સુપ્રિમ કોર્ટ આપેલ એટ્રોસિટી કેસના જજ મેન્ટમાં ફેરફાર કરવા ખેરાલુમાં દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

સુપ્રિમ કોર્ટ આપેલ એટ્રોસિટી કેસના જજ મેન્ટમાં ફેરફાર કરવા ખેરાલુમાં દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

News, Prachar News No Comments on સુપ્રિમ કોર્ટ આપેલ એટ્રોસિટી કેસના જજ મેન્ટમાં ફેરફાર કરવા ખેરાલુમાં દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ

સુપ્રિમ કોર્ટ આપેલ એટ્રોસિટી કેસના જજ મેન્ટમાં ફેરફાર કરવા
ખેરાલુમાં દલિત સમાજે આવેદન પત્ર આપ્યુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
અનુસુચિત જાતિ અને જનજાતિ સામેના એટ્રોસિટી કેસમા નામદાર સુપ્રિમકોર્ટે આપેલ જજમેન્ટમાં ફેરફાર કરવા કાયદામા સુધારો કરવા ખેરાલુ તાલુકાના દલિત ભાઈઓએ રેલી કાઢી મામલતદાર સમક્ષ આવેદન પત્ર આપવા પહોચ્યા હતા. આવેદન પત્ર આપવા તાલુકા સેવા સદન પહોચ્યા ત્યારે મામલતદારશ્રી હાજર નહોતા ત્યારે રસીકભાઈ પરમાર સમક્ષ ધર્મેન્દ્રભાઈ મહેતા નાયબ મામલતદાર આવેદન પત્ર લેવા આવ્યા ત્યારે મામલતદારશ્રીને બોલાવવાનો આગ્રહ રાખતા મામલતદારશ્રી યુધ્ધના ધોરણે ઓફિસમાં પરત ફર્યા હતા. મામલતદારશ્રીએ જણાવ્યુ કે સી.ટી.સર્વે કચેરીમાં આગ લાગી હોવાથી હું ત્યાં ગયો હતો.
આવેદન પત્રમાં જણાવ્યુ હતુ કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વ્યક્તિઓ ઉપર શ્રવણ જાતિના લોકો તરફથી અત્યાચાર થાય છે. અને તેના રક્ષણ અને બચાવ માટે નામદાર કેન્દ્ર સરકારે અનુસુચિત અને જનજાતિના લોકોનો માન મરતબો અને મોભો જળવાય તે માટે કડક કાયદો બનાવેલ છે. અને તેનો અમલ ચાલુમાં હતો. તેમ છતા તાજેતરમાં નામદાર સુપ્રિમ કોર્ટ આ કાયદાને હળવો કરી નાંખ્યો છે. જેના કારણે અનુસુચિત જાતિના લોકો ઉપર અત્યાચારો વધશે અને એટ્રોસીટીનો કાયદો બુઠો બની જાય તો મુસીબતમાં વધારો થશે. આમ આવુ ન બને તે માટે નામદાર સરકારશ્રી (સંસદમાં) નામદાર સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં પુનઃ વિચારણા કરી પ્રથમ જે કાયદો હતો તે પ્રમાણે કાયદામાં સુધારો કરવા માંગણી સાથે આવેદન પત્ર આપ્યુ હતુ.

Leave a comment

Back to Top