You are here
Home > News > વિસનગરમાં અનુસુચિત જાતિ સર્વજ્ઞાતિય પ્રથમ સમુહલગ્નોત્સવ ઉજવાયો

વિસનગરમાં અનુસુચિત જાતિ સર્વજ્ઞાતિય પ્રથમ સમુહલગ્નોત્સવ ઉજવાયો

વિસનગરમાં અનુસુચિત જાતિ સર્વજ્ઞાતિય પ્રથમ સમુહલગ્નોત્સવ ઉજવાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અંત્યોદય સાર્વજનિક ટ્રસ્ટ આયોજીત અનુસુચિત જાતિ-સર્વજ્ઞાતિય પ્રથમ સમુહલગ્નોત્સવ તા.૨૯-૪-૨૦૧૮ રવિવારે વિશાલ પાર્ટીપ્લોટ, કાંસા એન.એ.વિસનગર ખાતે ઉજવાયો. અનુસુચિત જાતિ-સર્વજ્ઞાતિ ૨૧-એક્વીસ નવદંપત્તિઓએ ભાગ લીધો હતો. સમારંભના અધ્યક્ષસ્થાને આનંદ બાબુભાઈ દેસાઈ, ઉદ્‌ઘાટક તરીકે કે.કે.ચૌહાણ- પૂર્વ કલેક્ટર, મુખ્ય મહેમાન પદે ખેમાભાઈ સોલંકી, ગણપતભાઈ પરમાર, જયંતિભાઈ પરમાર, ર્ડા.અમૃત પરમાર, ર્ડા.અરૂણ રાજપૂત, વિઠ્ઠલભાઈ લેઉવા, દશરથભાઈ પરમાર, પ્રવિણભાઈ ચૌહાણ, મનુભાઈ નાયક, જગદીશભાઈ સામઢિયા, મુખ્ય આમંત્રિત મહેમાનોમાં ખુશાલભાઈ સોલંકી, રાજુભાઈ પરમાર, મુળજીભાઈ મકવાણા, જોઈતાભાઈ મકવાણા, મુકેશભાઈ દેસાઈ, બાબુભાઈ સોલંકી, ડાહ્યાભાઈ પરમાર, ગણપતભાઈ ડી.પરમાર, ભોગીલાલ ચૌહાણ, પરસોત્તમભાઈ પરમાર, ત્રિકમલાલ મકવાણા, પરિક્ષિતભાઈ પરમાર, નરેશભાઈ નાગર, કાન્તિલાલ પરમાર, અમિષાબેન સરપંચ, મીનાબેન તાલુકા ડેલીગેટ, અતિથિ વિશેષ પદે પ્રહલાદભાઈ શ્રીમાળી, પ્રવિણભાઈ રાઠોડ, ધનજીભાઈ જાદવ, રેવાભાઈ રાવત, અરવિંદભાઈ નાયક, અનિલભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, ભરતકુમાર જાદવ, કમલેશભાઈ રાઠોડ, બાબુભાઈ પરમાર, ડાહ્યાભાઈ ચૌહાણ, લક્ષ્મણભાઈ પરમાર, કડવાભાઈ રાવત, મંગાભાઈ રાવત, મફતલાલ પરમાર, હિરાભાઈ રાઠોડ, પ્રતાપભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાંસા એન.એ. વિસ્તારની નાની બાળાઓના સ્વાગતગીતથી શરૂઆત કરવામાં આવી. મંચસ્થ મહેમાનો અને દાતાશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો. વિદ્વાન આચાર્ય રમણલાલ શ્રીમાળી (વડનગરવાળા), શાસ્ત્રોક્ત વિધિ – મંત્રોચ્ચારથી ૨૧ નવદંપત્તિઓની લગ્નવિધિ સંપન્ન કરાવી.
સમારંભ અધ્યક્ષ આનંદ બાબુભાઈ દેસાઈએ આગામી થનાર સમુહલગ્નમાં તેમના તરફથી ભોજન વ્યવસ્થાની જાહેરાત કરી. સૌ આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, ૨૧ નવદંપત્તિઓ, પધારેલ સર્વજ્ઞાતિય સમાજના આગેવાનોનું સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પરમારે શાબ્દિક સ્વાગત કર્યુ. મહેમાનો અને દાતાશ્રીઓનુ ફુલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યુ. આજના પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પરમાર તરફથી સુંદર સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા અને રાજુભાઈ પરમાર પૂર્વ તાલુકા ડેલીગેટ તરફથી મીનરલ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેમાભાઈ સોલંકીએ નવદંપત્તિઓને આશીર્વાદ આપી સારી વ્યવસ્થા આયોજન દ્વારા સમાજની એકતાના દર્શન કરાવવા બદલ આયોજકોનો આભાર માન્યો. ગણપતભાઈ પરમારે ર્ડા.