You are here
Home > News > વિસનગર તાલુકાના રંગાકુઈથી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનનો શુભારંભ કરાયો સરકારના જળસંગ્રહ અભિયાનથી લોકોને ફાયદો થશે-ના.મુખ્યમંત્રી નિતિનભાઈ

વિસનગર તાલુકાના રંગાકુઈથી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનનો શુભારંભ કરાયો સરકારના જળસંગ્રહ અભિયાનથી લોકોને ફાયદો થશે-ના.મુખ્યમંત્રી નિતિનભાઈ

વિસનગર તાલુકાના રંગાકુઈથી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનનો શુભારંભ કરાયો
સરકારના જળસંગ્રહ અભિયાનથી લોકોને ફાયદો થશે-ના.મુખ્યમંત્રી નિતિનભાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
૧ લી મે ગુજરાત સ્થાપના દિને રાજય સરકાર દ્વારા ચોમાસા પહેલા જળસંગ્રહ ક્ષમતા વધારવા સુજલામ સુફલામ જળસંગ્રહ મહાઅભિયાનનું આયોજન કરાયુ છે. જેમા વિસનગર એ.પી.એમ.સી.ના સહયોગથી તાલુકાના ર૩ ગામોના તળાવો ઉંડા કરવાનું તથા નહેરોની સાફ સફાઈ કરવાનુ કામ યુધ્ધના ધોરણે હાથ ધરાશે. રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે ગત મંગળવારે તાલુકાના રંગાકુઈ ગામથી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે આગઝરતી ગરમીમાં પણ લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે પાણીએ દરેક જીવ માટે મુખ્ય જરૂરીયાત છે જેથી સરકારે ગુજરાત સ્થાપના દિવસે જળસંચય અભિયાન થકી ગ્રામલક્ષી, ખેડુતલક્ષી અને પ્રજાલક્ષી ઉજવણી કરવાનું આયોજન કર્યુ છે. જેમા લોક ભાગીદારીથી મહેસાણા જીલ્લાના સુજલામ સુફલામ જળ અભિયાનમા ર૦૯૦ જેટલા કામો થવાના છે. જેમા વિસનગર એ.પી.એમ.સી.ના સહયોગથી વિસનગર તાલુકાના રંગાકુઈ સહિત વિસનગર તરભ, કોમલપુર, (ગોઠવા), ભાલક, સદુથલા, જેતલવાસણા, ભાન્ડુ, બાસણા, બોકરવાડા, કુવાસણા, કમાણા, ગોઠવા, ગુંજા સહિતના ગામમાં તળાવો ઉંડા કરવાનું તથા નહેરોની સાફ સફાઈ કરવાનું કામ હાથ ધરાશે. આ ઉપરાંત પાણી પુરવઠા અને જળ સંપતિ નિગમ દ્વારા એર વાલ્વના નિરિક્ષણની કામગીરી, વન વિભાગ દ્વારા વન તલાવડી અને નગરપાલિકા દ્વારા વરસાદી પાણીની લાઈનની સફાઈના કામો પણ કરાશે. સરકારના જળસંગ્રહ અભિયાનથી લોકોની સુખાકારી સુવિધાઓમા વધારો થશે. જયારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે હિંમતભર્યા નિર્ણયો લીધા છે તે બીજી કોઈ સરકાર ન લઈ શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયોથી દેશનો દિન પ્રતિદિન વિકાસ થયો છે. જેના કારણે આવનારી લોકસભાની ચુંટણીઓમા ફરીથી ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવશે અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે. હાલમાં રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળસંગ્રહ માટે તળાવો ઉંડા કરવાનુ રાજ્ય વ્યાપી અભિયાન ઉપાડયુ છે. જેમા વિસનગર એ.પી.એમ.સી.ના સહયોગથી તાલુકાના રંગાકુઈ ગામથી તળાવ ઉંડુ કરવાનો શુભારંભ કરાયો છે. હવે ગામનુ તળાવ સારી રીતે ખોદાય તે જોવાની જવાબદારી ગ્રામ પંચાયત અને ગ્રામજનોની છે. આ સાથે ધારાસભ્યશ્રીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના જળ અભિયાનના આયોજનને બિરદાવી તેમનો આભાર માન્યો હતો. જયારે પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુ્‌ખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વમા ગુજરાતમાં થયેલા સર્વાગી વિકાસની ભારોભાર પ્રશંસા કરી હતી. અને આવનારા સમયમાં ફરીથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે તેવો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મહેસાણા જીલ્લા સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પુર્વ મંત્રી રજનીભાઈ પટેલ, જીલ્લા કલેકટર એચ.કે. પટેલ, મહેસાણા એ.પી.એમ.સી.ના ચેરમેન ખોડલભાઈ પટેલ, ખેતી બેન્કના ચેરમેન ધિરેનભાઈ પટેલ, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ નિતિનભાઈ પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, રાજુભાઈ પટેલ (આર.કે), પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ ચૌધરી, રાજ્ય મહિલા આયોગના ડિરેક્ટર વર્ષાબેન પટેલ, શકુન્તલાબેન એ.પટેલ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ કે.સી.પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, ટી.ડી.ઓ.વિજયભાઈ ચૌધરી, વન વિભાગના અધિકારી ડાહ્યાભાઈ ચૌધરી, રંગાકુઈ સરપંચ અસ્મિતાબેન ચૌધરી, સહિત જીલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કાન્તિભાઈ ચૌધરીએ કરી હતી.

Leave a Reply

Top