દલિત સમાજના ઉપ સરપંચ અને ન્યાય સમીતીના ચેરમેને અવગણી શાહપુર(વડ) પંચાયતમાં જાતિવાદ રાખી ચાલતો વહિવટ

દલિત સમાજના ઉપ સરપંચ અને ન્યાય સમીતીના ચેરમેને અવગણી શાહપુર(વડ) પંચાયતમાં જાતિવાદ રાખી ચાલતો વહિવટ

News, Prachar News No Comments on દલિત સમાજના ઉપ સરપંચ અને ન્યાય સમીતીના ચેરમેને અવગણી શાહપુર(વડ) પંચાયતમાં જાતિવાદ રાખી ચાલતો વહિવટ

દલિત સમાજના ઉપ સરપંચ અને ન્યાય સમીતીના ચેરમેને અવગણી
શાહપુર(વડ) પંચાયતમાં જાતિવાદ રાખી ચાલતો વહિવટ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર તાલુકાના શાહપુર(વડ) ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર એકજ જ્ઞાતિના હોઈ દલિત સમાજના હોદ્દેદારોની અવગણના કરવામાં આવતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા સામાજીક ન્યાય સમીતીના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. ખેરાલુ ધારાસભ્ય પણ ભેદભાવ રાખતા હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડનગર તાલુકાના શાહપુર(વડ) ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તથા ગ્રામ્ય સામાજીક ન્યાય સમીતીના ચેરમેન પ્રવિણભાઈ કે.પરમાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક લેખીત રજુઆત કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યુ છેકે પછાત જાતીના દલિત સમાજના લોકો બહુમતી ઠાકોર જાતિના વહિવટથી લોકશાહીમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં સરપંચ, તલાટી, કોન્ટ્રાક્ટર, જીલ્લા ડેલીગેટ અને છેલ્લે ધારાસભ્ય બધાજ ઠાકોર જ્ઞાતિના હોવાથી સરપંચ તલાટી તથા કોન્ટ્રાક્ટર વહિવટમાં મનમાની કરી રહ્યા છે. એક બીજાના મેળાપીપણામાં વહિવટ ચાલી રહ્યો છે. જુથબંધી એ દાદાગીરીથી વહિવટ થાય છે. ચૌદમાં નાણાંપંચના કામ ક્યારે નક્કી થાય તેને કોઈને ખબર પડે નહી. કામ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવા પડે તે પણ થતા નથી. દલિત સમાજના હોદ્દેદાર થઈ પ્રશ્ન પુછીએ તો રાત્રે દશ પંદરનુ ટોળુ ઘરે આવી ધમકાવે છે. ધમકીઓ આપવામાં આવે છેકે પંચાયતના વહિવટમાં કોઈ દખલગીરી કરવી નહી. પાણીની મુખ્ય લાઈનથી રાધોડીયા તરફ સરપંચના ઘર સુધી બે-ત્રણ કી.મી. પી.વી.સી.લાઈન નાખવાનો ગેરકાયદેસર નિર્ણય કર્યો છે. ઘર આગળ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે. ચુંટણી આચાર સંહિતાનો અમલ થતા તલાટીની તા.૨૫-૧૦-૨૦૧૭ ના રોજ બદલી કરવામાં આવી છે. જેમને મોલીપુર હાજર થવાનુ હતુ તેમ છતાં ૨-૧૧-૨૦૧૭ ના રોજ તલાટીની સહીથી ચૌદમાં નાણાપંચમાંથી રૂા.૩.૨૫ લાખની ગ્રાન્ટ ઉપાડવામાં આવી હતી. તલાટીએ પંચાયતમાંથી છુટા થયા બાદ સહી કરી ખર્ચ ઉપાડી ગેરકાયદેસર વહિવટ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની મીટીંગ કરી કોન્ટ્રાક્ટરને દુર કરવા, ખર્ચ વાઉચરમાં ઉપસરપંચની સહી લેવા તથા સામાજીક ન્યાય સમીતીના ચેરમેન માટે અલગ રૂમ ફાળવી ખુરશી ટેબલ મુકવા ઠરાવ કરવા છતા અમલ કરવામાં આવ્યો નથી. તા.૨-૧૧-૧૭ ના રોજ નાણાં ઉપાડવા બાબતે સરપંચને ખુલાસો કરવાનુ જણાવવા છતાં ખુલાસો કરવામાં આવ્યો નથી. એકજ જ્ઞાતિના આવા દાદાગીરી અને મનમાનીભર્યા વહિવટથી દલિત સમાજની હોદ્દેદારોના હોદ્દા શોભાના ગાંઠીયા જેવા બની ગયા છે. અરજીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ ગોટાળા અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તલાટી અમરતજી ઠાકોરની બદલી કરી દલિત સમાજના તલાટીને ચાર્જ આપવામાં આવ્યો. જે દલિત સમાજની તલાટીની બેજ મહિનામાં બદલી કરવામાં આવી. તલાટીના ચાર્જમાં ઠાકોર જ્ઞાતિના તલાટીની નિમણુંક થાય તે માટે ધારાસભ્ય દ્વારા પણ જીલ્લા પંચાયતમાં ભલામણ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. ગ્રામ પંચાયતમાં એકજ જ્ઞાતિનો વહિવટ ચાલે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.

Leave a comment

Back to Top