પૂનમનો ક્ષય હોવા છતાં પુનમ -૧ લી માર્ચ ગુરુવારે

પૂનમનો ક્ષય હોવા છતાં પુનમ -૧ લી માર્ચ ગુરુવારે

News, Prachar News No Comments on પૂનમનો ક્ષય હોવા છતાં પુનમ -૧ લી માર્ચ ગુરુવારે

પૂનમનો ક્ષય હોવા છતાં પુનમ -૧ લી માર્ચ ગુરુવારે
૧લી માર્ચ-ગુરુવારના દીવસે હોળીકા દહન કરવામાં આવશે. આ દિવસે ચૌદસ-પુનમ ભેગા હોવાથી તેમજ પુનમનો ક્ષય થતો હોવાથી વ્રતની પુનમ પણ ગુરુવારે ગણાશે. હોળીની સાંજે હોળી પ્રગટાવવાનો સમય સાંજે ૭-૩૯ નો છે. અને ૭-૩૯થી ૯-૧૧ સુધીનો સમય હોળી પુજા બાળકોને પગે લગાડવાં માટે શ્રેષ્ઠ છે.
હોળીનો એક અઠવાડીયા અગાઉ હોળાષ્ટક શરુ થાય છે. હિંદુ ધર્મઅનુસાર હોળાષ્ટકને અશુભ માનવામા આવે છે. તે દરમીયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ચાલુ વર્ષે હોળાષ્ટક ર૩ મી તારીખે શરુ થયેલ છે.
તા. રર-ર-ર૦૧૮ને ગુરુવારની રાત્રી ના ર૬-ર૯ કલાકે એટલે તારીખ ર૩-ર-ર૦૧૮ને શુક્રવારની પરોઢે ૦ર/ર૯ કલાકથી હોળાષ્ટક શરુ થાય છે. જે હોળી પ્રાગ્ટય સાથે પુર્ણ થાય છે. હોળાષ્ટકના દિવસોમાં કોઈપણ શુભ કામ જેવા કે વિવાહ-ગૃહપ્રવેશ વિગેરેના કરવા જોઈએ.
કહેવાય છે કે આ સમયગાળો અશુભ છે. તેમા કરેલું શુભ કાર્ય ફળતુ નથી. અને હવે તો વિજ્ઞાન પણ તેની પૃષ્ટિ કરી ચુક્યુ છે. વિજ્ઞાન પણ હવે માનવા લાગ્યું છેકે ફાગણમાસની સુદ-૮ના દિવસથી પ્રકૃતિમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ જાય છે. જો કે આ સમયગાળો વર્ષનો સૌથી ખરાબ સમયગાળો હોય છે.
ભારતીય પંચાગ અતિ ગહન શાસ્ત્ર છે. જેમ વર્ષમાં કેટલાંક દિવસ ચોક્કસ પણે શુભ હોય છે તેમ વર્ષમાં કેટલોક એવો સમય અશુભ પણ હોય છે. શીવરાત્રીથી હોળી દરમીયાન પ્રકૃત્તિ પોતાનુ રૂપ બદલે છે. ચોમાસું કેવુ જશે તે માટે ગર્ભાધાનનો આ સમયગાળો માનવામા આવે છે. હોળીની ઝાળની દિશાથી ચોમાસાનો વર્તારો કરવામા આવે છે. હોળાષ્ટક દરમીયાન મંત્ર-જાપ, અનુષ્ઠાન, દાન, વ્રત-જાપ કરવામાં આવે તો તેનું પરિણામ ચોક્કસથી શ્રેષ્ઠ મળે છે. શાસ્ત્રોમાં હોળીનો ખુબ જ મહીમા બતાવ્યો છે. હોળીના દિવસે પુનમનો ક્ષય આવતો હોય તેવુ ઘણા સમય બાદ જોવામા આવ્યુ છે. પરંતુ ગુરુવારનો દિવસે હોવાથી નકારાત્મક અસર જણાતી નથી. જેથી ૧લી માર્ચ-ગુરુવારે હોળી અને રજી માર્ચ-શુક્રવારે ધુળેટી ગણાશે. હોળીની અંદર સુકું નાળિયેર, કપુર,લવીંગ, પતાસું, કપુરીપાનની આહુતિ આપવાથી સુખ-સમુધ્ધિમાં વધારો થાય છે. નજીકમાં પરીક્ષા આવતી હોવાથી હોળીના દિવસે ગણપતિદાદાને સીંદુર ચડાવવાથી પરીક્ષામાં સારી સફળતા મળે છે. હોળીની રાત્રે નવગ્રહ મંત્રનો જાપ કરવાથી ગ્રહોની કૃપા થાય છે. વીવાહ યોગ્ય યુવક-યુવતીએ હોળીના દિવસે કપુરીપાન-સોપારી-આખી હળદર શીવલીંગ ઉપર ચઢાવવાથી શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે. શીવલીંગ ઉપર ચઢાવીને પાછુ વળીને જોવું નહી. આ પ્રયોગ હોળી તેમજ ધુળેટી બંને દિવસે કરવો. બીમાર વ્યક્તિ ઉપર ૭ લવીંગ, ૭ કપૂરની ગોટી ઉપરથી ઉતારીને હોળીમાં પધરાવવી. પરિવારની સુખ-શાંતી માટે તેમજ આયુષ્ય અને આરોગ્ય માટે શ્રીફળ, સુકું ટોપરુ,ગોળ, પતાસા, ૭ લવીંગ, ૭ કપૂરની ગોટી, ધાણી, સારો ગુગળ, કપુરી પાનમાં ઈલાયચી બાંધીને હોળીમાં હોમવી અને હોળી(પુનમ)ની રાત્રે મહામૃત્યુંજય મંત્રની માળા-જાપ, ઈષ્ટદેવના જાપ કરવાથી ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે.

Leave a comment

Back to Top