ખેરાલુ જુની સિટી સર્વે કચેરીમાં આગ લાગી કે લગાવાઈ ?

ખેરાલુ જુની સિટી સર્વે કચેરીમાં આગ લાગી કે લગાવાઈ ?

News, Prachar News No Comments on ખેરાલુ જુની સિટી સર્વે કચેરીમાં આગ લાગી કે લગાવાઈ ?

ખેરાલુ જુની સિટી સર્વે કચેરીમાં આગ લાગી કે લગાવાઈ?
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં જુની સિટી સર્વે કચેરીમાં મામલતદાર કચેરીના મધ્યાહન ભોજનની ફાઈલો, રેશનકાર્ડની અરજીઓ, પુરવઠા કચેરીનું જુનુ રેકર્ડ જેવી અનેક ફાઈલો સાથે મામલતદાર ઓફીસના તુટેલા કબાટ, પેટીઓ ભરીને બંધ હાલતમાં મુકી રાખ્યુ હતુ. આ કચેરીમાં શોર્ટ સર્કીટ થાય તેવુ કોઈ માનવા તૈયાર નથી કારણકે લાઈટનુ કનેક્શન બંધ હાલતમા છે ત્યારે જુની સિટી સર્વે કચેરીમાં આગ લાગવાના સમાચાર મામલતદાર શ્રી કટેરીયાને મળતા ગણત્રીની મિનીટોમાં સ્થળ ઉપર પહોચ્યા હતા. પાલિકાનું અડધુ પાણી ભરેલુ ટેન્કરથી આગ ઉપર કાબુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વડનગરથી આવેલ ફાયર ફાઈટરે આગ કાબુમાં લીધી.
ખેરાલુમાં જુની મામલતદાર ઓફીસ ખાલી કરી નવા તાલુકા સેવાસદનમાં ગયા ત્યારે જુનુ રેકર્ડ કે જેનો નાશ ન કરી શકાય તેવુ અગત્યનુ કહેવાય તેવુ રેકર્ડ જુની મામલતદાર ઓફીસમાં રાખ્યુ હતુ. ત્યારબાદ જુની મામલતદાર ઓફિસમાં કોર્ટ શરુ થતા તમામ અગત્યનુ રેકર્ડ જુની સિટી સર્વે કચેરીમાં લઈ ગયા હતા. જુની સિટી સર્વે ઓફીસમાં સોમવારે સવારે આગ લાગી હતી. જેની જાણ થતા મામલતદાર સાથે સ્ટાફ,પાલિકા સ્ટાફ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. વડનગરથી ફાયર ફાઈટર આવ્યુ પરંતુ સમય વધુ પસાર થઈ જતા મામલતદાર કચેરીનું રેકર્ડ બળીને ખાખ થઈ ગયુ હતુ. આગ કોઈપણ રીતે લાગે તેવુ હતુ જ નહી છતા આગ લાગી કે લગાવી તે બાબતે સઘન તપાસ કરવાના બદલામાં અધિકારીઓ વાતો કરતા જોવા મળ્યા હતા.

Leave a comment

Back to Top