You are here
Home > News > વિધાનસભાની ચુંટણી બાદ કોંગ્રેસના કાર્યકરોને પ્રજાલક્ષી કામો કરવાની સલાહ આપનાર – જીલ્લા સદસ્ય મહેશભાઈ કાર્યાલયમાં નહી દેખાતા તર્કવિતર્ક

વિધાનસભાની ચુંટણી બાદ કોંગ્રેસના કાર્યકરોને પ્રજાલક્ષી કામો કરવાની સલાહ આપનાર – જીલ્લા સદસ્ય મહેશભાઈ કાર્યાલયમાં નહી દેખાતા તર્કવિતર્ક

વિધાનસભાની ચુંટણી બાદ કોંગ્રેસના કાર્યકરોને પ્રજાલક્ષી કામો કરવાની સલાહ આપનાર
જીલ્લા સદસ્ય મહેશભાઈ કાર્યાલયમાં નહી દેખાતા તર્કવિતર્ક

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર સામે પરાજય થયા બાદ કોંગ્રેસના કડા સીટના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ(પાલડી)એ પોતે એક સાચા સમાજસેવક હોવાનુ તાલુકાની પ્રજાને બતાવવા માટે શહેરની આઈ.ટી.આઈ. કોલેજ સામે આવેલ તેમના ચુંટણી કાર્યાલયમાં તાત્કાલીક લોકસંપર્ક કાર્યાલયનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ. પરંતુ આ કાર્યાલય ઉપર મહેશભાઈ પટેલ ઘણા સમયથી જોવા નહી મળતા કાર્યકરોમાં એવી ચર્ચા છેકે મહેશભાઈએ ચુંટણી પરિણામ પહેલા પોતાનો વિજય નિશ્ચીત છે તેવા આત્મવિશ્વાસ સાથે અગાઉથી પેંડા-ચેવડાનો મોટો ઓર્ડર આપ્યો હતો. પણ ચુંટણીમાં તેમનો પરાજય થતા તેનો નિકાલ કરવા માટે શહેર તાલુકામાંથી કાર્યકરોને બોલાવી લોકસંપર્ક કાર્યાલયનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ જે સરાહનીય કાર્ય કહેવાય. જોકે વિધાનસભાની ચુંટણીમાં મહેશભાઈએ ધાર્યા કરતા વધારે ખર્ચ કર્યો હોવાનુ લોકોમાં ચર્ચાય છે.
વિસનગર વિધાનસભાની યોજાયેલ ચુંટણીમાં કડા સીટના જીલ્લા સદસ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલ(મહેશભાઈ પાલડી) અને ભાજપના ઉમેદવાર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ વચ્ચે ચુંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલનો ભારે રસાકસી બાદ સામાન્ય મતોની સરસાઈથી પરાજય થયો હતો. જોકે વિધાનસભાની ચુંટણી કોંગ્રેસ પાર્ટીએ મહેશભાઈ પટેલને ટીકીટ આપતાજ તાલુકા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. કેટલાક કાર્યકરો પાર્ટીના ટીકીટ ફાળવણીના નિર્ણયથી નારાજ થયા હતા. ત્યારે મહેશભાઈએ પાટીદાર અનામતના માહોલમાં પોતાનો વિજય નિશ્ચિત હોવાનુ માની પાર્ટીના નારાજ કાર્યકરોને મનાવવાની જગ્યાએ તેમને સાઈડલાઈન કર્યા હતા. વિધાનસભાની ચુંટણી ટાણે કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક વિખવાદ ઉભો થયો હોવાના સમાચાર તાલુકામાં ફેલાતા ભાજપના ઉમેદવારને તેનો ફાયદો થશે તેવું રાજકીય પંડિતોએ અનુમાન કર્યુ હતુ. જ્યારે બીજી બાજુ પાટીદાર અનામત આંદોલનના માહોલમાં જીલ્લા પંચાયતની ચુંટણીમાં કડા સીટમાં મળેલા વિજયને ધ્યાને રાખીને મહેશભાઈને વિધાનસભાની ચુંટણીમાં પણ પોતાનો વિજય થશે તેવો આત્મવિશ્વાસ હતો. જેના કારણે ચુંટણી પરિણામ પહેલા મહેશભાઈ વધુ પડતા આત્મવિશ્વાસ સાથે વિજયની ખુશાલી વ્યક્ત કરવા પેંડા-ચેવડાનો મોટો ઓર્ડર આપ્યો હતો. પરંતુ બદ્‌નસીબે ચુંટણી પરિણામમાં ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલ સામે મહેશભાઈ પટેલ(પાલડી)નો થોડા મતોની લીડથી પરાજય થયો હતો. ત્યારબાદ મહેશભાઈએ પોતે એક સાચા સમાજ સેવક હોવાનુ તાલુકાના લોકોને બતાવવા માટે શહેરની આઈ.ટી.આઈ. કોલેજ સામે આવેલ તેમના ચુંટણી કાર્યાલયમાં તાત્કાલીક લોકસંપર્ક કાર્યાલયનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ. આ ઉદ્‌ઘાટનમાં શહેર-તાલુકામાંથી કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્‌ઘાટન બાદ કોંગ્રેસના તાલુકા-જીલ્લા કક્ષાના હોદ્દેદારોની હાજરીમાં સભાનું આયોજન કરાયુ હતુ. જ્યા સભામાં મહેશભાઈ પટેલે પાર્ટીના તમામ કાર્યકરોને વિધાનસભાની ચુંટણીના પરાજયને ભૂલી નવા જોમ અને ઉત્સાહ સાથે આવનારી લોકસભા-૨૦૧૯ ની ચુંટણીમાં મહેસાણા જીલ્લામાં વિસનગરમાંથી કોંગ્રેસને વધુ લીડ મળે તેવા પ્રજાલક્ષી કામો કરવા આહ્‌વાન કર્યુ હતુ. આ સાથે મહેશભાઈએ તાલુકાની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પોતે અઠવાડીયામાં બે દિવસ લોકસંપર્ક કાર્યાલયમાં હાજરી આપશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ કોઈ કારણોસર મહેશભાઈ ઘણા લાંબા સમયથી લોકસંપર્ક કાર્યાલયમાં દેખાતા નથી કે પાર્ટીના કાર્યકરોના ફોન ઉપાડતા નથી, મુલાકાત આપતા નથી. જેથી કેટલાક કાર્યકરો તેમને મળવા માટે મહેસાણા દોડધામ કરે છે. ચુંટણી પહેલા મહેશભાઈ તાલુકા પંચાયતમાં પણ જોવા મળતા હતા. જોકે વિધાનસભાની ચુંટણી મહેશભાઈ પટેલે જીતવા માટે ધાર્યા કરતા વધારે ખર્ચ કર્યો હોવાનુ પણ ચર્ચાય છે.

Leave a Reply

Top