You are here
Home > News > વિસનગરમાં બિનઅનામત સમાજના આગેવાનોની મીટીંગ મળી

વિસનગરમાં બિનઅનામત સમાજના આગેવાનોની મીટીંગ મળી

વિસનગરમાં બિનઅનામત સમાજના આગેવાનોની મીટીંગ મળી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
તા.૧૦-૫-૨૦૧૮ ના રોજ રાત્રે ઉમા બાવન વાડી વિસનગર ખાતે બિન અનામત સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી. જેમાં પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ, ઠક્કર સમાજ, સોની સમાજ, સુખડીયા સમાજ, વ્હોરા સમાજ, સીંધી સમાજ, કંસારા સમાજ, ભાવસાર સમાજ, નાગર વાણીયા સમાજ, તેમજ બિન અનામત સમાજના અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
શરૂઆતમાં મોટા બાવન ક.પા.સમાજ પ્રગતિ મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈએ સ્વાગત કર્યુ. કમલેશભાઈ પટેલ-ઉમતાએ મીટીંગનો એજન્ડા રજૂ કર્યો અને અત્યાર સુધીના પ્રયત્નોની જીપીએસસી પરીક્ષામાં કટ ઓફ માર્કસ બાબતે મળેલ સફળતા અંગે માહિતી આપી. હજુ પણ રજુઆતો તેમજ અન્ય પ્રયત્નોથી વધુ સફળતા મળશે તેમ જણાવ્યુ.
સંયોજકશ્રી એ.કે.પટેલે અનામત પ્રથાથી બિન અનામત સમાજને થયેલ અન્યાય બાબતે સવિસ્તર રજુઆત કરી અને અત્યાર સુધી કરેલ કાનૂની કાર્યવાહીથી માહિતી આપી સરકારે બનાવેલ બિન અનામત સમાજ આયોગ અંગે માહિતી આપી અને અનામત જાતિઓને અનામત સિવાય મળતા વધારાના લાભ બિન અનામત સમાજને પણ આપવા આયોગને તેમજ સરકાર સમક્ષ રજુઆત કરેલ છે તેમ જણાવ્યુ. બિન અનામત સમાજ નિગમને પણ કોઈપણ પ્રકારની લીમીટ સિવાય ફંડ આપવા સરકાર સમક્ષ રજુઆત કરવા જણાવ્યુ. બિન અનામત સમાજની તમામ જાતિઓનો સર્વે કરવા માગણી કરવામાં આવી. આપણને થતા અન્ય અન્યાય અન્વયે કુલ અગિયાર જેટલી માગણીઓની માહિતી આપી. કાનૂની કાર્યવાહીમાં મદદ કરનાર શ્રી પ્રશાંતભાઈ પટેલ વાલમ, યોગેશભાઈ પટેલ ક્રિષ્ણા ફાઈનાન્સ, રાજુભાઈ એવન કોલ્ડ્રીંક્સવાળાના સહયોગ બદલ અભિવાદન કરવામાં આવ્યુ. એ.કે.પટેલે વિસનગર કોર્ટના વકીલો, મહેસાણા કોર્ટના વકીલશ્રી કેતનભાઈ ભાન્ડુ, જીલ્લા સરકારી વકીલશ્રી ચંદનસિંહ રાજપૂત, કલેક્ટર કચેરી, ડીએસપી કચેરીની મળેલ મદદની નોંધ લેવામાં આવી. હાઈકોર્ટના વકીલશ્રી વિશાલ દવે કે જેમણે બિનઅનામત સમાજની રીટો દાખલ કરેલ છે તે બદલ તેમજ અન્ય વકીલો શ્રી વિજયભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, મહર્ષી પટેલ, કુ.મિત્તલ પટેલ, નીરવ મજમુદાર, અર્ચીત જાની, સીનીયર એડવૉકેટ શ્રી પ્રકાશ જાની સાહેબ વિગેરેનો આભાર માનવામાં આવ્યો.
સુપ્રીમ કોર્ટના સીની.એડવૉકેટ મેડમ ઈન્દ્રાસહાની કે જેમણે મંડલ કમિશનને સુપ્રીમ કોર્ટમાં પડકારેલ તથા તેમની ટીમના સહકાર તેમજ માર્ગદર્શન બદલ સવિશેષ આભાર માનવામાં આવ્યો. વિસનગર ખાતેના પ્રચાર સાપ્તાહિકના શ્યામ બ્રહ્મભટ્ટ, દિવ્ય ભાસ્કરના ઈન્દ્રવદનભાઈ, મીડીયાના મિત્રો રોનક પંચાલ, સંકેતભાઈ તેમજ અન્ય પ્રચાર માધ્યમોના મિત્રોનો આભાર માનવામાં આવ્યો.
મીટીંગમાં ર્ડા.રાજુજી પરમાર, ર્ડા.જયેશભાઈ શુક્કલ, મહેન્દ્રભાઈ જોષી, ભરતભાઈ કંસારાએ સંગઠન મજબૂત કરવા જણાવ્યુ. કિર્તીભાઈ પટેલ(કલાનિકેતન)એ કોર કમીટી બનાવવા દરેક સમાજોની મીટીંગ બોલાવી સંપૂર્ણ માહિતી આપી કોર કમીટીના નામ આપવા સૂચન કર્યુ જે સભાએ સહર્ષ સ્વીકાર્યુ. રતિભાઈ બેંકર ઉમતા, ર્ડા.શંકરભાઈ જાસ્કા, રમણભાઈ જંત્રાલ વિગેરેને આ કાર્યવાહી માટે ફંડ એકઠુ કરવાની રજુઆત કરી જે સ્વીકારીને ફંડની નોંધણી કરવામાં આવી. એ.કે.પટેલે ફંડનો પારદર્શક ઉપયોગ કરવાની વાત કરી અમે દરેક સમાજોને ઓબીસી પંચમાં અનામત મેળવવા અરજી કરવા ભારપૂર્વક જણાવ્યુ. અંતમાં હર્ષદભાઈ જી.ડી.હાઈસ્કુલવાળાએ આભારવિધિ કરી હતી.

Leave a Reply

Top