You are here
Home > News > પી.એમ.ના વતન વડનગરની બેન્કમાં ડીઝીટલ ચોરી બતાવે છેકે “ડીઝીટલ ઈન્ડીયા” કાર્યક્રમમાં અનેક ખામીઓ રહી ગઈ છે

પી.એમ.ના વતન વડનગરની બેન્કમાં ડીઝીટલ ચોરી બતાવે છેકે “ડીઝીટલ ઈન્ડીયા” કાર્યક્રમમાં અનેક ખામીઓ રહી ગઈ છે

પી.એમ.ના વતન વડનગરની બેન્કમાં ડીઝીટલ ચોરી બતાવે છેકે
“ડીઝીટલ ઈન્ડીયા” કાર્યક્રમમાં અનેક ખામીઓ રહી ગઈ છે
કેન્દ્રની ભાજપ સરકારે દેશને પાશ્ચાત્ય દેશો સમકક્ષ બનાવવા માટે “ડીઝીટલ ઈન્ડીયા”નું સૂત્ર આપી દેશને ડીઝીટલાઈઝેશન તરફ લઈ જવા અખબારો અને ટી.વી.મારફતે લોકો મોબાઈલ બેન્કીંગ તરફ વળે તે માટે જાહેરાતો કરાય છે. દેશને ડીઝીટલ બનાવવાની ઉતાવળમાં ડીઝીટલ સીસ્ટમોમાં રહેલી ખામીઓના લીધે સાઈબર ક્રાઈમ તરફ વળેલા લોકો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યા છે. જેને લઈને લોકો બેન્કમાં મૂકેલા પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. સાઈબર ક્રાઈમ કરતા વ્હાઈટ કોલર ગુન્ડા ટોળીએ દેશના પ્રાઈમ મીનીસ્ટર નરેન્દ્રભાઈ મોદીને ચેલેન્જ આપતા હોય કે તમે અમારા સુધી પહોંચી શકશો નહિ તેવી ચેલેન્જ સાથે પી.એમ.ના માદરે વતનની એકમાત્ર સહકારી બેન્ક વડનગર નાગરીક સહકારી બેન્કનુ ખાતું હેક કરી આર.ટી.જી.એસ. દ્વારા થોડા થોડા દિવસોના અંતરે ૭૭ લાખ રૂપિયા જેવી માતબર રકમની ઉઠાંતરી કરી છે. પોલીસ આની તપાસ ચલાવી રહી છે પણ દેશનું પોલીસતંત્ર સાઈબર ક્રાઈમ પકડવા માટે સક્ષમ નથી કે તે ઉઠાંતરી પકડી શકે. કેન્દ્ર સરકારે ડીઝીટલાઈઝેશન કરતા પહેલાં તેમાં રહેલી ક્ષતિઓ માટે રક્ષણાત્મક પગલાં લેવાની જરૂર હતી પણ તે ન હોવાથી લોકોના લાખો રૂપિયા ચોરાઈ રહ્યા છે. પોલીસ તંત્ર સાઈબર ક્રાઈમના ચોરો સુધી પહોંચી શકવાની નથી. કદાચ પહોંચે તો વ્યક્તિના ગયેલા નાણાં પરત આવવાના નથી. દેશની પોલીસ સોના ચાંદીની ચોરીમાં ચોર પાસેથી સાચુ ખોટુ સોનુ ચાંદી પકડી શકે છે. પણ રોકડની ચોરીમાં ચોર પૈસા વપરાઈ ગયા તેવું નિવેદન આપે એટલે વાત પતી જાય છે. ભારત દેશની ભાજપ સરકાર પાશ્ચાત્ય દેશો જેવા ડીઝીટલાઈઝેશન તરફ વળી છે. પણ પાશ્ચાત્ય દેશોની સીસ્ટમનો પૂરો અભ્યાસ કર્યો નથી. અને કદાચ કર્યો હોય તો તેનો અમલ કરી શકતી નથી. આ દેશમાં ગ્રાહકના ખાતામાંથી સાયબર ક્રાઈમથી ગયેલા નાણાં બેન્ક ભરપાઈ કરી આપે છે. જ્યારે ભારત દેશના બેન્ક એકાઉન્ટમાં ચોરી થયાના ચોક્કસ સમયમાં જાણ કરાય તો બેન્ક તે માટે પગલાં લેશે તેવી જાહેરાત નાણાં મંત્રાલય દ્વારા કરાઈ છે. પણ ગ્રાહકોના ગયેલા પૈસા બેન્ક દ્વારા અપાયા હોય તેવી માહિતી મળતી નથી. ભારત દેશમાં ડીઝીટલ મની ટ્રાન્સફર સીસ્ટમ બિલકુલ ફેલ છે. જો તમે તમારા બેન્કમાં મૂકેલા નાણાંની સલામતી ઈચ્છતા હોય તો નેટ બેન્કીંગ સીસ્ટમથી દૂર જ રહેવું હિતાવહ છે. જે લોકો ચેક આપી નાણાંની લેવડદેવડ કરે છે તેમને છેતરાવાની કોઈ શક્યતા નથી. છતાં જો વડનગર નાગરીક બેન્કના જેમ આખેઆખુ ખાતુ સાઈબર ક્રાઈમ કરતા લોકો હેક કરી નાણાં લઈ જઈ શકે છે. જેથી બેન્કોએ સગવડ આપવી જોઈએ કે જે ગ્રાહકો આર.ટી.જી.એસ.કરવા ન માંગતા હોય તેમને સગવડ આપવી જોઈએ. બીજી સરકારે સાયબર ક્રાઈમ તરફ લાલ આંખ કરવી જોઈએ. બેન્ક ખાતાનાં નાણાં સાયબર ક્રાઈમથી ટ્રાન્સફર કરનાર સામે કડકમાં કડક સજા અને તે માટે જુદી કોર્ટો આપી આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા કરાય તો જ સાયબર ક્રાઈમ અટકી શકે છે. મુસ્લીમ દેશ આરબ અમીરાતમાં સાયબર ક્રાઈમ ઝીરો ટકા છે. આ દેશોમાં સાયબર ક્રાઈમ કરનારને કડકમાં કડક સજાની જોગવાઈ છે. તે સામે ભારત દેશ સાયબર ક્રાઈમના ગુનેગારોને પકડી શકતો નથી અને પકડાય તો ભારે સજા થતી નથી. અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમ કરનારને સજા થઈ હોય તેવા અખબારી અહેવાલો જવલ્લે જ જોવા મળે છે. દેશમાં આઈ.ટી.શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તે સામે તેટલી નોકરીઓ નથી જેથી બેકાર આઈ.ટી.વિદ્યાર્થીઓ સાયબર ક્રાઈમ તરફ વળ્યા છે. આના પાછળ પણ સરકાર દ્વારા વિદ્યાનું વેપારીકરણ જવાબદાર છે. રોજેરોજ ખુલતી સેલ્ફ ફાઈનાન્સ આઈ.ટી.કોલેજો સાયબર ક્રાઈમ તરફ લઈ જનારી ઈન્સ્ટીટ્યુટો છે.

Leave a Reply

Top