પિતાને આપેલા વચનથી અમેરીકામાં લાખ્ખોની કમાણી છોડી દેશસેવામાં લાગ્યા સ્વેચ્છાએ નિઃસંતાન રહી વ્યસનમુક્તી અભિયાન શરૂ કર્યુ

પિતાને આપેલા વચનથી અમેરીકામાં લાખ્ખોની કમાણી છોડી દેશસેવામાં લાગ્યા સ્વેચ્છાએ નિઃસંતાન રહી વ્યસનમુક્તી અભિયાન શરૂ કર્યુ

News, Prachar News No Comments on પિતાને આપેલા વચનથી અમેરીકામાં લાખ્ખોની કમાણી છોડી દેશસેવામાં લાગ્યા સ્વેચ્છાએ નિઃસંતાન રહી વ્યસનમુક્તી અભિયાન શરૂ કર્યુ

પિતાને આપેલા વચનથી અમેરીકામાં લાખ્ખોની કમાણી છોડી દેશસેવામાં લાગ્યા
સ્વેચ્છાએ નિઃસંતાન રહી વ્યસનમુક્તી અભિયાન શરૂ કર્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અમેરીકા,ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં આજની પેઢી ગમે તે રીતે પહોચવા માંગે છે. ભલે તેના માટે મા-બાપને વ્યાજે પૈસા લાવી દેવું કરી પેટે પાટા બાંધી રહેવું પડે. પરંતુ ત્યાં ગયા પછી પણ આપણા ભારતીય સંસ્કૃતિનો સફાયો કરી વ્યસન અને ફેશનમાં ડુબી જાય છે. સીગરેટ અને દારૂની પાછળ જીવન બરબાદ કરતા જાય છે.
અત્યારે આવા ધોર કળીયુગમાં આજે આપણે એવા યુવકની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેમણે પોતાના મા-બાપની સેવા, તેમની ઇચ્છા પુરી કરવા અમેરિકાને ઠોકર મારી સ્વદેશ પાછા આવી ગયા હોય. એટલું જ નહીં પરંતુ મા-બાપની સેવા માટે પોતાના જીવનની તમામ ખુશીઓ, પોતાના તમામ સપના,સુખ ન્યોછાવર કરી દીધા હોય. વાત છે ગાંધીનગરમાં રહેતા આશિષભાઇ જસવંતલાલ સોની ની. આજથી વર્ષો પહેલા ગાંધીનગર હોસ્પીટલથી અમેરીકામાં રહેતાં આશિષભાઇ પર ફોન આવ્યો કે તમારા પપ્પા ને તમાકુ ના લીધે કેન્સર થતુ જાય છે,અને મમ્મી ને હાર્ટએટેકના લીધે પેરાલીસીસ થયો છે.‘‘ જો તેમને બચાવવા હોય તો વિચાર કરી લેજો. ’’
આશિષભાઇ કોઇ સામાન્ય યુવક નથી.,તેમણે વિશ્વની અગિયાર જેટલી ડીગ્રીઓ લીધી છે. અમેરીકામાં ખુબ અભ્યાસ કર્યો છે, લાખો રૂપિયાની મહીને આવક હતી. ગાડી,મકાન બધું જ સુખ ભોગવતા હતા. પરંતુ જેના મને મા-બાપ એજ ભગવાન હોય તેની આગળ આ બધું સુખ તુચ્છ જ લાગે. તરત જ તેમણે આ બધુ વહેંચી દઇ ભારત પાછા ફર્યા. માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ હતા. માતા-પિતાની સેવા પાછળ અમેરીકાની તમામ બચત વાપરી નાંખી,પરંતુ પિતાને બચાવી ન શક્યા. અંતિમ શ્વાસે પિતાએ કહ્યું ‘‘બેટા ! હું તો આ વ્યસનને લીધે તમને બધાને છોડીને જઇ રહ્યો છું, પરંતુ મારા જેવા લાખો લોકો આ વ્યસનમાં ફસાયા છે તુ તેમને બચાવીશ? ’’ આશિષભાઇએ પત્ની સામુ જોઇ વચન આપ્યું ‘‘અમે જીવનભર વ્યસનમુક્તિ અભિયાન ચલાવીશું, લાખો બાળકો અનાથ થતા બચાવવા અમે સેવામાં ૧૦૦% સહભાગી થવા પોતાના બાળકો કદીય નહીં કરીએ’’. આવી કઠોર ભીષ્મ પ્રતીજ્ઞા લીધી. ધન્ય છે આ પતિ-પત્ની ને બસ ત્યારથી આજ સુધી ગામો-ગામ,શહરોમાં હજારો વ્યસનમુક્તિ પ્રદર્શન દ્રારા, કેમ્પ દ્રારા લાખો લોકોને વ્યસન છોડાવી નવું જીવન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૧૪૭ જેટલી કોલેજ અને યુનીર્વસીટીઓમાં જઇને લાખો વિધાર્થીઓને જીવનભર વ્યસન નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી છે. લગભગ ૧૫૦ જેટલી મોટી-મોટી કંપનીઓ જેવી કે ૈંદ્ગ્‌છજી ઁૐછઇસ્છ, ન્ેંમ્ૈં જેવી કંપનીઓના ૫૦,૦૦૦ થી વધુ કામદારોને સેમીનાર દ્રારા વ્યસન મુકાવ્યા છે. આખા ભારતમાં સૌથી વધારે વ્યસન છોડાવવા માટે નો એવોર્ડ ભૂતપુર્વ મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા આપવામાં આવ્યો છે. સવારના ૬-૦૦થી રાત્રિના ૧૧-૦૦ વાગ્યા સુધી સતત સેવા યજ્ઞ ચાલુ જ છે. ધન્ય છે ભારતની ભૂમિને કે જ્યાં આશિષભાઇ અને તેમના ધર્મપત્નિ જેવા રત્નો પાક્યા છે. ટૂંકજ સમયમાં તે ભારતનું સૌથી મોટું ત્રણ માળનું વ્યસનમુક્તિ પ્રદર્શન ગાંધીનગરમાં ખોલવા જઇ રહ્યા છે. જ્યાં લાખો વિદ્યાર્થીઓ આવી નવું જીવન બનાવશે. તેમનો સંકલ્પ દરેક શહેરમાં વ્યસનમુક્તિ પ્રદર્શન ખોલવાનો છે. આવો આપણે બધાં તેમને સાથ સહકાર આપીએ. વ્યસનમુક્તિ ઝુંબેશમાં સાથ આપવા માટે આશિષભાઈ સોનીનો મો.નં.૯૫૩૭૧૩ ૬૦૨૫ ઉપર સંપર્ક કરી શકો છો. આવો આપના જીવનમાંથી પ્રેરણા લઇ આપણે પણ નિર્વ્યસની જીવન બનાવીએ અને બીજાનું બનાવડાવીએ.

Leave a comment

Back to Top