You are here
Home > News > રૂા.૧૬૮ લાખના ખર્ચે બનનાર ઉમતાથી કિયાદર રોડનુ – ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

રૂા.૧૬૮ લાખના ખર્ચે બનનાર ઉમતાથી કિયાદર રોડનુ – ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

રૂા.૧૬૮ લાખના ખર્ચે બનનાર ઉમતાથી કિયાદર રોડનુ
ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સરકારે તાલુકાના ઉમતા-કીયાદર ગામને જોડતો ૪.૨ કી.મી. રોડ બનાવવા માટે રૂા.૧૬૮ લાખ મંજુર કર્યા હતા. જે રોડનુ ગત શુક્રવારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ એલ.કે.પટેલ, ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલ, કીયાદરના સરપંચ ભરતભાઈ ચૌધરી, કોષાધ્યક્ષ મહેશભાઈ પટેલ(સુંશી), મુકેશભાઈ પટેલ, કિર્તીભાઈ પટેલ સહિત ઉમતા તથા કિયાદરગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં તાલુકામાં અનેકવિધ લોકપયોગી વિકાસકામો થયા છે. જેમાં વિસનગર તાલુકાના ઉમતાથી કીયાદર ગામને જોડાતા ૪.૨ કી.મી.ના કાચા રસ્તાથી બન્ને ગામના ખેડૂતો ઘણા વર્ષોથી હેરાન-પરેશાન હતા. ચોમાસા દરમિયાન રસ્તા ઉપર પાણી ભરાતા ખેડૂતોને ખેતરમાં આવવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. કેટલાક ખેડૂતો તો ખેતરમાં જઈ શકતા નહતા. ત્યારે બન્ને ગામના ખેડૂતોની મુશ્કેલી દુર કરવા માટે ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની રજુઆતથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મતોના રાજકારણને બાજુમાં રાખીને આ રોડ બનાવવા માટે સરકારમાંથી રૂા.૧૬૮ લાખ મંજુર કરાવ્યા હતા. જે રોડનું ગત તા.૨૦-૪ ના રોજ ધારાસભ્ય         ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. રોડનુ ખાતમુહુર્ત થતા બન્ને ગામના ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. જોકે ગામના વિકાસકાર્યમાં ઉમતા ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે પંચાયતના કોઈ સદસ્ય હાજર ન રહેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કાર્યક્રમમાં ઉમતાના ભુવાજી ગાભાભાઈ રબારી તથા કિયાદર સરપંચ ભરતભાઈ ચૌધરીએ સાલ ઓઢાડી ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ સન્માન કર્યુ હતુ. જ્યારે ઉમતાના સમાજસેવક રબારી ઈશ્વરભાઈ રેવાભાઈ તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Leave a Reply

Top