓછા સફાઈ કામદારો પાસે સફાઈ કરાવી વધારે સફાઈ કામદારોની હાજરી બતાવી મોટી ગેરીરીતી થતી હોવાની ઘણી વખતે ફરિયાદો ઉઠી છે. જેમાં ઘણાને ફાયદો થાય છે. ત્યારે ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીના આ ઠરાવને જનરલમાં બહાલી મળે છેકે નહી. ગામના હિતનો ઠરાવ હોય તો પાલિકાના તમામ સભ્યોએ બહાલી આપવીજ જોઈએ. ઠરાવનો વિરોધ કરનાર શંકાના દાયરામાં આવી શકે છે. હવે જોઈએ આવતી જનરલમાં શુ થાય છે?
સ્ટેન્ડીંગ કમીટીમાં આ સીવાય સત્નાયરાણ મંદિરની બાજુમાં દેળીયા તળાવની સુરક્ષીત દિવાલ બનાવવા, બામણ ચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી માટે ખોદકામમાં નીચે ભેજવાળી જમીન નીકળી હોવાથી વધારે ખોદકામ કરવાની જરૂર પડે તેમ હોવાથી તેનો વધારાના ખર્ચનો એસ્ટીમેટ મંજુર કરવા, લાલ દરવાજા એસ.બી.આઈ. વાળા જુના મકાનમાં કોમ્પ્યુનીટી હૉલ બનાવવા વધારાની કામગીરીનો એસ્ટીમેટ બનાવી મંજુર કરવા, પાલિકાની હદમાં આવેલ પૌરાણીક તળાવો દેળીયુ તળાવ, મધેક તળાવ તથા દેપલ તળાવનો પીંડારીયા તળાવ જેવો વિકાસ કરવા સરકારમાં દરખાસ્ત કરવા નવીન મકાનોની આકારણી કરવા ચીફ ઓફીસરને અધિકાર આપવા, દિવસ રાત્રીના સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા સ્વચ્છતા ચેરમેન રંજનબેન દર્શનભાઈ પરમારની અરજી વંચાણે લઈ કોન્ટ્રાક્ટ રદ કરી જરૂરી કામદારોની ભરતી કરી દિવસે સફાઈ કામગીરી કરાવવા તથા ચીફ ઓફીસરની ઓફીસમાં નવુ સ્પ્લીટ એસી નાખવા ઠરાવ કરવામાં આવ્યા છે. દરેક વિકાસ કામ માટે પ્રથમ એસ્ટીમેટ બનાવી જાહેરાત આપી. ભાવો મંજુર કરી ત્યારબાદ કામ કરાવવાના જેતે વિભાગના ચેરમેનને અધિકાર આપવા ઠરાવ કરાયો છે.
નોંધપાત્ર બાબત છેકે ગઠબંધનના પ્રથમ વર્ષમાં વોટર વર્કસ ચેરમેનની જવાબદારી રાજેન્દ્રભાઈ ગાંધીને આપતા કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક વોર્ડ વિસ્તારમાં નિયમિત પાણી વિતરણની સરાહનીય કામગીરી કરી હતી. આવા બીન વિવાદાસ્પદ અને બીન ભ્રષ્ટાચારી કોર્પોરેટરને એક વર્ષ સાઈડ લાઈન કર્યા બાદ ફરીથી મહત્વની જવાબદારી આપવામાં આવી છે. ત્યારે જોવાનુ રહ્યુ કે ભ્રષ્ટાચાર ઓછો થાય અને વિકાસ વધારે થાય તેવા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના ઠરાવોને કેટલુ મહત્વ આપવામાં આવે છે?

Leave a Reply

Top