બાબા સાહેબ આંબેડકરના ચીંધેલા રાહે અનુસૂચિત જાતિના સર્વ જ્ઞાતિઓને છેવાડાના માણસ સુધી એક મંચ ઉપર ભેગા કરી એકતાના દર્શન કરાવવા બદલ આનંદ વ્યક્ત કર્યો. આ પગલુ આવકારદાયક અને સરાહનીય છે તેમ જણાવી આયોજકોને અભિનંદન આપી બિરદાવ્યા. મનુભાઈ નાયકે નવદંપતિઓને શુભ આશીર્વાદ આપી એમની આગવી શૈલી અને છટાથી સર્વજ્ઞાતિય સમાજની એકતાને બિરદાવી. સમાજમાં કુરિવાજો, અંધશ્રધ્ધા અને વ્યસનમુક્તિ જેવાં દુષણો શિક્ષણના ફેલાવા દ્વારા દૂર કરવા જણાવ્યુ. કે.કે.ચૌહાણે નવદંપતિઓને આશીર્વાદ આપી સૌને જણાવ્યું કે અન્ય સમાજો કરતાં આપણો સમાજ વિકાસના પંથે ખુબજ પાછળ છે. આપણે પણ તેમની જેમ વિકાસ કરવા પ્રયત્નો કરવા જરૂરી છે. અને તે માટે વ્યાપક પ્રમાણમાં શિક્ષણ મેળવવું જરૂરી છે. આવાં સમુહલગ્નો સમાજમાં ફરજિયાતપણે હોવાં જોઈએ જેથી નકામાં ખોટા ખર્ચા બચાવી શકાય અને સામાજિક એકતા જળવાઈ રહે. કુ.મહેંક અગ્રવાલ ધોરણ-૮ માં અભ્યાસ કરે છે. તેણીએ બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરા-દીકરી એક સમાન ગણો, દિકરી સાપનો ભારો નહિ પણ તુલસીનો ક્યારો છે, એમ જણાવી આક્રોશભરી જોસીલી વાણીમાં સ્ત્રીભૃણ હત્યા અટકાવવા વિશે સચોટ અને ચોટદાર ભાષામાં રજુઆત કરી, હૃદયવેધક વાણી સાંભળી સૌ શ્રોતાજનોની આંખો દુઃખમય અશ્રુભીની થઈ ગઈ. ૨૧ નવદંપત્તિઓ જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા તેમને દાતાશ્રીઓ તરફથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘરવખરી ચીજવસ્તુઓની કીટ બનાવી દાન-ભેટ તરીકે આપવામાં આવી. ઉદ્‌ઘોષક તરીકે ગોવિંદભાઈ રાવત, ચિમનભાઈ રાઠોડ, રમેશભાઈ પરમાર અને અંબાલાલ ચૌહાણની ટીમે સુંદર, સુચારું અને સફળ સંચાલન કર્યુ. સ્વાગત કમિટિ, વ્યવસ્થાપક કમિટિ, રસોડા કમિટિ, પાણી કમિટિ, સ્ટેજ મંડપ કમિટિ, સ્વયંસેવકો વગેરે સુંદર અને સરાહનીય કામગીરી કરેલી જે બિરદાવવા લાયક છે. અંબાલાલ ચૌહાણે આભારવિધિમાં સમુહલગ્નમાં પધારેલ સર્વ આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, નવદંપત્તિઓ અને આ મહાનયજ્ઞમાં જેમણે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પોતાનું સમય-શક્તિનુ યોગદાન આપવા બદલ, સંસ્થાના આયોજકો અને સૌ નામી-અનામી સૌએ ફાળો આપી આ કાર્યક્રમ શાંતિપૂર્વક સમયસર સફળ કરાવવા બદલ સૌનો આભાર માન્યો હતો.

Leave a Reply

Top