You are here
Home > News > અડાલજ ત્રિમંદિર સંચાલિત – દાદા ભગવાનના સત્સંગ સેન્ટરનો વિસનગરમાં શુભારંભ

અડાલજ ત્રિમંદિર સંચાલિત – દાદા ભગવાનના સત્સંગ સેન્ટરનો વિસનગરમાં શુભારંભ

અડાલજ ત્રિમંદિર સંચાલિત
દાદા ભગવાનના સત્સંગ સેન્ટરનો વિસનગરમાં શુભારંભ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અડાલજ ત્રિમંદિર દ્વારા સંચાલિત દાદા ભગવાનનુ નવીન સત્સંગ સેન્ટર કાંસાના વતની એ.પી.ઈન્ડેન ગેસ મહેસાણાવાળા અંબુજી પનાજી રાજપૂત કુટુંબના સહયોગથી વિસનગર શહેરમાં શરૂ થઈ ગયુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદા ભગવાનના અનુયાયીઓ વિસનગરમાં વધતા અડાલજ ત્રિમંદિર સંચાલિત દાદા ભગવાનનું સત્સંગ સેન્ટર વિસનગર શહેરમાં સ્ટેશન રોડ ઉપર ગોલ્ડ કોઈન માર્કેટમાં બાળકોના ર્ડાક્ટર નરેશભાઈના ઉપરના માળે તાલુકા પંચાયત સામે તા.૮-૫-૨૦૧૮ ના રોજ સવારે ધામધુમથી આપ્ત પુત્રો, મહાત્માઓ અને મુમુક્ષોની હાજરીમાં શુભારંભ કરાયો છે. સીમંધર સ્વામીની પ્રતિમા “પ્રચાર”ના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના નિવાસ્થાન હરીહર સોસાયટીમાં રાખવામાં આવી હતી. જેથી સવારે ૮-૦૦ કલાકે સીમંધર સ્વામી, શિવજી અને શ્રી કૃષ્ણની પ્રતિમાઓનો વરઘોડો ચાર ઘોડાની બગીમાં ધામધુમથી નીકળ્યો હતો. વરઘોડામાં હરીહર સોસાયટીના રહીશો, આપ્ત પુત્રો, મહાત્માઓ અને મુમુક્ષો જોડાયા હતા. ૯-૩૦ કલાકે ત્રણે મૂર્તિઓની સત્સંગ સેન્ટરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મૂર્તિઓની પ્રતિષ્ઠા પહેલા દાદા ભગવાન સેન્ટરનુ કાંસાના વતની, મહેસાણા એ.પી.ઈન્ડેન ગેસ એજન્સીવાળા ભરતસિંહ અંબુજી રાજપૂત, કમલેશસિંહ અંબુજી રાજપૂત, અંબુજી પનાજી રાજપૂત દ્વારા લાખોની કિંમતની સમર્પિત કરાયેલ બે દુકાનોમાં તેમની ઉપસ્થિતિમાં તથા “પ્રચાર’”ના તંત્રી બાલમુકુન્દ બ્રહ્મભટ્ટની હાજરીમાં રીબીન કાપી ઉદ્‌ઘાટન કરવામાં આવતા હાજર રહેલ આપ્ત પુત્રો, મહાત્માઓ અને મુમુક્ષોએ તાળીઓની વધાવી લીધા હતા. બપોરે ૧૧-૩૦ કલાકે તમામ ભગવાનોની આરતીઓ પછી કાંસાના વતની એ.પી.ઈન્ડેન વાળા અંબુજી પનાજી રાજપૂત કુટુંબના સહયોગથી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેનો લાભ દરેક હાજર લોકોએ લીધો હતો. અંબુજી પનાજી રાજપૂતની હાજરીની નોંધ તમામ હાજર લોકોએ લીધી હતી. ગર્ભ શ્રીમંત હોવા છતાં અંબુજી રાજપૂતની સાદગી ધ્યાન ખેંચતી હતી. આજ સાદગીથી દાદા ભગવાનના તેમના ઉપર આશીર્વાદ છે. સત્સંગ સેન્ટર શનિવાર, રવિવારના રોજ સાંજે ચાલશે. શનિવારે મહિલાઓ અને પુરુષોનો સત્સંગ જુદો જુદો રખાશે. રવિવારે મહિલા અને પુરુષોનો સત્સંગ સાથે રહેશે. સત્સંગનો સમય ચાર વાગ્યા આસપાસનો રહેશે. વધુ માહિતી માટે નારાયણભાઈ મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૫૬૪૭૨, પ્રહેલાદભાઈ ૯૮૨૫૧૨૫૪૨૨ ઈશ્વરભાઈ ૯૦૧૬૮૦૦૪૦૬ નો સંપર્ક કરવો.

Leave a Reply

Top