You are here
Home > News > કોરમ નહી થતા ખાસ સાધારણ સભા બે વખત મુલત્વી – પાલિકા સભ્યોમાં અવિશ્વાસનો માહોલ-ગેરમાર્ગે દોરાવાનો ભય

કોરમ નહી થતા ખાસ સાધારણ સભા બે વખત મુલત્વી – પાલિકા સભ્યોમાં અવિશ્વાસનો માહોલ-ગેરમાર્ગે દોરાવાનો ભય

કોરમ નહી થતા ખાસ સાધારણ સભા બે વખત મુલત્વી
પાલિકા સભ્યોમાં અવિશ્વાસનો માહોલ-ગેરમાર્ગે દોરાવાનો ભય

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ દ્વારા પાઈપલાઈન વિવાદમાં કોન્ટ્રાક્ટર પાસેથી નાણાં રીકવર કરવા માટે પ્રમુખ દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. જેમાં કોરમ નહી થતા ખાસ સાધારણ સભા બે વખત મુલત્વી રાખવી પડી હતી. પાલિકા પ્રમુખના વિશ્વાસુ સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા. ગેરમાર્ગે દોરાવવાના ભયથી સભ્યોમાં અવિશ્વાસનો માહોલ ઉભો થતા અને ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હોવા છતા કોરમ નહી થવાનો પ્રથમ વખત બનાવ બનતા વિરોધપક્ષે પાલિકા ઈતિહાસમાં કલંકરૂપ કાળો દિવસ ગણાવ્યો હતો.
વિસનગર પાલિકા દ્વારા મંજુરી કે ટેન્ડર વગર હિરો હોન્ડા શો-રૂમ પાસે પાઈપલાઈનનુ કામ કરાવી કોન્ટ્રાક્ટરને ચુકવણુ કર્યુ હતુ. જે વિવાદ કલેક્ટરમાં પહોચતા મ્યુ.કમિશ્નર દ્વારા રૂા.૮૪ લાખની રકમ ૧૭ સભ્યો પાસેથી વરાળે પડતી વસુલાત કેમ નહી કરવી તેવી કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. પ્રમુખ અને ૧૬ સભ્યો ઉપર જવાબદારી આવે તેમ હોઈ કોન્ટ્રાક્ટરને ચુકવવાના બાકી બીલ અને પાલિકામાં પડેલી ડીપોઝીટમાંથી રીકવરી કરવા માટેનો નિર્ણય લેવા પ્રમુખ શકુન્તલાબેન પટેલ દ્વારા તા.૫-૬-૧૮ ના રોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર પાસેથી રીકવરીનો મુદ્દો યોગ્ય હતો. પરંતુ આ કામમાં પૂર્વ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે વરસાદી પાણીની લાઈનનુ કામ કરાવ્યુ હોવાની વિગતો દર્શાવવામાં આવતા આ વિગતને લઈ સભ્યોમાં અનેક તર્કવિતર્ક થયા હતા. અગાઉ સભ્યોને ગેરમાર્ગે દોરી પાઈપલાઈનની કરેલ કામગીરી અને ચુકવણાને યોગ્ય ઠેરવવા ઠરાવ કરી મંજુરી બહુમતી લેવામાં આવી હતી. જેમાં અજાણતામાં સભ્યો ફસાયા હતા. ત્યારે ફરીથી ગુંચવડા ભરેલો ઠરાવ કરવા ખાસ સાધારણ સભા બોલાવવામાં આવતા તા.