You are here
Home > News > કઠુઆમાં માસુમ બાળકી ઉપર બળાત્કારના વિરોધમાં વડનગર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ

કઠુઆમાં માસુમ બાળકી ઉપર બળાત્કારના વિરોધમાં વડનગર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ

કઠુઆમાં માસુમ બાળકી ઉપર બળાત્કારના વિરોધમાં
વડનગર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની માસુમ બાળા ઉપર બળાત્કારનો બનાવ બનતા જેના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. જોકે આ બનાવને વખોડવા માટે હિન્દુ-મુસ્લીમ વચ્ચે નફરતની રાજનિતિ કરતા રાજકારણીઓને તમાચો મારતી, કોમી એકતાના દર્શન કરાવતી રેલીઓ ઠેર ઠેર નીકળી રહી છે. તા.૧૮-૪-૨૦૧૮ ને બુધવારના રોજ વડનગર શહેર કોંગ્રેસ દ્વારા આ બનાવના વિરોધમાં અને દોષીતોને કડકમાં કડક સજા કરાવવા રોહિતવાસ રોડ ઉપર સાંજે ૭-૦૦ કલાકે કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વડનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોર્પોરેટર ગીરીશભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ એજાજખાન પઠાણ, મહેન્દ્રસિંહ ઠાકોર, ભુરાભાઈ પઠાણ, વિષ્ણુજી ઠાકોર તથા અન્ય મહિલાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં જોડાયા હતા.

Leave a Reply

Top