સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં પુનઃવિચારણા કરવા સતલાસણા દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં પુનઃવિચારણા કરવા સતલાસણા દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

News, Prachar News No Comments on સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં પુનઃવિચારણા કરવા સતલાસણા દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં પુનઃવિચારણા કરવા
સતલાસણા દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા મામલતદારશ્રીને સંબોધી આવેદન પત્ર આપ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદન પત્ર આપ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિના અત્યાચાર નિવારણ સુધારા અધિનિયમમાં નામદાર સુપ્રિમ કોર્ટે અમોને અન્યાય થાય તેવુ કથન કર્યુ છે. તેમજ અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિની લોકહિત માટે કામ કરતી સંસ્થાને સાંભળ્યા વિના એક તર્ફિ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી દેશમાં અત્યાચારમાં વધારો થશે. ન્યાયમુર્તિ એ.કે.ગોપાલ અને યુ.યુ.લલિતના નિર્ણયથી અત્યાચારો કરનારે છુટોદોર મળશે. અનુસુચિત જાતિ અને જનજાતિની બેન દિકરીઓ ઉપર બળાત્કારના ગુન્હાઓ વધશે. જમીનો પડાવી લેવામા આવશે. નોકરીયાત વર્ગને મનમાની કરી હૈરાન કરવામા આવશે. આઝાદ દેશના નાગરિક હોવા છતા ગુલામી જેવી જીન્દગી જીવવા મજબુર થઈ જશે. અનુસુચિત જાતિ અને જનજાતિના વારસદારોને પણ હૈરાનગતિ ભોગવવાનો વારો આવશે. પહેલાની જેમ કુલડી, સાંવરણો અને પગમા ટોકરી બાંધી ગામ બહાર મુકવામા આવશે. અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને સ્વમાનભેર જીવવા માટે આ કાયદાનો નિર્ણયમા ફેર વિચારણા કરવામા આવે તેવી નામદાર સુપ્રિમ કોર્ટને નમ્ર વિનંતી કરી છે.

Leave a comment

Back to Top