વિસનગર સિવિલ હોસ્પિટલ તંત્ર મોતનો મલાજો પણ સાચવી શકતુ નથી  –  પી.એમ.બાદ લોહી નિતરતી લાશ આપવામાં આવી

વિસનગર સિવિલ હોસ્પિટલ તંત્ર મોતનો મલાજો પણ સાચવી શકતુ નથી – પી.એમ.બાદ લોહી નિતરતી લાશ આપવામાં આવી

Prachar News No Comments on વિસનગર સિવિલ હોસ્પિટલ તંત્ર મોતનો મલાજો પણ સાચવી શકતુ નથી – પી.એમ.બાદ લોહી નિતરતી લાશ આપવામાં આવી

વિસનગર સિવિલ હોસ્પિટલ તંત્ર મોતનો મલાજો પણ સાચવી શકતુ નથી
પી.એમ.બાદ લોહી નિતરતી લાશ આપવામાં આવી

સોનોગ્રાફી મશીન હોવા છતા લાભ મળતો નહી હોવાની મહિલાઓની લાગણી

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર સિવિલ હોસ્પિટલનો વહિવટ ખાડે ગયો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર માનવીય અભિગમ દાખવવાની જગ્યાએ અમાનવીયપણુ દાખવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વચ્છ કરીને આપવાની જગ્યાએ લોહી નિતરતો મૃતદેહ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ તંત્રની આવી લાલીયાવાડીના કારણે એક પી.એમ.બાદ મૃતકના સ્વજનોએ ભારે રોષ સાથે નારાજગી વ્યક્ત કરી હતી.
અકસ્માત આત્મહત્યા કે અન્ય કિસ્સામાં પોસ્ટમોર્ટમ બાદ મૃતકના શરીર ઉપર વ્યવસ્થીત ટાંકા લઈ, મૃતદેહ સ્વચ્છ કરી, પી.એમ. વખતે મૃતકના કપડા લોહીથી ખરડાયા હોય તો જરૂર પડે મૃતદેહને નવા કપડા પહેરાવી હોસ્પિટલ તંત્રએ મૃતદેહ સોપવાનો હોય છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં મંગળવારના દિવસે એક મૃતદેહનુ પી.એમ. કરવામાં આવ્યુ હતુ. પી.એમ.કર્યા બાદ મૃતદેહ સાફ કરીને આપવાની જગ્યાએ મૃતકના સ્વજનોને લોહીથી ખરડાયેલો, લોહી નિતરતો મૃતદેહ આપવામાં આવ્યો હતો. મૃતદેહ ઉપર પ્લાસ્ટીકની થેલી વીંટાળતા પ્લાસ્ટીકની થેલી પણ લોહીથી લથબથ થઈ ગઈ હતી.
હિન્દુ ધર્મમાં અંતિમક્રિયા વખતે જ્યારે નનામી તૈયાર કરવામાં આવે છે. ત્યારે દર્શન કરવા મૃતકના મોનો ભાગ ખુલ્લો રાખવામાં આવે છે. ત્યારે પી.એમ.બાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીએ મૃતદેહ સાફ નહી કરતા અંતિમક્રિયા વખતે મૃતદેહનુ મોં ઢાંકવાની ફરજ પડી હતી. મૃતદેહ અંતિમ વિધિ માટે વિસનગર સાર્વજનીક સ્મશાનમાં લઈ જવામાં આવ્યો ત્યારે ગેસ ચેમ્બરમાં મુકવા માટે મૃતદેહ સ્ટેન્ડ ઉપર મુકતા તે વખતે પણ લોહી ટપકતુ હતુ. આ દ્રશ્ય જોઈ મૃતકના સ્વજનોમાં ભારે અરેરાટી ફેલાયેલી જોવા મળી હતી.
આ તમામ દેખરેખ રાખવાની જવાબદારી તથા મોતનો મલાજો જળવાય તેનુ ધ્યાન રાખવાની જવાબદારી સિવિલ હોસ્પિટલના અધિક્ષક પારૂલબેન પટેલની છે. પરંતુ હોસ્પિટલના અધિક્ષકની નિષ્કાળજીના કારણે અત્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્રનો વહિવટ ખાડે ગયો છે. ર્ડા.પારૂલબેન પટેલ ગાયનેક ર્ડાક્ટર છે. સગર્ભા મહિલાઓની સોનોગ્રાફી માટે સરકારે કિંમતી સોનોગ્રાફી મશીન આપ્યુ છે. પરંતુ ર્ડા.પારૂલબેન પટેલની મનમાનીના કારણે ગરીબ, જરૂરીયાતમંદ પરિવારની સગર્ભા મહિલાઓને વિનામુલ્યે સોનોગ્રાફીનો લાભ લેવા માટે ધક્કા ખાવા પડે છે. ઈન્ચાર્જ સીવીલ સુપ્રિટેન્ડેન્ટને સમય હોય તોજ સોનોગ્રાફી કરાય છે, નહીતો સગર્ભા મહિલાને ધુતકારી કાઢી મુકાય છે. ર્ડા.પારૂલબેન પટેલ ઓપરેશન કરતા નથી. ત્યારે ગરીબ જરૂરીયાતમંદ મહિલાઓને સોનોગ્રાફીનો પણ લાભ આપતા નથી. જેના કારણે સગર્ભા મહિલાઓને ફરજીયાત ખાનગી ર્ડાક્ટર પાસે સોનોગ્રાફી તથા સીઝેરીયન કરાવવા પડે છે. શહેરના ખાનગી ર્ડાક્ટરોને લાભ કરાવવા સિવિલમાં ઓપરેશન અને સોનોગ્રાફી કરાતી નથી એવુ તો નથી ને? આ બાબતે ગરીબ પરિવારના લોકો ભારે બળાપો કાઢી રહ્યા છે.
સિવિલમાં પી.એમ.બાદ મૃતદેહ સાફ કરીને આપવામાં નહી આવતા આ બાબતે હોસ્પિટલના પટાવાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે પી.એમ.રૂમમાં પાણીની સગવડ નથી. પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. જેથી પી.એમ.બાદ મૃતદેહ સાફ કરી શકાતો નથી. સીવિલમાં પી.એમ. માટે ખોપડીનો ભાગ છરા અને હથોડીથી ખોલવામાં આવે છે. જેના માટે ઈલેક્ટ્રીક કરવતની સુવિધા છે. જે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર વસાવી શકતુ નથી. રોગી કલ્યાણ સમિતિમાં થતી લાખ્ખોની આવક કોની સુવિધા માટે ખર્ચાય છે તે પ્રશ્ન છે.

Leave a comment

Back to Top