૫-૬-૨૦૧૮ ની ખાસ સાધારણ સભામાં શાસક પક્ષના પ્રમુખ રંજનબેન દર્શનભાઈ પરમાર તથા મગનજી ઠાકોર હાજર રહ્યા હતા. વિરોધપક્ષના તમામ સભ્યો હાજર હતા. ૨૧ સભ્યોએ રજાનો રીપોર્ટ મુક્યો હતો. ૧/૩ એટલે કે ૧૨ સભ્યોનુ કોરમ નહી થતા ખાસ સાધારણ સભા મુલત્વી રાખવી પડી હતી. તેજ દિવસે પાલિકાના નોટીસ બોર્ડ ઉપર તા.૮-૬-૨૦૧૮ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ખાસ સાધારણ સભા મળશે તેવી નોટીસ લગાવવામાં આવી હતી. જોકે ૮-૬ ના રોજ પણ શાસક પક્ષના એકલા પ્રમુખ હતા અને વિરોધપક્ષના છ સભ્યોએ હાજરી આપી હતી. જેમાં પણ કોરમ નહી થતા ખાસ સાધારણ સભા મુલત્વી રાખવાની ફરજ પડી હતી. પ્રમુખ શકુન્તલાબેન પટેલ પાસે સભ્યોનુ ટોળુ મોટુ હતુ. તેમ છતાં તેમના વિશ્વાસુ સભ્યોને ખાસ સાધારણ સભામાં હાજર રાખી શક્યા નહોતા.
મહત્વની બાબત તો એ છેકે તા.૫-૬-૨૦૧૮ પ્રથમ ખાસ સાધારણ સભામાં શાસક પક્ષમાંથી એકમાત્ર રંજનબેન દર્શનભાઈ પરમારે હાજરી આપી હતી. દર્શનભાઈ પરમાર જોલી પાલિકાના નિતિ નિયમોના જાણકાર અને માહેર છે. જેમણે ખાસ સાધારણ સભામાં હાજરી આપી પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં તા.૩૦-૧-૧૭ ની સાધારણ સભામાં થયેલ ઠરાવ નં.૨૨૫ યોગ્ય અને નિયમાનુસાર કામગીરી થઈ હોવાનુ જણાવી વધુમાં કલેક્ટરશ્રી જનરલ બોર્ડના ઉપલી ઓથોરીટી હોઈ તેમના હુકમની વિરુધ્ધમાં ઠરાવ કરવો ઉચીત ગણાય નહી તેવુ જણાવી ખાસ સાધારણ સભાના ઠરાવનો લેખીત વિરોધ કર્યો હતો.
પાલિકામાં ખાસ સાધારણ સભા બોલાવી હોવા છતાં શાસક પક્ષના સભ્યો હાજર નહી રહેતા વિરોધ પક્ષે જણાવ્યુ હતું કે સભ્યોમાં અવિશ્વાસનો માહોલ છે અને ગેરમાર્ગે દોરાવાનો ભય છે. કોરમના અભાવે બબ્બે વખત ખાસ સાધારણ સભા બોલાવવી પડે તે પાલિકાના ઈતિહાસમાં પ્રથમ બનાવ છે. પાલિકાના ઈતિહાસમાં કલંકરૂપ કાળો દિવસ છે. તા.૮-૬ ની ખાસ સાધારણ સભામાં પાલિકા સભાખંડમાં ઘડીયાળ લગાવવામાં નહી આવતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે પ્રમુખને આડેહાથ લીધા હતા. તેમણે જણાવ્યુ હતું કે ૫-૬ ના રોજ પણ ઘડીયાળ નહોતી. બે-ત્રણ દિવસમાં ઘડીયાળ રીપેરીંગ કરાવી શકે નહી તે શુ કરી શકવાના છે. સભ્ય ગીરીશભાઈ પટેલના વિસ્તારના બાવાવાળી અને પીંપળાવાળી પોળમાં પીવાનુ પુરતા પ્રેશરથી પાણી મળતુ નહી હોવા બાબતે પણ પાલિકા કિન્નાખોરી રાખી રહ્યુ હોવાનો રોષ ઠાલવ્યો હતો. જેમાં પ્રમુખ શકુન્તલાબેન પટેલે લેટરપેડ ઉપર લખીને આપો તો જતા જતા પાઈપલાઈન નાખવાનો ઠરાવ કરી દઉ તેવો પ્રત્યુત્તર આપ્યો હતો.

Leave a Reply

Top