અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની  –  અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ

અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની – અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ

News No Comments on અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની – અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ

અધિકમાસમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ૩૧ દિવસના ભોજન દાતા બની
અમેરીકામાં હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિસનગરના બિરલા શેઠ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાતના અમેરિકામાં સ્થાયી થયેલ વિસનગર ગોવિંદચકલાના પટેલ ઈશ્વરલાલ બિરલાએ અમેરિકાની ધરતી ઉપર હિન્દુ ધર્મના પવિત્ર અધિકમાસમાં પરલીનમાં દ્વારકાધીશની મંદિરમાં બેસાડેલ ભાગવત સપ્તાહમાં ૩૧ દિવસના ભોજનદાતા બની હિન્દુ ધર્મની પ્રણાલીને ઉજાગર કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હિન્દુ ધર્મ ગ્રંથોમાં અધિકમાસ માટે લખાયુ છે કે આ માસમાં ધાર્મિક કિયાઓ જપ, તપ વસ્ત્રદાન, અન્નદાન કરાય તો તેનુ અનેક ઘણું ફળ મળે છે. આ અધિક માસમાં અન્નદાનને મોટુ મહત્વ અપાયુ છે. તમે જેને ઓળખતા નથી. તેવા આગંતુકોને અન્નદાન કરાય તો તેનુ ફળ અનેક ઘણું મળે છે. અમેરીકા ન્યુર્જસીના પરલીન વિસ્તારમા દ્વારકાધીશનું મંદિર આવેલુ છે. જેમા પવિત્ર અધિકમાસ નિમિત્તે વડોદરાના નૈમિષારણ્ય ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને કર્તા હર્તા ડોંગરેજી મહારાજના પરમ શિષ્ય શ્રી દિપકભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપર બિરાજી અધિકમાસમાં ભાગવત શ્રવણ કરાવી રહેલ છે. ભાગવત સપ્તાહમાં દરરોજ ૩૦૦થી ૩પ૦ માણસો લાભ લે છે. ભાગવત સપ્તાહમાં આવનાર તમામ લોકોને મંદિર તરફથી મિસ્ટાન સાથે ભોજન અપાય છે. જે ભોજનના દાતા વિસનગર ગોવિંદચકલાના પટેલ બિરલા શેઠ છે. બિરલા શેઠે પ્રચારને માહિતિ આપી હતી કે મારો ટારગેટ અધિકમાસમાં ૧૦ હજાર માણસોને જમાડવાનો છે. તેતો પુર્ણ થઈ જશે પણ જો દ્વારકાધીશ ભગવાન તેના કરતા વધારે માણસો જમાડવાનો અવસર પ્રાપ્ત કરાવશે તે મારા અહોભાગ્ય હશે. ઈશ્વરલાલ પટેલ સાથે તેમના ધર્મ પત્નિ નિલમબેન તથા કુટુંબના સભ્યો સેવા કરવા માટે ખડે પગે હાજર રહી કોઈપણ વ્યક્તિને જમવામાં તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે. જે લોકો તીખું ખાઈ શક્તા નથી તેમના માટે ઈશ્વરલાલના ધર્મપત્ની નિલમબેન મોળુ ખાવાનુ બનાવડાવી મોળુ ખાતા લોકોને શોધીને પીરસે છે. આ વિસનગરનું તથા ગોવિંદચકલા પટેલ સમાજનું ગૌરવ છે. ગુરુવાર તા.ર૪-પ ના દિવસે ઈશ્વરભાઈને ૭પ વર્ષ પુરા થતા હોવાથી ભાગવત સપ્તાહમા યજ્ઞનું આયોજન કરી મોટી સંખ્યામાં સંબધીઓને આમંત્રણ આપવામા આવ્યુ હતું.

Leave a comment

Back to Top