You are here
Home > Prachar News > તંત્રી સ્થાનેથી… આશારામને આજીવન કેદની સજા આપનાર, અપાવનાર – જોધપુર પોલીસ, ન્યાયતંત્રને બા અદબ સો સો સલામ

તંત્રી સ્થાનેથી… આશારામને આજીવન કેદની સજા આપનાર, અપાવનાર – જોધપુર પોલીસ, ન્યાયતંત્રને બા અદબ સો સો સલામ

તંત્રી સ્થાનેથી…
આશારામને આજીવન કેદની સજા આપનાર, અપાવનાર
જોધપુર પોલીસ, ન્યાયતંત્રને બા અદબ સો સો સલામ

ધન કુબેર દસ હજાર કરોડના આસામી દેશ વિદેશમાં ૪૦૦ આશ્રમો લાખ્ખો સમર્થકો ધરાવતા આશારામને આજીવન કેદની સજા સંભળાવનાર જોધપુર ન્યાયતંત્રના ન્યાયાધીશ બા અલમ સો સો સલામના અધિકારી છે. આવડા મોટા વ્યક્તિને ગુનેગાર સાબિત કરી સજા આપનાર જસ્ટીસશ્રી વર્માની સમાજસેવા વર્ષો પરંપરાગત યાદ રહેશે. જસ્ટીસશ્રી વર્માએ સમાજમાં બળાત્કાર કરવા ટેવાયેલા દરીન્દાઓ ઉપર ગુનેગાર એ ગુનેગાર જ છે તેવું સાબિત કરી લગામ લગાવી છે. બળાત્કારીઓ માટે આવાને આવા ચુકાદાઓ આવતા જશે તો બળાત્કારીઓ સગીર બાળાઓ જોડેથી પસાર થતાં પણ ડરશે. બીજી સલામ પોલીસ અધિકારી અજય લાંબાને છે. જેમણે પીડીતાની વાત સાંભળી દિલ્હીમાં ફરીયાદ દાખલ કરી અગીયાર દિવસના ટૂંકા ગાળામાં આશારામને જેલ ભેગા કરી સોળસો ધમકીઓ કરોડો રૂપિયાની આપવાની ઓફરો જતી કરી આશારામના બળાત્કારના કૃત્યની સંપુર્ણ તપાસ કરી કોર્ટમાં પૂરતા પુરાવા મુકી ચાર્જશીટ કર્યુ. જેને લઈને જસ્ટીસ વર્માને કેસ પુરવાર કરી સજા આપવામાં ઘણી મદદ મળી. રાજસ્થાનનુ પોલીસ તંત્ર કંઈ જુદા જ પ્રકારનુ છે. તે પણ માણસ છે. કુટુંબ કબીલો છે તેમની આશાઓ અને આકાંક્ષાઓ છે જેને વહીવટ લેવો સામાન્ય વાત છે પણ ગુજરાત અને રાજસ્થાનના વહીવટમાં ઘણો ફરક છે. ગુજરાતમાં પોલીસખાતું વહીવટ કરી કાયદાની ધજ્જીયા ઉડાડી દે છે. લોકોને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તેવું કેટલીક જગ્યાએ ગુજરાત પોલીસનુ વર્તન છે. જ્યારે રાજસ્થાન પોલીસ કાયદાને સલામત રાખી કાયદાનો અમલ કડકાઈથી નહિ કરવાનો વહીવટ કરે છે. જેમાં ગુનેગાર ગુનેગાર જ રહે છે. પહેલાના જમાનામાં પોલીસતંત્રમાં એક સીલસીલો હતો કે અકસ્માત, ખૂન જેવા ગુનામાં પોલીસતંત્ર વહીવટથી દૂર રહેતુ હતુ. અત્યારે થોડુ પરિવર્તન આવ્યુ છે. બળાત્કારના સાચા ગુનામાં પોલીસતંત્ર વહીવટથી પર રહે તો દેશમાં અનેક કુમળી કળીયોના શિયળ લુટાતાં બચશે અને આશિર્વાદ મળશે. બળાત્કારના સાચા કેસોમાં જ પોલીસે પર રહેવાનું છે છોકરો છોકરી ભાગી જાય, એશ આરામ કરી ત્રણ મહિને પૈસા ખૂટે એટલે પાછા આવે ત્યારે થતી બળાત્કારની ફરિયાદમાં પોલીસ ગમે તે કરે પણ સગીરા બાળકી કે એકલદોકલ યુવતી ઉપર બળજબરાઈથી થતા બળાત્કારના કેસમાં પોલીસતંત્ર વહીવટથી પર રહે તે જરૂરી છે. આવી જ રીતે ન્યાયના રખેવાળો વકીલ મિત્રો પણ સાચા બળાત્કારના કેસોમાં વકીલ પત્રો ન મૂકે ગુનેગારને વકીલ કરવા માટે ભટકવું પડે આવી પરિસ્થિતનું સર્જન થશે તોજ બળાત્કારના ગુનાઓ અટકશે. કેટલાક વકીલ મિત્રોમાં ચોક્કસ સિદ્ધાંતવાળા છે. તેમની પાસે જઈ તમે કોઈના ઉપર ખોટી ફરીયાદની વાત કરો તો તે તમને સ્પષ્ટ જણાવશે કે ભાઈ બીજો વકીલ રોકીલો. હું આવા કેસમાંથી પૈસા કમાવવા માંગતો નથી. આવા સાચા અસુલોવાળા તમામ વકીલ મિત્રો બનશે તો બળાત્કારના ગુનાઓ અટકી જશે. બળાત્કારના ગુનાઓ માટે વકીલ મિત્રોને પોલીસતંત્ર સજાગ થશે તોજ ગુનાખોરી અટકી શકે છે. બળાત્કારના દાનવનો ભરડો અત્યારે સમાજ ઉપર એટલો કસાઈ રહ્યો છેકે આવુ ને આવુ ચાલશે તો એક સમય એવો આવશે કે માતા પિતા ભગવાન પાસે માંગણી કરશે કે ભગવાન મને દીકરી ન આપતા.

Leave a Reply

Top