વિજાપુર પાલિકાની ચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો

વિજાપુર પાલિકાની ચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો

News, Prachar News No Comments on વિજાપુર પાલિકાની ચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો

વિજાપુર પાલિકાની ચુંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો
(પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર
વિજાપુર પાલિકાની યોજાયેલ ચુંટણીમાં પાલિકાની નવી વોર્ડ રચનામાં મતોના થયેલા વિભાજન તથા વોર્ડ નં.૧ અને ૨ માં વધુ અપક્ષો ઉભા રહેવાના કારણે ભાજપને ફાયદો થયો છે. આ ચુંટણીમાં ભાજપે ચાણક્ય નિતી અપનાવી દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખતા પાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપને ૧૭ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ૬ અને અપક્ષને ૫ બેઠકો મળતા ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પાલિકામાં કબજો મેળવ્યો હતો. જોકે આ ચુંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ દેસાઈ, જીજ્ઞેશભાઈ બારોટ તથા છેલ્લા ૨૫ વર્ષથી વોર્ડ નં.૫ માં ચુંટાતા પાલિકા ઉપપ્રમુખને હરાવવા માટે તેમની પાછળ અજાત શત્રુ મૂકી ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. ભાજપે કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશભાઈ બારોટને હરાવવા માટે અપક્ષોનો સહારો લીધો હતો. જ્યારે વોર્ડ નં.૬ ના કેટલાક વિસ્તારમાં ભાજપના ઉભા રહેલા પૂર્વ પ્રમુખોનો વિરોધ હોવા છતાં ભાજપની આખી પેનલ ચૂંટાઈ હતી. વોર્ડ નં.૧ માં બે અપક્ષ, એક કોંગ્રેસ તથા એક અપક્ષને બેઠક મળી હતી. વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬ માં ભાજપની આખી પેનલ ચુંટાઈ હતી. વોર્ડ નં.૩ માં ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. વોર્ડ નં.૪ માં ભાજપને ત્રણ તથા કોંગ્રેસને એક બેઠક મળી હતી. વોર્ડ નં.૫ માં ભાજપે એકપણ ઉમેદવાર ઉભો રાખ્યો નહતો. આ વોર્ડમાં ત્રણ અપક્ષોને તથા એક કોંગ્રેસને બેઠક મળી હતી. જ્યારે વોર્ડ નં.૭ માં ભાજપને બે તથા કોંગ્રેસને બે બેઠકો મળતા ભાજપને કુલ-૧૭ તથા કોંગ્રેસને કુલ-૬ અને અપક્ષોને કુલ-૫ મળતા પાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો હતો. પાલિકાની ચુંટણીની મત ગણતરી વિસનગર પ્રાન્ત એવમ્‌ ચુંટણી અધિકારી વી.જી.રોર તથા મામલતદાર મહોબ્બતસિંહ ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ચુંટણી પરિણામ જાહેર થતા જ ભાજપે પાલિકા પ્રમુખપદ માટે તૈયારીઓ આરંભી દીધી છે.

Leave a comment

Back to Top