You are here
Home > News > જળસંચયના તાયફામાં ભાજપનું પાણી મપાઈ ગયુ – ટીમ્બા ગામે તળાવ ઉંડા કરવાના મુખ્યમંત્રીના કાર્યક્રમનો ફિયાસ્કો

જળસંચયના તાયફામાં ભાજપનું પાણી મપાઈ ગયુ – ટીમ્બા ગામે તળાવ ઉંડા કરવાના મુખ્યમંત્રીના કાર્યક્રમનો ફિયાસ્કો

જળસંચયના તાયફામાં ભાજપનું પાણી મપાઈ ગયુ
ટીમ્બા ગામે તળાવ ઉંડા કરવાના મુખ્યમંત્રીના કાર્યક્રમનો ફિયાસ્કો

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સોમવારે સતલાસણા તાલુકાના ટીમ્બા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જાતે શ્રમદાન કરીને તળાવ ઉંડુ કરવાનો પ્રારંભ કરાશે તેવુ આયોજન અઠવાડીયા પહેલા નક્કી કરાયુ હતુ. પરંતુ સરકારી તંત્ર દ્વારા લોકો સુધી આવાત ન પહોચાડતા ટીમ્બા ખાતે ગોઠવેલી હજારો ખુરશીઓમા માત્ર ૩પ૦ ઉપરાંત લોકો જ આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોય તેવુ લાગતુ હતુ.
ટીંબા તળાવને ઉંડુ કરવાની જાહેરાત પછી ભાજપના કાર્યકરોને જ સમયસર જાણ કરવામા આવી નહોતી. તેમજ ટીંબા તળાવ ઉંડુ થાય તો ભરાયેલા તળાવથી આજુબાજુના ગામોને લાભ થાય છે તે ગ્રામજનોને પણ કાર્યક્રમમાં લાવવાની ગોઠવણ કરવામાં આવી નહોતી. એક સાથે બે કાર્યક્રમો હોવાથી તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ સતલાસણા ખાતેના કાર્યક્રમમાં આગલી રાત સુધી વ્યસ્ત હતા પરંતુ ટીમ્બા ખાતેના કાર્યક્રમની જવાબદારી સંભાળતા ભાજપના આગેવાનોએ ભારે નિષ્કીયતા રાખી હોવાનુ ચર્ચાય છે.
રાજ્ય સરકારે ૧લી મેથી ૩૧મે સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરુ કર્યુ છે. જેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રમદાન કરી ટીંબા તળાવને ઉડું કરવાની કામગીરીનો શુભારંભ કર્યો હતો.મુખ્યમંત્રીએ પુજાવિધિ કરી શ્રીફળ વધેરી ત્રિકમ વડે ખાડો કરી કામગીરીનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભી, પુર્વ સાંસદ નટુજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ, નર્મદા નિગમના ડાયરેક્ટર વી.વી.રાવલ, સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર, ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભિખાલાલ ચાચરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી ડૉ.અનિલ પટેલ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી, નિવાસી કલેકટર રમેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે વરસાદના વહી જતા પાણીને રોકીને ભુગર્ભ જળભંડાર સમૃધ્ધ બનાવવા સંકલ્પ બધ્ધ બનીએ. આ જળ અભિયાનથી૧૧૦૦૦ લાખ ધનફુટ વરસાદી પાણીના સંગ્રહથી દુષ્કાળને ભુતકાળ બનાવવા આહ્‌વાન કર્યુ હતુ. નદી નાળા મારફત રણ કે દરિયામાં વહી જતા વરસાદી પાણીને તળાવો જળાશયો ચેકડેમો વગેરેમાં રોકી વિરાટ પ્રમાણમાં જળસંચય કરવા રાજ્ય સરકારે જન સહયોગથી મહાઅભિયાન હાથ ધર્યુ છે.
સતત એક મહિના સુધી ચાલનારા આ મહાઅભિયાનથી આગામી વરસાદી મોસમ પહેલા જળ સંગ્રહના કામો મોટા પાયે હાથ ધરાશે. આ મહા અભિયાનથી રાજ્યમાં ૧૩ હજારથી વધુ તળાવો ઉંડા કરીને ૩૪ મૃત પ્રાય નદીઓને પુનઃ જીવીત કરીને ચેકડેમો ખેત તલાવડીઓ મારફત ૧૧ હજાર લાખ ધનફુટ પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. વરસાદના પાણીનો સંગ્રહ કરી જમીનમાં ઉતારીને જળ સંચય અને જળસંગ્રહ કરીએ તો જ ખેતી, પશુપાલન અને આપણા વપરાશ વગેરે માટે પુરતુ પાણી મળી રહેશે. ભાવિ પેઢીઓને સમૃધ્ધ જળ ભંડાર વારસામાં આપવાની આપણી સૌની ફરજ છે. મહેસાણા જિલ્લામાં ૧ર૧ તળાવો ઉંડા કરવા ૬૬ ચેકડેમો ડીસીલ્ટીંગ કરવા, ૬ ચેકડેમો રીપેરીંગ કરવા અને ૧૪ કિ.મીની લંબાઈની નહેરોની સફાઈ કરવાનું આયોજન કરાયુ છે. ટીંબા તળાવની કેપેસીટી ૪.પ૦ એમ.સી.એફ.ટીથી વધીને સાત એમ.સી.એફ.ટી. કરાશે.
મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય અને ઓછી સંખ્યામાં લોકો આવે તે માટે ડી.ડી.ઓએ ટી.ડી.ઓને તતડાવ્યા હતા અને ખુલાસો કરવા જણાવ્યુ હતુ. ભાજપવાળા કહે છે કે લગ્નની સિઝન અને ગરમીને કારણે લાકો ઓછા આવ્યા ત્યારે હકીકતમાં ભાજપના કાર્યકરો અને સરકારી તંત્રની અણ આવડતથી લોકો ઓછા આવ્યા છે તેવું સ્પષ્ટ જોવા મળતુ હતુ.

Leave a Reply

Top