વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી

વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી

News, Prachar News No Comments on વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી

વિકાસમંચના શાસનમાં વિકાસની આવીતે કેવી કામગીરી
શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવતા નારાજગી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા તંત્ર દ્વારા શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં મુતરડી બનાવવાની કામગીરી હાથ ધરવામા આવતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેમા સવાળા દરવાજા વિસ્તારમાં એક બાજુ બાલ ક્રીડાગણ બનાવવાનો ઠરાવ કરાયો તેની પાસે મુતરડી બનાવવાની કામગીરી થતા પાલિકાની આ વિકાસ કામગીરી હાંસી પાત્ર બની રહી છે.
વિસનગર પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામ કરવામા આવી રહ્યા છે. પરંતુ કેટલાક વિકાસ કામ એવા થઈ રહ્યા છે કે જેનો વિરોધ થઈ રહ્યો છે. સાથે આ વિકાસ કામ હાંસી પાત્ર પણ બની રહ્યા છે. સવાળા દરવાજા વિસ્તારમાં આદર્શ હાઈસ્કુલ સામેના સાંકળચંદ કાકાની પ્રતિમા મુકવામા આવી છે. તે સર્કલના વરંડાને અડીને હરિહર સેવા મંડળ સામે પાલિકા દ્વારા મુતરડી બનાવવા ખોદકામ કરવામા આવ્યુ છે. મહત્વની બાબતો એ છે કે એક બાજુ પાલિકા દ્વારા સર્કલમા સિનિયર સિટીઝન પાર્ક તથા બાલ ક્રીડાગણ બનાવવા ઠરાવ કરાય છે. જયારે બીજી બાજુ મુતરડી બનાવવામાં આવી રહી છે. એવી જ રીતે ભક્તોના ઠાકોરવાસમા આંગણવાડી કેન્દ્ર પ અને ર૪ ચાલે છે. ત્યારે આ આંગણવાડી કેન્દ્રના કંમ્પાઉન્ડમાં સાર્વજનિક મુતરડી બનાવવા માટે ખોદકામ કરવામા આવ્યુ છે.
શૈક્ષણિક સંસ્થા આદર્શ હાઈસ્કુલ સામે અને આંગણવાડી કેન્દ્રમાં મુતરડી બનાવવા ખોદકામ કરવામા આવતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. શહેરની મોટાભાગની મુતરડીનો ઉપયોગ દેશી દારૂ પીવા અને ઈંગ્લીંશ દારૂની ખાલી બોટલો મુકવા માટે થાય છે. આવી મુતરડીઓનો ઉપયોગ નશાકારક વ્યક્તિઓ દ્વારા વધારે થાય છે. ત્યારે શૈક્ષણિક સંસ્થા પાસે આવી મુતરડીઓ બને તો બાળકો ઉપર કેવી અસર થાય. આદર્શ હાઈસ્કુલ પાસે દેવીપુજકોના કાચા મકાનો પાસે મુતરડી બનાવી શકાય તેટલી જગ્યા છે. જયાં મુતરડી નહી બનાવી સર્કલ પાસે મુતરડી બનાવવી કેટલુ વ્યાજબી કહેવાય. ભક્તોનાવાસમાં આગણવાડી કેન્દ્રમા સાર્વજનીક મુતરડી બનાવવાથી બાળકો ઉપર કેટલી ખરાબ અસર પડશે તેનો વિચાર પાલિકા દ્વારા કેમ કરાતો નથી?
આ બાબતે પાલિકા સભ્ય રસીલાબેન પટેલના પતિ પૂર્વ પાલિકા સભ્ય ડૉ.કાન્તીભાઈ પટેલે રોષ ઠાલવ્યો છેકે વિકાસમંચ દ્વારા આડેઘડ ઠરાવો કરાય છે. પરંતુ ઠરાવ કરાયા બાદ તેનુ ધ્યાન રાખવામા આવતુ નથી. તા.ર૯-૧-ર૦૧૮ની જનરલમાં કામનં ૭૭માં આદર્શ સામેના સર્કલમાં સિનિયર સિટીઝન પાર્ક તથા બાલક્રીડાંગણ બનાવવા ઠરાવ કરાયો છે. જે ઠરાવનો અમલ કરાયો નથી અને બીજીબાજુ મુતરડી બનાવવા માટે મનઘડત નિર્ણય કરાય છે. સર્કલમાં સાંકળચંદ કાકાની પ્રતિમા આવેલી છે. ત્યારે તેનુ પણ પાલિકા દ્વારા ધ્યાન રાખવામા આવ્યુ નથી. અહી મુતરડી બનશે તો તેની ખરાબ અસર આદર્શ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ ઉપર પણ પડશે. પાલિકાએ મુતરડીનુ કામ અટકાવી અન્ય જગ્યાએ મુતરડી બનાવવા વિચાર કરવો જોઈએ.

Leave a comment

Back to Top