પાલિકામાં સ્પષ્ટ બહુમતિ ધરાવતા ભાજપના સભ્યો ખેરાલુનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવી શકશે ખરા?

પાલિકામાં સ્પષ્ટ બહુમતિ ધરાવતા ભાજપના સભ્યો ખેરાલુનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવી શકશે ખરા?

News, Prachar News No Comments on પાલિકામાં સ્પષ્ટ બહુમતિ ધરાવતા ભાજપના સભ્યો ખેરાલુનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવી શકશે ખરા?

પાલિકામાં સ્પષ્ટ બહુમતિ ધરાવતા ભાજપના સભ્યો
ખેરાલુનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવી શકશે ખરા?
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરનો અભુતપુર્વ વિકાસ કરવો હોય તો ખેરાલુ શહેરના તમામ સભ્યો એકમત થઈ માર્ગ અને મકાનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી શહેરી વિકાસ વિભાગમાં શહેરના વિકાસની રૂપરેખા બનાવી નકશા રજુ કરવામા આવે તો ખેરાલુ શહેરનો સર્વાગી વિકાસ થઈ શકે તેમ છે. ખેરાલુ શહેરનો વહીવટ કરનારા અત્યાર સુધીના નેતાઓએ ખેરાલુ શહેરનો ડી.પી.(ડેવલપમેન્ટ પ્લાન) બનાવવા વિચાર કર્યો જ નથી. હાલ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. જેથી વડનગર શહેરની જેમ ખેરાલુનો ડી.પી.પણ તૈયાર કરવામા આવે તો અભુતપુર્વ અવિશ્વસનિય અને અકલ્પનિય વિકાસ થઈ શકે તેમ છે. પણ જરૂર છે પાલિકા સભ્યોની ઈચ્છા શક્તિની.
ખેરાલુ શહેરની કમનસીબી છે કે વર્ષો પુર્વે ૧૯૬ર આસપાસ સીટી સર્વે આવ્યુ ત્યારે ખેરાલુ શહેરનુ ગામઠાણ નિમ કર્યુ હતુ. તે પછી આજ સુધી એટલે કે પ૬ (છપ્પન) વર્ષ પછી પણ ગામઠાણમાં એક ઈંચ જમીન પણ સત્તાધારીઓ વધારી શક્યા નથી અને ઉપરથી ગામઠાણ નીમ કર્યા વગર રૂપેણ નદીનો પટ તેમજ પાલિકાની પડતર જમીનમાં આડેધડ મફતગાળા આપવાની ખેરાલુ શહેરમાં ચારે તરફથી પ્રવેશોતો ઝુંપડ પટ્ટી પહેલી જોવા મળે છે. ડેવલપમેન્ટ પ્લાન બને ત્યારે કયાં શૈક્ષણિક સંકુલો બનશે. કયાં ઈન્ડસ્ટ્રીઝ આવશે. કયાં બાગ બગીચા બનશે. કયાં બજારો ડેવલપ થશે, કયા વિસ્તારમાં ખેતી થશે, કયાં વિસ્તારોમાં દવાખાના બનશે, કયાં નવા રોડ બનશે, કયાં નવા મકાનો બનશે, કયાં મોટી ફેકટરીઓ નંખાશે તેવી દરેક બાબતો આવરી લઈ નિશ્વિત ઝોન બનાવવામાં આવે તો આગામી વર્ષોમાં એટલે કે ભવિષ્યમાં ખેરાલુ શહેરનો અભુતપુર્વ વિકાસ થાય. હાલ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છેે ભાજપ પાસે સરકારમાં જોરદાર વગ ધરાવતા વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભી છે પણ તેમનો સદ ઉપયોગ કરી શહેરનો વિકાસમાં લાભ લેતા આવડે તો કામનુ બાકી હોતી હૈ ચલતી હૈ ! જોઈએ હવે શું થાય છે. શહેરનો વિકાસ કે માત્ર વાતો એતો સમય જ બતાવશે.

Leave a comment

Back to Top