You are here
Home > News > ર્ડાક્ટરોના બીલ મંજુર કરવામાં રાજ્ય સરકાર ધ્યાન નહી રાખે તો અકસ્માતમાં ૫૦ હજાર સુધીની ફ્રી સારવારની યોજના, RSBY યોજના જેવી બની રહેશે

ર્ડાક્ટરોના બીલ મંજુર કરવામાં રાજ્ય સરકાર ધ્યાન નહી રાખે તો અકસ્માતમાં ૫૦ હજાર સુધીની ફ્રી સારવારની યોજના, RSBY યોજના જેવી બની રહેશે

ર્ડાક્ટરોના બીલ મંજુર કરવામાં રાજ્ય સરકાર ધ્યાન નહી રાખે
તો અકસ્માતમાં ૫૦ હજાર સુધીની ફ્રી સારવારની
યોજના, RSBY યોજના જેવી બની રહેશે

અકસ્માત બાદ ઈજાગ્રસ્ત માટે શરૂઆતના બે ત્રણ કલાક ખૂબજ મહત્વના છે. આ સમય દરમ્યાન જો ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર મળી રહે તો કોઈનો પરિવાર વિખરાતો બચી શકે છે. અકસ્માત બાદ નજીકમાં સારી હોસ્પિટલ કે અનુભવી હોશીયાર ર્ડાક્ટર હોવા છતા ખર્ચના કારણે ઈજાગ્રસ્તને સારવાર આપી શકાતી નથી. જે સારવાર નહી મળતા ઈજાગ્રસ્તને કાયમી ખોડખાંપણ રહી જાય છેકે મૃત્યુ પામે છે. ગુજરાતમાં વધતા વાહનોના કારણે અકસ્માતનો પણ દર વધતા અકસ્માતમાં તાત્કાલીક અને સમયસર યોગ્ય સારવાર મળે તો અનેકનો જીવ બચાવી શકાય તેવા ઉમદા આશયથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છેકે ગુજરાતના કોઈપણ ખુણામાં ગુજરાતના કે દેશના કોઈપણ રાજ્યના વ્યક્તિને અકસ્માત કેસમાં સારવાર માટે પ્રથમ ૪૮ કલાક સુધી રૂા.૫૦ હજાર સુધીનો સારવાર ખર્ચ સરકાર ઉપાડશે. સરકારની આ યોજનાથી અકસ્માત સ્થળે નજીકમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તને સારવાર મળશે અને જાનહાનિ અટકશે. સરકારની આ યોજનાથી મોટાભાગના અકસ્માતના કેસમાં ઈજાગ્રસ્તનો જીવ બચશે. જોકે આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર થયો હોવાનુ જણાતુ નથી. આ યોજનાની સફળતા માટે ઈજાગ્રસ્તની સારવાર કરનાર ર્ડાક્ટરનુ કોઈપણ તકલીફ વગર બીલ મંજુર થાય તે માટે સરકારે ખાસ તકેદારી રાખવી પડશે. વિમા કંપનીઓ બીલ મંજુર કરવામાં ર્ડાક્ટરોને હેરાન ન કરે તેનુ ખાસ ધ્યાન રાખવુ પડશે. નહી તો અકસ્માતમાં ઈજાગ્રસ્તને રૂા.૫૦ હજાર સુધી સારવારની સરકારની લોકહિતની યોજના RSBY જેવી બની રહેશે.
જરૂરીયાતમંદ પરિવારના લોકો આર્થિક સંકડામણના અભાવે ડીલેવરી, એપેન્ડીક્ષ જેવા નાના ઓપરેશન, મોતીયો, ઓપીડી જેવી સારવાર કરાવવા અમુજણ ન અનુભવે તે માટે ગુજરાત સરકારે RSBYયોજના અમલમાં મુકી હતી. જેમાં રૂા.૩૦ હજાર સુધીની સારવાર મેળવી શકાતી હતી. આ યોજનાની શરૂઆતના તબક્કે નામાકીત સેવાભાવી ર્ડાક્ટર  RSBY કાર્ડ ધરાવતા ગરીબ પરિવારના દર્દિની સારવાર કરતા હતા. પરંતુ સારવાર કર્યા બાદ બીલ મંજુરી માટે મોકલતા, વિમા કંપનીઓ બીલ મંજુર કરવામાં ઠાગાઠૈયા કરતા, ખોટી ક્વેરીઓ કાઢતા બીલ મંજુર થતા નહોતા. આવા બીલો મંજુર કરાવવા ર્ડાક્ટરને ચાલુ દિવસે કલેક્ટર સમક્ષ મીટીંગ થાય ત્યારે જવુ પડતુ હતુ. ર્ડાક્ટર માટે મીનીટ મહત્વની હોય છે ત્યારે વિમા કંપનીઓના કારણે બીલ મંજુર કરવા ર્ડાક્ટર હેરાન થતા, સમય નહી મળતા ઘણા ર્ડાક્ટરે  RSBYના બીલ જતા કર્યા હતા. એકતો ઓપરેશન કે સારવાર પછી વિમા કંપની બે-પાંચ મહિને બીલ આપે એમાં પણ હેરાનગતી કરતા મોટાભાગના પ્રાઈવેટ ર્ડાક્ટર RSBY માં નિરૂત્સાહ દાખવતા અત્યારે આ યોજના મૃતપાય થઈ ગઈ છે. ખાનગી ર્ડાક્ટરજ નહી પરંતુ ટ્રસ્ટ હોસ્પિટલ પણ અત્યારે RSBYની યોજનામાં સારવાર આપવા મો મચકોડે છે. લોકહિતમાં રાજ્ય સરકાર યોજના બનાવી તેના વિમા કંપનીમાં પ્રીમીયમ ભરે, જ્યારે ચુકવણુ કરવાનુ થાય ત્યારે વિમા કંપની હેરાન કરતી હોવાથી સરકારની સારી યોજના હોવા છતા નિષ્ફળ જાય છે. અકસ્માતમાં રૂા.૫૦ હજાર સુધીની મફત સારવારની કાયમી અસરકારતા જળવાય અને યોજના સફળ થાય તે માટે સરકારે ર્ડાક્ટરને બીલ મંજુરીમાં વિમા કંપનીની હેરાનગતી સહન કરવી પડે નહી તેની ખાસ તકેદારી રાખવી પડશે. તેમજ દરેક ર્ડાક્ટર આ યોજનામાં ઈમરજન્સી સારવાર આપે તે માટે સરકારે આઈ.એમ.એ. માટે પણ જી.આર. કરવો એટલોજ જરૂરી છે.

Leave a Reply

Top