You are here
Home > Prachar News > ભાજપ સરકાર નદીઓ પુનઃજીવીત કરી રહી છે ત્યારે – વરસંગ તળાવ અને ચિમનાબાઈ સરોવરના આવરા કયારે સાફ કરાવશે?

ભાજપ સરકાર નદીઓ પુનઃજીવીત કરી રહી છે ત્યારે – વરસંગ તળાવ અને ચિમનાબાઈ સરોવરના આવરા કયારે સાફ કરાવશે?

ભાજપ સરકાર નદીઓ પુનઃજીવીત કરી રહી છે ત્યારે
વરસંગ તળાવ અને ચિમનાબાઈ સરોવરના આવરા કયારે સાફ કરાવશે?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાત સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ગુજરાત સ્થાપના દિવસે ૧લી મે થી ૩૧ સુધી નદીઓ પુનઃ જીવીત કરવા અભિયાન શરુ કર્યુ છે ત્યારે ૧પ વર્ષ પહેલા પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ જે રીતે ચિમનાબાઈ સરોવરના આવરા દર વર્ષે ચોમાસા પહેલા સાફ કરાવતા હતા તેવી રીતે કયારે સાફ કરાશે. તેવો પ્રશ્ન દરેક ખેડુતોના મનમાં ચાલી રહ્યો છે.
ચિમનાબાઈ સરોવરએ ખેરાલુ તાલુકાની જીવાદોરી છે તેજ રીતે વરસંગ તળાવ પણ સતલાસણા તાલુકાની જીવાદોરી છે. નદીઓ પુનઃ જીવીત કરવાની વાતો વચ્ચે તળાવોમાં વરસાદી પાણી લાવતા આવરાજ સાફ નહી થાય તો તળાવો ઉંડા કરવાના નાટક કરવાનો અર્થ શું રહેશે ? નદીઓના મૂળ એ હંમેશા જે તે તળાવો હોય છે. રૂપેણ નદીનુ મૂળ વરસંગ તળાવ છે લુણી નદીનું મુળ વરસંગ તળાવ, ચિમનાબાઈ સરોવર ઓવરફલો થાય તેનુ પાણી પણ રૂપેણમાં ભળે છે. જો નદીઓને ઉંડી ઉતારી વહેણ ખુલ્લા કરવામા આવે છે.અને નદીઓને પુનઃ જીવીત કરાઈ રહી છે તો સાથે સાથે તળાવોના આવરા પણ ખુલ્લા કરાવી જે લોકોએ દબાણો કર્યા છે તે દબાણો ખુલ્લા કરાવવામાં આવે અને આજુબાજુના ઝાડી ઝાંખરા કાપી પાણીની આવક તળાવોમાં વધે તે રીતે પ્રયત્ન થવો જોઈએ. જે લોકોએ નદીના આવરા પુરી ગેરકાયદેસર દબાણો કર્યો છે અને આ દબાણ કર્તાઓને નેતાઓની પીઠબળ મળતા તળાવોમાં પુરતા પ્રમાણમાં પાણી આવતુ નથી. લોકોએ તળાવોના આવરા ખેતરોમાં તબદીલ કરી દીધા છે. જો સરકારે સાચા અર્થમાં જળસંચય અભિયાન સફળ બનાવવું હોય તો તળાવો અને ડેમોના કેચમેન્ટ એરીઆ છે. તેની અંદરના દબાણો દુર કરવા જોઈએ જો તળાવોમા વરસાદી પાણી આવશે તો સાચા અર્થમાં જળ સંચય થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ તેમના કાર્યકાળમાં પાંચ વર્ષે દરમિયાન દર વર્ષે રૂપેણ નદીના આવરા અને મુક્તેશ્વર ડેમની ફિડરો જાત દેખરેખમાં સાફ કરતા હતા. હાલની સરકારે તળાવોના આવરા સાફ કરાવવાની વાતો અભરાઈ ઉપર ચડાવી દીધી છે. પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે જો ખરેખર તળાવોને સજીવ કરવા હોય તો તેનો ફિડરો સાફ કરવા જોઈએ ફિડરો સાફ થશે તો તળાવો ભરાશે અને આપ મેળે જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.
ઉપરોક્ત બાબતે કોંગ્રેસ એવો આક્ષેપ કરે છે કે સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં જે રીતે ચોમાસા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદ્‌ઘાટન પ્રસંગે આવ્યા ત્યારે નર્મદાનું પાણી વેડફી દીધું અને વરસાદ ઓછો આવ્યો. જેથી હાલ સમગ્ર ગુજરાતમાં પાણીના પ્રશ્નો ઉભા થયા છે. લોકો પાણીના પ્રશ્ને ત્રાહિમામ છે સરકાર પાણીના નિયમનમાં ફેઈલ થઈ છે. તે વાત લોકો સુધી પહોંચે અને ભાજપનો લોકસભાની ચુંટણીમાં સંપુર્ણ રકાસ થાય તેમ લાગતા લોકોનું ધ્યાન બીજ તરફ ખેંચવા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરુ કર્યુ છે.તેવુ ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિનોદભાઈ ચૌધરી જણાવે છે.ભાજપ-કોંગ્રેસના આક્ષેપો બાજુમાં હડસેલી ધારાસભ્ય અને વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભી ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવના આવરા સિંચાઈ વિભાગને સુચના આપી યુધ્ધના ધોરણે સાફ કરાવે તે લોક કલ્યાણ માટે મહત્વનું કહેવાશે. જોઈએ હવે બન્ને તળાવોના આવરા કયારે સાફ થાય છે.

Leave a Reply

Top