નાના વેપારીઓની અવગણના, ગત કમિટિમાં નિયમ વિરુધ્ધના સભ્યોનો જવાબ નહિ આપી શકતા  –  વેપારી મહામંડળના મંત્રી કીર્તિભાઈ પટેલે પ્રમુખનો દાવો જતો કર્યો

નાના વેપારીઓની અવગણના, ગત કમિટિમાં નિયમ વિરુધ્ધના સભ્યોનો જવાબ નહિ આપી શકતા – વેપારી મહામંડળના મંત્રી કીર્તિભાઈ પટેલે પ્રમુખનો દાવો જતો કર્યો

News, Prachar News No Comments on નાના વેપારીઓની અવગણના, ગત કમિટિમાં નિયમ વિરુધ્ધના સભ્યોનો જવાબ નહિ આપી શકતા – વેપારી મહામંડળના મંત્રી કીર્તિભાઈ પટેલે પ્રમુખનો દાવો જતો કર્યો

નાના વેપારીઓની અવગણના, ગત કમિટિમાં નિયમ વિરુધ્ધના સભ્યોનો જવાબ નહિ આપી શકતા
વેપારી મહામંડળના મંત્રી કીર્તિભાઈ પટેલે પ્રમુખનો દાવો જતો કર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વેપારી મહામંડળમાં જેમનો પ્રમુખ તરીકેનો પ્રબળ હક્ક હતો તે કીર્તિભાઈ પટેલે પ્રમુખ તરીકેની દાવેદારી જતી કરવા માટેની જાહેરાતથી વેપારી આલમમાં ભારે ચરચાર જાગી છે. છેલ્લી મીટીંગમાં થયેલી ચર્ચાઓમાં નાના અને મોટા માણસોના ભેદભાવ ઉભા થતા દ્રવી ઉઠેલા કીર્તિભાઈએ પ્રમુખ તરીકેની દાવેદારી જતી કરી હોય તેવું તારણ કાઢી શકાય છે.
વેપારી મહામંડળની જનરલ સભા મળ્યા બાદ રચાયેલી ૨૧ સભ્યોની કોર કમિટિની મીટીંગ તારીખ ૨૬-૪-૨૦૧૮ ના રોજ તૈયાર કરાયેલા બંધારણની સમીક્ષા કરવા માટે મળી હતી. ૨૧ સભ્યોની કોર કમિટિમાંથી માંડ નવ થી દસ સભ્યો અને છેલ્લા મોડા આવેલા બે સભ્યોથી અગીયારથી બારની સભ્ય સંખ્યા થઈ હતી. પ્રથમ મીટીંગમાં કયા એસોસીએશનો છે તે બાબતની ચર્ચા થતા “પ્રચાર”ના તંત્રી બાલમુકુન્દ બ્રહ્મભટ્ટ જે પાલિકા દુકાન ભાડા એસોસીએશનના નવસો સભ્યો છે તેના પ્રમુખ છે. આ એસોસીએશનના જુદા જુદા એસોસીએશનો સભ્યો હોઈ આ એસોસીએશન વેપારી મહામંડળનું સભ્ય બની શકે નહિ તેવો પ્રસ્તાવ આવ્યો હતો. હકીકત આ નવસોની સભ્ય સંખ્યાવાળા એસોસીએશનમાં ૧૩૦ સભ્યો કોઈપણ એસોસીએશનમાં નથી પણ આ એસોસીએશનના પ્રમુખ “પ્રચાર” તંત્રી બાલમુકુન્દ બ્રહ્મભટ્ટની ઉપપ્રમુખ પદની દાવેદારી હોવાથી આ એસોસીએશનને મહામંડળમાંથી કાઢવામાં આવે તો તેનો પ્રમુખ દાવેદારી કરી શકે નહિ તે આશયથી આ એસોસીએશનને મહામંડળનુ સભ્યપદ નહિ આપવાની ચર્ચા થઈ હતી. જોકે બાલમુકુન્દ બ્રહ્મભટ્ટે ઉપપ્રમુખની દાવેદારી તે સમયેજ પડતી મુકી હતી. બીજી ચર્ચા એવી