સાંકળચંદ પટેલ યુનિવર્સીટીનો દ્વિતીય સ્થાપના દિન ઉજવાયો

સાંકળચંદ પટેલ યુનિવર્સીટીનો દ્વિતીય સ્થાપના દિન ઉજવાયો

News No Comments on સાંકળચંદ પટેલ યુનિવર્સીટીનો દ્વિતીય સ્થાપના દિન ઉજવાયો

સાંકળચંદ પટેલ યુનિવર્સીટીનો દ્વિતીય સ્થાપના દિન ઉજવાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

ઉત્તર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવતાયુક્ત શિક્ષણ આપતી સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના દ્રિતીય સ્થાપના દિવસની ઉજવણી તા. ૦૯-૦૫-૨૦૧૮ના રોજ કરવામાં આવી. સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે મહેસાણા જીલ્લાના કલેકટર એચ.કે.પટેલ દ્વારા સવારે ૯-૦૦ કલાકેયુનિવર્સીટી ખાતે ફ્લેગ હોસ્ટીંગ કરી વોલ પેઈન્ટીંગ સ્પર્ધાનું ઉધ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ, પ્રોવોસ્ટ તમામ ટ્રસ્ટીગણ તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. વોલ પ્રિન્ટીંગ સ્પર્ધામાં ૪૨ સ્પર્ધકોએ ભાગ લઈ “જળ સંચય અભિયાન” અંતર્ગત પેઈન્ટીંગ રજુ કર્યા હતા. સ્પર્ધાને અંતે નિર્ણાયક કનુભાઈ પટેલ, પ્રિન્સીપાલ ફાઈન આર્ટસ કોલેજ, વલ્લભ વિદ્યાનગર દ્વારા ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરી યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
દ્વિતીય સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે યુનિવર્સીટી ખાતે સાંજે ૭.૦૦ વાગે મ્.છ.ઁ.જી. મહેસાણા સંસ્થાના પૂજ્યશ્રી આદર્શસ્વરૂપ સ્વામીએ ઉપસ્થિત રહી જીવનમાં આધ્યામિકતાનું મહત્વ તેમજ અન્યથી જુદા કઈ રીતે તરી આવવું એ અંગે સામાજીક ઉદાહરણ આપી દરેકેને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. સ્વામીએ દરેકેને નિદર્શિત કર્યા હતા કે જે પ્રોફેશનમાં કામ કરતા હોય ત્યાંઆધ્યાત્મિકતાને નજર સમક્ષ રાખી કામ કરવાની ચોક્કસ સફળતા મળે છે અને કારકિર્દીમાં ઊંચા શિખર સુધી પહોચી શકાય છે. સ્વામીએ આર્શીવચન આપી સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ઉતરોતર પ્રગતિ કરી વિસનગરનું નામ વિશ્વ કક્ષાએ પહોચાડે તેવી શુભેસ્છા પાઠવી હતી.વર્ષ ૨૦૧૭-૧૮માં યુનિવર્સીટીના એન.એસ.એસ. યુનિટ દ્વારા ભારત દેશના શહીદથયેલ સૈનિકોના પરિવાર માટે તેમજ તેમના બાળકોના શિક્ષણ માટે યુનિવર્સીટીના કર્મચારીગણ દ્વારા રોકડ ફંડ એકત્રિત કરી શહીદોના પરિવાર સુધી પહોચાડવાનું એક ઉત્તમ દેશ સેવાની પ્રવુતિ કાર્ય હાથ ધરેલ, જેના અનુસંધાને પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ દ્વારા રૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક “ગુજરાત એક્સ-સર્વિસમેન વેલફેર એસોસિએશન”ને મ્.છ.ઁ.જી. મહેસાણા સંસ્થાના પૂજ્યશ્રી આદર્શસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં અર્પણ કરેલ.
યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈએ કર્મચારીગણને સંબોધન કરતા જણાવ્યું હતું કે યુનિવર્સીટીની સ્થાપના થયાના બે વર્ષમાં કર્મચારીઓના સહયોગથી સારા કામ થયા છે. આવનારા વર્ષોમાં યુનિવર્સીટીમાં વિવિધ નવા કોર્ષ ચાલુ કરી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી શિક્ષણ મળી રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે ચાલુ વર્ષથી જ વિસનગર ખાતે મેડીકલ કોલેજ કાર્યરત થઈ જાય તેવા તમામ પ્રયત્નો નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો.જે.આર. પટેલે આમંત્રિત મહેમાનોનો આભાર માની જણાવ્યું હતું કે યુનિવર્સીટી સંલગ્ન તમામ સંસ્થામાં ગુણવતાયુક્ત શિક્ષણ આપવા માટે દરેક કર્મચારી કટિબદ્ધ છે અને વિદ્યાર્થીને આધુનિક યુગમાં જરૂરી શિક્ષણ મળી રહે તે માટે જરૂરી તમામ પ્રયત્નો યુનિવર્સીટીની ટીમ કરી રહી છે. સ્થાપના દિવસની ઉજવણીના અંતે સ્પેશ્યલ રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a comment

Back to Top