You are here
Home > News > સાંઈબાબાની પાલખી યાત્રા સાથે બીજી વખત – ખેરાલુમાં ભગવાન રામ ભવ્ય રીતે નગરચર્યા કરવા નીકળ્યા

સાંઈબાબાની પાલખી યાત્રા સાથે બીજી વખત – ખેરાલુમાં ભગવાન રામ ભવ્ય રીતે નગરચર્યા કરવા નીકળ્યા

સાંઈબાબાની પાલખી યાત્રા સાથે બીજી વખત
ખેરાલુમાં ભગવાન રામ ભવ્ય રીતે નગરચર્યા કરવા નીકળ્યા

• રામ રથયાત્રા સાથે રામરક્ષક દળે ૩૦ ફૂટ ઉંચો અને ૧૦ ફૂટ પહોળો ભગવાન રામનો ફોટો મુકતા લાકો આશ્ચર્યચકીત
• રામ રક્ષક દળના યુવકોએ તલવારબાજીના દાવ ખેલ્યા
• શહીદવિર સુરેશભાઈ બારોટની ખાંભીએ રામરક્ષક દળે પુજા કરી
• આવતા વર્ષે યાત્રાનો રૂટ પંચમુખી હનુમાનજી મંદિર સુધી લઈ જવા પ્રકાશભાઈ ત્રિવેદીની માંગણી
• સાંઈબાબાની પાલખી અને રામરથ યાત્રાનુ મુસ્લીમ સમાજે ફુલ ચડાવી સ્વાગત કર્યુ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં સાંઈબાબાની પાલખી યાત્રા દર રામનવમીના દિવસે વર્ષોથી નિકળે છે. ગત વર્ષે પહેલી વખત સાંઈબાબાની પાલખી યાત્રા સાથે રામ રથયાત્રા નિકળી. ત્યારે ખેરાલુ શહેરમાં લોકોએ ઠેરઠેર ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ વર્ષે પણ સાંઈબાબાની પાલખી યાત્રા સાથે રામ રથયાત્રા નીકળતા ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. સાથે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ખેરાલુ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન મુકેશભાઈ દેસાઈ સહિત ખેરાલુ શહેરના વેપારીઓ, રામરક્ષક દળના સૈનિકો સાથે જીવદયા ગ્રુપના સભ્યો જોડાયા હતા.
સાંઈબાબાની પાલખીયાત્રા સાથે રામ રથયાત્રા નીકળી ત્યારે રજવાડી બગીમાં ભગવાન રામ, લક્ષ્મણ હનુમાન અને સાંઈમંદિરના મહંત રામકૃષ્ણાનંદજી એ લોકોને આશિર્વાદ સહ દર્શન આપ્યા હતા. રામરથ યાત્રાનું પ્રસ્થાન સમયે ધારાસભ્ય ભરતસિંહ ડાભી સાથે તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી વિનાયકભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી, દુધસાગર ડેરીના પૂર્વ ડીરેક્ટર દિનેશભાઈ દલજીભાઈ ચૌધરી(હીરવાણી)નું સાંઈ મંદિરના ટ્રસ્ટી મોંઘજીભાઈ પટેલે સ્વાગત કર્યુ હતુ. પાલિકા પ્રમુખ હીરાબેન પટેલના પતિ ભગુભાઈ પટેલ, પાલિકા દંડક ગોવિંદભાઈ પ્રજાપતિ, સુનિલ બારોટ, સહિત પાલિકા સભ્યો હાજર રહ્યા હતા. હાટડીયા ચમારવાસ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા દલિત ભાઈઓએ કરી હતી. દલિત સમાજે યાત્રાનું સ્વાગત કર્યુ હતુ. નાના બારોટવાસ પાસે યાત્રાનું સ્વાગત પોપટભાઈ બ્રહ્મભટ્ટ અને નાગરિક બેંકના વાઈસ ચેરમેન જયેશભાઈ બારોટે કર્યુ હતુ. મોટા બારોટવાસ પાસે બ્રહ્મભટ્ટ સમાજના અગ્રણીઓએ યાત્રાનું સ્વાગત કર્યુ હતુ. ખારીકુઈ પાસે રામરક્ષક દળે સરપ્રાઈઝ ગીફ્ટ આપી હોય તેમ ૩૦ ટ ૧૦ ફૂટનો ભગવાન રામનું બેનર માલવીકા કંગન ઉપર મુકતા અલૌકિક દ્રશ્ય જોઈ લોકો ભાવવિભોર બન્યા હતા. વૃંદાવન પરોઠા હાઉસ પાસે શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી વિનાયકભાઈ પંડ્યા સહિત શહેર અને તાલુકા ભાજપના અગ્રણીઓએ યાત્રાનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. જૈન દેરાસર પાસે શ્યામકૃપા સ્વીટમાર્ટ વાળા રમેશભાઈ પટેલે શરબતથી યાત્રાના ભક્તોનું સ્વાગત કર્યુ હતુ. મેમણ મસ્જીદ પાસે મુસ્લીમ સમાજના જહાંગીરભાઈ સિંધી, કરીમખાં બહેલીમ, ફારૂકભાઈ મેમણ(પત્રકાર) લાલાવાડાના સંત શેખુબાપુ રઝાકભાઈ સિંધી, સહિત મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજની તમામ કોમોના આગેવાનોએ ફુલની પાંદડીઓ રથયાત્રા ઉપર ચડાવી ભક્તોનું ઠંડાપીણાથી સ્વાગત કર્યુ હતુ.
સાંઈબાબાની પાલખી યાત્રા અને રામ રથયાત્રા ખોખરવાડા સંઘથી ગરમીના કારણે અટકાવી ટ્રેક્ટર અને પીકઅપ ગાડીઓમાં ભક્તોને સાંઈ મંદિર સુધી લઈ જવાનું આયોજન હતુ. પરંતુ ભક્તોમાં ઉત્સાહ અને ઉન્માદ હોવાથી યુવકો સાંઈમંદિર સુધી ચાલતા ગયા હતા. શહીદવિર સુરેશભાઈ બારોટની ખાંભી પાસે રામરક્ષક દળના યુવકોએ તલવાર બાજી કરી હતી અને ખાંભીની પુજા કરી હતી. હજારોની સંખ્યામાં યુવકો યાત્રામાં જોડાયા હતા. જેમાં ઠાકોર સમાજના યુવકો તલવારો લઈ તલવાર બાજી કરતા જોવા મળ્યા હતા. સાંઈ મંદિર આસપાસ રહેતા ચૌધરી સમાજ તથા દશરથભાઈ કાળીદાસ બારોટ(ગાયત્રી ઈલેક્ટ્રોનિક્સવાળા) તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. અને છેલ્લે સી.કે.ટી. પરિવારના પ્રકાશભાઈ ત્રિવેદીએ તમામ ભક્તોને વિનંતી કરી હતી કે આવતા વર્ષે સાંઈબાબાની પાલખી યાત્રા અને રામ રથયાત્રા પંચમુખી હનુમાનજી મંદિર લઈ જવી જોઈએ કારણકે ભગવાન રામ હનુમાનજી દાદાને મળવા આવે તો યાત્રાનો ઉત્સાહ બેવડાશે. અને પંચમુખી હનુમાનજી દાદાની કૃપા સમગ્ર ખેરાલુ નગર ઉપર વિશેષથી રહેશે. જેને સૌ ભક્તોએ સ્વીકાર્યુ હતુ.

Leave a Reply

Top