હતી ગંજબજારના એક વેપારીઓ દાવો એવો હતો કે રીક્ષા એસોસીએશનને વેપારી મહામંડળમાં સભ્ય ચાલુ રખાય તો રીક્ષાવાળા સાથે ગંજબજારના વેપારીઓએ ઉચીત નહિ લાગવાથી રીક્ષા એસોસીએશનને મહામંડળનુ સભ્યપદ નહિ આપવા ચર્ચા થઈ હતી. છેલ્લે એવો નિર્ણય લેવાયો હતો કે ડ્રાઈવીંગ કરતા કોઈપણ એસોસીએશનને મહામંડળનું સભ્યપદ નહિ અપાય જેથી લક્ઝરી એસોસીએશન પણ મહામંડળમાંથી રદ કરવાનું ચર્ચાયુ હતુ. છેલ્લે વાત આવી કડીયા એસોસીએશનની. આ એસોસીએશનના સભ્યો પણ મોટા વેપારીઓ જોડે બેસે તો શોભે નહિ. મોટા વેપારીઓની ઈમેજ ઘટે તેથી કડીયા એસોસીએશનને પણ મહામંડળનુ સભ્ય પદ નહિ આપવા નક્કિ કરાયુ હતુ. જોકે કડીયા એસોસીએશનમાં મોટાભાગના કોન્ટ્રાક્ટરો છે. જે પાન નંબર ય્જી્‌ નંબર ધરાવે છે. છતાં આવા કોન્ટ્રાક્ટરો મોટા વેપારીઓ પાસે શોભે નહિ તેથી કડીયા એસોસીએશનને પણ મહામંડળમાંથી પડતા મૂકવાનું નક્કિ કરાયુ છે. જોકે આ એસોસીએશનો પડતા મૂકવાનુ નક્કિ કરાયુ છે ઠરાવ કરાયો નથી. એસોસીએશનના સભ્યો નાના હોય કે મોટા સરવેને સમાન ગણવા જોઈએ. ચા વાળાનો દિકરો જો પી.એમ. બની શકતો હોય તો રીક્ષાવાળા, કડીયા, લક્ઝરી વાળા મોટા વેપારીઓ પાસે એસોસીએશનની જનરલ મીટીંગમાં બેસે તો શું વાંધો? જોકે કડીયા એસોસીએશન રીક્ષા એસોસીએશન, લક્ઝરી એસોસીએશનને અત્યાર સુધી વેપારી મહામંડળમાં હોદ્દા ઉપર સ્થાન અપાયુ નથી છતાં આ એસોસીએશનનું નામ મોટા વેપારીઓ સાથે લખાય તો તેની એલર્જી શાની? ઉપરોક્ત એસોસીએશનો નિયમાનુસાર છે. તેમના પ્રમુખ, મંત્રીઓજ વેપારી મહામંડળની મીટીંગમાં આવે છે પણ પૂર્વ એસોસીએશનની કમિટિમાં એવા કેટલાક સભ્યો હતા કે જે હોદ્દાને લાયક જ નહતા. વેપારી મહામંડળમાં અગાઉના બંધારણ પ્રમાણે નિયમ હતો કે કોઈપણ એસોસીએશનનો પ્રમુખ કે મંત્રી જ મહામંડળની વહીવટી કમિટિનો હોદ્દેદાર બની શકે છતાં ગત વહીવટી કમિટિમાં આઠ વર્ષ સુધી સાચી કે ખોટી રીતે વેપારી મહામંડળનું સુકાન સંભાળતા ખોટા સભ્યો કે જેમને હવે પછી સ્થાન જ મળવાનું નથી તે શા માટે સત્તાનો મોહ છોડી શકતા નથી? ખોટા સભ્યોને કેમ અત્યારે સુધી નભાવ્યા? તેવા પ્રશ્નોનો જવાબ મંત્રી પાસે નહિ હોવાથી અને જે એસોસીએશનને સામેથી બોલાવી સભ્ય બનાવ્યા છે તેવા એસોસીએશનને પડતા મૂકવાની વાત થતાં કીર્તિભાઈએ પ્રમુખ તરીકેનો દાવો જતો કર્યો હોય.

Leave a comment

Back to Top