ટેન્ડરની મુદત પુરી થઈ નથી તો આટલી ઝડપી કામગીરી કઈ રીતે-ગીરીશભાઈ પટેલ સ્વચ્છ કરાયેલા દેળીયા તળાવમાં ફરીથી સફાઈ હાથ ધરાઈ

ટેન્ડરની મુદત પુરી થઈ નથી તો આટલી ઝડપી કામગીરી કઈ રીતે-ગીરીશભાઈ પટેલ સ્વચ્છ કરાયેલા દેળીયા તળાવમાં ફરીથી સફાઈ હાથ ધરાઈ

News, Prachar News No Comments on ટેન્ડરની મુદત પુરી થઈ નથી તો આટલી ઝડપી કામગીરી કઈ રીતે-ગીરીશભાઈ પટેલ સ્વચ્છ કરાયેલા દેળીયા તળાવમાં ફરીથી સફાઈ હાથ ધરાઈ

ટેન્ડરની મુદત પુરી થઈ નથી તો આટલી ઝડપી કામગીરી કઈ રીતે-ગીરીશભાઈ પટેલ
સ્વચ્છ કરાયેલા દેળીયા તળાવમાં ફરીથી સફાઈ હાથ ધરાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના દેળીયા તળાવની સફાઈ હાથ ધરાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ટેન્ડર પાડ્યા બાદ પુરા દિવસો મળતા નથી તો કઈ રીતે તાત્કાલીક સફાઈ હાથ ધરાઈ તેમ જણાવી પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે તળાવ સફાઈ કામગીરી ઉપર શંકા વ્યક્ત કરી છે.
સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા દેળીયુ અને મધેક તળાવ સાફ કરવા માટે શોર્ટ મુદતનુ ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સુધારા ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. ત્યારે તા.૪-૫-૨૦૧૮ ના રોજ સવારથી યુધ્ધના ધોરણે દેળીયા તળાવની સફાઈ હાથ ધરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત છેકે આ તળાવ છ માસ પહેલાજ સાફ કરવામાં આવ્યુ હોવાનુ પાલિકા દ્વારા જાણવા મળ્યુ છે. તળાવની સફાઈ હાથ ધરવામાં આવતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતું કે પાલિકાની તળાવ સફાઈ ટેન્ડરીંગમાં અનેક શંકાઓ ઉપજે તેવી રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે. પહેલુ ટેન્ડર ૨૮ કે ૨૯ તારીખે પડાયુ. ત્યારબાદ સુધારા ટેન્ડર પાડવામાં આવ્યુ. ત્રણ દિવસની શોર્ટ ટર્મ મુદત હતી. એપ્રીલનો ચોથો શનિવાર ૨૮ અને રવિવાર ૨૯ તારીખે રજા હતી. ત્યારે આ બે દિવસની રજાઓમાં ટેન્ડર આવ્યા ક્યાથી અને કઈ રીતે વર્કઓર્ડર આપવામાં આવ્યો. તળાવ સફાઈનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. ઈન્ચાર્જ ચીફ ઓફીસર મામલતદાર આ કામગીરીથી અજાણ છે. સેનેટરી ઈન્સ્પેક્ટર સફાઈ શરૂ થઈ તે બાબતે જાણતા નથી તો કોની સુચનાથી અને કોના ઈશારે તળાવની સફાઈ હાથ ધરવામાં આવી? વળી પાલિકામાં સરકારના પરિપત્રનો આવો ઝડપી અમલ ક્યારથી શરૂ થયો તે સમજાતુ નથી. પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવાનો પરિપત્ર ૨૦૧૬ માં થયો હતો. ત્યારે એક વર્ષ બાદ ૨૦૧૭ માં પાછલા બારણે અમલ કરાયો, તેમાં પણ અનેક શંકાઓ છે. પગાર પંચનો અમલ કરવામાં કર્મચારીઓ પાસેથી ખોટી રીતે ઉઘરાણા કરાયા તેનો વિરોધ છે. અમે કર્મચારીઓના હિતનો વિરોધ કરતા નથી. પરંતુ વહિવટમા જે ગેરરીતિ ચાલી રહી છે તેનો વિરોધ કરીએ છીએ. પાલિકાના નાણાંનો ખોટો વ્યય થઈ રહ્યો છે તેનો વિરોધ કરીએ છીએ. તળાવ સફાઈનુ ટેન્ડરીંગ કર્યા બાદ સમયમર્યાદા જળવાઈ નથી તેમ છતાં યુધ્ધના ધોરણે તળાવ સાફ કરવામાં આવતા પાલિકાના વહિવટ પ્રત્યે અનેક શંકા કુશંકાઓ થઈ રહી છે.

Leave a comment

Back to Top