દેશમાં ક્યાંય પણ ન મળ્યુ હોય તેવુ અભૂતપૂર્વ યંત્ર  –  વડનગર ભુગર્ભમાંથી અમુલ્ય ખજાનો મળ્યો

દેશમાં ક્યાંય પણ ન મળ્યુ હોય તેવુ અભૂતપૂર્વ યંત્ર – વડનગર ભુગર્ભમાંથી અમુલ્ય ખજાનો મળ્યો

News No Comments on દેશમાં ક્યાંય પણ ન મળ્યુ હોય તેવુ અભૂતપૂર્વ યંત્ર – વડનગર ભુગર્ભમાંથી અમુલ્ય ખજાનો મળ્યો

દેશમાં ક્યાંય પણ ન મળ્યુ હોય તેવુ અભૂતપૂર્વ યંત્ર
વડનગર ભુગર્ભમાંથી અમુલ્ય ખજાનો મળ્યો

(પ્ર.ન્યુ.સ.)          ખેરાલુ,રવિવાર
વડનગર શહેરના શર્મિષ્ઠા તળાવ કિનારેથી સોલંકી કાળ દરમિયાનનું મનાતુ ૧૨ મી સદીના અમુલ્ય ખજાના જેવુ યંત્ર(ચક્ર) મળી આવ્યુ છે. પથ્થર જેવી મજબુત ઈંટોથી બનાવેલ ચક્ર બે મીટર ત્રિજ્યાનું છે. જેમાં વિવિધ ચિન્હો જોવા મળી રહ્યા છે. ચક્ર ઉપર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશા દર્શાવતા શબ્દો સાંકેતિક ભાષામાં જોવા મળી રહ્યા છે. આ ચક્ર દિશાસુચક હોવાનું મનાય છે. નિષ્ણાંતો દ્વારા અભ્યાસ થાય ત્યારે ખબર પડે કે હકીકતમાં આ ચક્ર શેનુ છે.
દેશના આદરણિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં ચાલી રહેલા ઉત્ખલન દરમિયાન બે મીટર વ્યાસનું પૌરાણિક દિશાસુચક યંત્ર મળ્યુ છે. અસામાન્ય અને અમુલ્ય કહી શકાય તેવુ સમગ્ર ભારત વર્ષમાં ક્યાંય ન હોય તેવુ અભૂતપૂર્વ અદ્‌ભૂત યુનિક કહી શકાય તેવુ સ્ટ્રક્ચર મળ્યુ છે. આ ચક્ર યંત્ર ૧૧ મી કે ૧૨ મી સદીનું હોવાનો પુરાતત્વ         વિભાગે દાવો કર્યો છે. ગુજરાતનું અતિ પ્રાચિન હયાત નગર હોવાનું બહુમાન મેળવનાર નગર વડનગર ૩૦૦૦ વર્ષ જુની નગરીના ઈતિહાસને જાણવા છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંત્તથી ઉત્ખલન ચાલી રહ્યુ છે. આ ઉત્ખલનમાં સ્થાપત્યો, અવશેષો, બૌધ્ધ સ્તુપ અને માટીના વાસણો મળ્યા છે. અમરથોલ દરવાજા વિસ્તારમાં ખોદકામ દરમિયાન મળેલા ચક્ર યંત્રમાં દિશાસુચક યંત્ર કે વાસ્તુ યંત્ર કે પછી જ્યોતિષ વિદ્યા માટે ઉપયોગી યંત્ર હોઈ શકે તેવા મત પ્રવર્તિ રહ્યા છે. આ પ્રકારનું સ્થાપત્ય સમગ્ર ભારત વર્ષમાં ક્યાંય અત્યાર સુધી મળી આવ્યુ નથી. આ સ્ટ્રક્ચર ઉપર પ્રોટોનાગરી લિપિમાં દિશાઓ લખી હોવાનુ ચર્ચાય છે. પાંચમી સદીના મોગલકાલીન કબ્રસ્તાન પણ આ સ્થળેથી મળી આવ્યુ છે. આ સ્થળેથી ૭૦૦ વર્ષ જુના માનવ કંકાલ પણ મળી આવ્યા છે. ચક્ર યંત્ર ઉપર ત્રણ સિધી રેખાઓ જોવા મળે છે. જે પૌરાણિક ગ્રંથ આધારીત છે. ત્રણ દેવી શક્તિઓને આધારિત ત્રણ રેખાઓ આ સ્ટ્રક્ચર ઉપર અંકિત થયેલી છે.
વડનગરમાં વિવિધ સાત સ્થળોએ ઉત્ખલન ચાલી રહ્યુ છે. જેમાં પ્રથમ સત્રપ, ત્યારબાદ સોલંકી, તે પછી વાઘેલા અને મોગલકાલીન અવશેષો શોધવામાં પુરાતત્વ વિભાગને સફળતા મળી છે. સત્ર૫ કાલીન અવશેષો આશરે ૩૦૦૦ વર્ષ જુના હોવાનું મનાય છે. ઉત્ખલન દરમિયાન ચાંદીના અને શિશાના સિક્કા મળ્યા છે. વડનગરનો ઈતિહાસ એ ગુજરાતનો નહી પણ સમગ્ર ભારત વર્ષનો વારસો ઉજાગર કરે છે. વડનગરમાં ઉત્ખલન માટે કેન્દ્ર સરકારે ૧ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. દરરોજ સાત સાઈટો ઉપર ૨૮૦ ઉપરાંત્ત શ્રમિકો કામ કરે છે. ચોમાસા દરમિયાન જુન મહિનામું ઉત્ખલનનું કામ સરકાર દ્વારા બંધ કરાવવામાં આવે છે.

Leave a comment

Back to Top