વિસનગર ગામતળમાં ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી  –  લાલ દરવાજા પાણીની ટાંકી જર્જરીત થતા ભયગ્રસ્ત

વિસનગર ગામતળમાં ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી – લાલ દરવાજા પાણીની ટાંકી જર્જરીત થતા ભયગ્રસ્ત

News No Comments on વિસનગર ગામતળમાં ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી – લાલ દરવાજા પાણીની ટાંકી જર્જરીત થતા ભયગ્રસ્ત

વિસનગર ગામતળમાં ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી
લાલ દરવાજા પાણીની ટાંકી જર્જરીત થતા ભયગ્રસ્ત

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં વર્ષો પહેલા સૌપ્રથમ બનેલી પીવાના પાણીની ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ છે. પાલિકા દ્વારા ટાંકીનુ રીપેરીંગ કરવા માટે તેમજ નવીન ઓવરહેડ ટાંકી બનાવવા ત્વરીત નિર્ણય લેવામાં નહી આવે તો ગામતળના અડધા ભાગમાં ગમે ત્યારે પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી સેવાઈ રહી છે.
વિસનગર શહેરમાં સૌપ્રથમ પીવાના પાણીની ઓવરહેડ ટાંકી લાલ દરવાજા વોટર વર્કસમાં બનાવવામાં આવી હતી. લગભગ ૬૦ થી ૭૦ વર્ષ પહેલા બનાવેલી ઓવરહેડ ટાંકી પીલ્લર અને બીમ ઉપર બનાવવામાં આવી હતી. પહેલા આખા ગામતળ વિસ્તારમાં અને અત્યારે ગામતળના અડધા ભાગમાં પીવાનુ પાણી પુરૂ પાડતી આ ઓવરહેડ ટાંકી ભુકંપના કારણે જર્જરીત બની છે. પાણીના ભેજના કારણે પીલ્લર અને બીમની ખીલાસરી સડી જતા તીરાડો પડી છે. બીમમાંથી પોપડા ઉખડેલા સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે નવાઈની વાત છેકે પાલિકા તંત્ર દ્વારા ટાંકી રીપેરીંગ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વોર્ડ નં.૨ ના સભ્યો નુરજહાબેન મુસ્તાકભાઈ સીંધી તથા ઈકબાલભાઈ ચોકસી દ્વારા પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને ઉલ્લેખી જણાવ્યુ છેકે ભુકંપના કારણે ઓવરહેડ ટાંકી જીર્ણ થતા પોપડા પડી રહ્યા છે. ઓવરહેડ ટાંકી અકસ્માતે પડી જશે તો નજીકના વિસ્તારમાં રહેતા લોકોની મોટી જાનહાની થશે. વળી ગામતળમાં પાણીની પણ કટોકટી સર્જાશે. પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરે લાલ દરવાજા વોટર વર્કસની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવો જરૂરી છે. પાણીની ટાંકીની મજબુતાઈ માટે એન્જીનીયર કે ટેકનીશીયનના માર્ગદર્શન પ્રમાણે તાત્કાલીક રીપેરીંગ હાથ ધરવુ જરૂરી બન્યુ છે. આર.સી.સી.ના ઓવરહેડ ટાંકીને વર્ષો થઈ ગયા છે. વધુ લાબો સમય હવે ટાંકી રહી શકે તેમ નથી. ત્યારે વોટર વર્કસની જગ્યામાં નવી ઓવરહેડ ટાંકી બનાવવા માટે પણ પાલિકા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવી જરૂરી છે.

Leave a comment

Back to Top