શોષકુવા બનાવવામાં આવ્યા નથી – લાભાર્થીઓને પૂરતુ મટેરીયલ આપવામાં આવ્યુ નથી વિજાપુર પાલિકામાં પણ ઓખા પાલિકા જેવુ શૌચાલય કૌભાંડ

શોષકુવા બનાવવામાં આવ્યા નથી – લાભાર્થીઓને પૂરતુ મટેરીયલ આપવામાં આવ્યુ નથી વિજાપુર પાલિકામાં પણ ઓખા પાલિકા જેવુ શૌચાલય કૌભાંડ

News, Prachar News No Comments on શોષકુવા બનાવવામાં આવ્યા નથી – લાભાર્થીઓને પૂરતુ મટેરીયલ આપવામાં આવ્યુ નથી વિજાપુર પાલિકામાં પણ ઓખા પાલિકા જેવુ શૌચાલય કૌભાંડ

શોષકુવા બનાવવામાં આવ્યા નથી – લાભાર્થીઓને પૂરતુ મટેરીયલ આપવામાં આવ્યુ નથી
વિજાપુર પાલિકામાં પણ ઓખા પાલિકા જેવુ શૌચાલય કૌભાંડ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઓખા નગરપાલિકા જેવુજ વિજાપુર પાલિકામાં મોટુ શૌચાલય કૌભાંડ થયુ છે. જે કૌભાંડની તપાસ માટે અરજદારો દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં તપાસ કરવામાં આવી છે. એસીબીને પણ શૌચાલય કૌભાંડની વિગતો મોકલવામાં આવી છે. ત્યારે નવાઈની વાત છેકે લાભાર્થીઓનો લાભ છીનવતી અને અધિકારીઓના ઘર ભરતા આ કૌભાંડની હજુ સુધી કોઈ તપાસ થઈ નથી. વિસનગર પ્રાન્ત અધિકારી વી.જી.રોર આ બાબતે પુરતી તપાસ કરી કસુરવારો સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરશે ખરા?
ઓખા નગરપાલિકામાં રૂા.૨.૭૫ કરોડના શૌચાલય કૌભાંડની એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવતા રાજ્યની વિવિધ પાલિકાઓમાં થયેલ શૌચાલય કૌભાંડનુ ભૂત ધુણીને બહાર આવી રહ્યુ છે. શૌચાલય કૌભાંડની અરજી કરનાર અરજદારો ગેલમાં આવી ગયા છે. ઓખા પાલિકા જેવુજ વિજાપુર પાલિકામાં પણ વર્ષ ૨૦૧૪-૧૫ માં મસ મોટુ શૌચાલય કૌભાંડ થયુ છે. ભારત સરકારનો અભિગમ છેકે ઘેર ઘેર શૌચાલય પુરા પાડવા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ નિર્મળ ગુજરાત અન્વયે શૌચાલય વિહોણા પરિવારોને વ્યક્તિગત શૌચાલય બનાવવા યોજના અમલમાં મુકી છે. જે અંતર્ગત વિજાપુર પાલિકામાં વર્ષ ૧૪-૧૫ માં ૯૩૫ શૌચાલય બનાવવા વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે સેપ્ટી ટેંક, શોષકુવો, સારી ગુણવત્તાના દરવાજા, પાણીની ટાંકી, સારી ગુણવત્તાની દિવાલો, ટબ સાથેનુ શૌચાલય લાભાર્થીને પૂરૂ પાડવાનુ હોય છે. ત્યારે સરકારના વિવિધ વિભાગોમાં થયેલ લેખીત અરજી પ્રમાણે વિજાપુર પાલિકામાં બનાવેલા શૌચાલયો નિયમોનુસાર નથી. કેટલાક શૌચાલયમાં સેપ્ટી ટેંક બનાવી નથી, પાણીની ટાંકીઓ આપવામાં આવી નથી, શૌચાલયના બાંધકામમાં ગુણવત્તાવાળુ બાંધકામ થયુ નથી, હલકી ગુણવત્તાના દરવાજા મુકવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લાભાર્થીના ઘર આગળ શૌચાલય જ નથી.
વિજાપુર પાલિકા દ્વારા બનાવાયેલા શૌચાલય કૌભાંડની તપાસ થાય અને કસુરવાર અધિકારીઓ, કર્મચારીઓ તથા શૌચાલય બનાવનાર કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરાય તે માટે વિજાપુરના સુહીત અશોકકુમાર મોદી, બીપીનકુમાર મફતલાલ મોદી, મુનાફઅલી કાદરઅલી સૈયદ વિગેરે જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર, પ્રાન્ત અધિકારી વિસનગર, કલેક્ટર, તકેદારી આયોગ-ગાંધીનગર, ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડ, વિરોધપક્ષના નેતા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, મુખ્યમંત્રી અને છેવટે એસીબી સુધી રજુઆત કરવામાં આવી છે. ઓખા પાલિકા શૌચાલય કૌભાંડની ફરિયાદમાં સંડોવાયેલ કૌભાંડી ટોળકીએ વિજાપુર પાલિકામાં પણ વિવાદાસ્પદ શૌચાલય કૌભાંડમાં કામ કર્યુ છે. એક ન્યુઝ ચેનલ દ્વારા લાભાર્થીઓના ઘરે જઈ શૌચાલયની કામગીરીનો પર્દાફાશ કરતી સીડી બનાવવામાં આવી છે. જે પુરાવા રૂપે સ્વીકારતા લાગતા વળગતા વિભાગોને આપવામાં આવી છે. ત્યારે નવાઈની બાબત છેકે હજુ સુધી સરકાર દ્વારા કોઈ તપાસનો આદેશ કરવામાં આવ્યો નથી. એનો મતલબ એ કે ભાજપ સરકારના ગાંધીનગરમાં બેઠેલ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ પણ આવા શૌચાલય કૌભાંડમાં ફસાયા છેકે શુ? વિસનગર પ્રાન્ત અધિકારી વી.જી.રોર સમગ્ર કૌભાંડની તપાસ કરી કૌભાંડીઓ સામે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરશે ખરા?

Leave a comment

Back to Top