તાલુકા સ્વાગતમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પાલિકાએ વિસનગરને ૩૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે-વિક્રમભાઈ પટેલ

તાલુકા સ્વાગતમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પાલિકાએ વિસનગરને ૩૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે-વિક્રમભાઈ પટેલ

News, Prachar News No Comments on તાલુકા સ્વાગતમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પાલિકાએ વિસનગરને ૩૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે-વિક્રમભાઈ પટેલ

તાલુકા સ્વાગતમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ
પાલિકાએ વિસનગરને ૩૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે-વિક્રમભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદારની અધ્યક્ષતામાં મળેલ તાલુકા સ્વાગત કાર્યક્રમ તોફાની બન્યો હતો. તાલુકા સ્વાગત અરજદારો દ્વારા પાલિકા વિરુધ્ધ ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વાગત કાર્યક્રમમાં પાલિકા ઉપર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થયા હતા. અરજદાર દ્વારા ચીફ ઓફીસરની કામગીરી સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સ્વાગત કાર્યક્રમનો માહોલ જોતા એ કહી શકાય કે લોકોને પાલિકાની કામગીરી ઉપર કેટલો રોષ છે.
વિસનગર તાલુકા સેવાસદનમાં તા.૨૧-૨-૨૦૧૮ ને બુધવારના રોજ મામલતદાર, એ.એન.સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલિકા કર્મચારીઓ સહીત રજુ થયેલા પ્રશ્નોને લગતા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલ વિવિધ અરજીઓના પ્રશ્નોના નિકાલ માટે ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં પાલિકાને લગતા પ્રશ્નો વધારે જોવા મળતા હતા. તાલુકા સ્વાગતમાં આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ વિક્રમભાઈ મણીલાલ પટેલે પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે અગાઉ તત્કાલીન મંત્રી તારાચંદ છેડા, કૌશીકભાઈ પટેલ તથા દિલીપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોક દરબારમાં પાલિકાની નિષ્કાળજી બાબતે રજુઆતો કરી છે. જે બાબતે જીલ્લા કલેક્ટર સમક્ષ પણ લેખીત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ પાલિકા ચીફ ઓફીસર સહિતના કર્મચારીઓ તેમના આદેશનુ પાલન કરતા નથી. પાલિકા કર્મચારીઓ ઉધ્ધત જવાબો આપે છે. પાલિકામાં ઈમ્પેક્ટ ફીની થયેલી કામગીરી શંકાસ્પદ છે. જે અરજદાર વજન મુકે તેનુ કામ થાય છે. પાલિકા પ્રજાના કામો કરવામાં માનવતા ભૂલી છે. પૂર્વ ડાકુ પંચમસિંહ કહેતા હતા કે પરિસ્થિતિ માણસને ખોટા માર્ગે લઈ જાય છે. હવે અમારે ન્યાય મેળવવા ડાકુગીરી ઉપર ઉતરવુ પડે તેમ લાગે છે. વિક્રમભાઈ પટેલે ચીફ ઓફીસર ઉપર રોષ ઠાલવતા જણાવ્યુ હતું કે, ચીફ ઓફીસર પાલિકામાં અનિયમિત આવે છે તેમના વર્તનથી લોકો ત્રાસી ગયા છે. ચીફ ઓફીસરની બદલી કરાવતા હોય તો આખા ગામમાંથી સહીઓ લાવી આપુ. ચીફ ઓફીસરની બદલી માટે સહી કરવા કોઈ ઈન્કાર કરશે નહી. અણઘણ વહિવટના કારણે પાલિકાએ વિસનગરને ૩૦ વર્ષ પાછળ ધકેલી દીધુ છે. પાલિકાના આવા કર્મચારીઓના કારણે લોકોને ના છુટકે આત્મહત્યા કરવા મજબુર બનવુ પડે છે. જેમાં અનઅધિકૃત થયેલ બાંધકામ બાબતે પણ વિક્રમભાઈ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વિસનગર વિકાસનગર સોસાયટીમાં રહેતા અશ્વીનભાઈ અમથાભાઈ પટેલે ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે પાલિકાના ડોર ટુ ડોર ટેન્ડરમાં દર મહિને ૮ ટ્રેક્ટરની જગ્યાએ ૪ ટ્રેક્ટર મુકી ગેરરીતી થાય છે. આ બન્ને અરજદારો દ્વારા પાલિકા વહિવટનુ જાહેરમાં વસ્ત્રાહરણ કરતા તાલુકા સ્વાગતમા હાજર પાલિકા કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા.

Leave a comment

Back to Top