“પ્લાસ્ટિક ફ્રી વિસનગર” અભિયાન રેલી યોજાઈ

“પ્લાસ્ટિક ફ્રી વિસનગર” અભિયાન રેલી યોજાઈ

News No Comments on “પ્લાસ્ટિક ફ્રી વિસનગર” અભિયાન રેલી યોજાઈ

“પ્લાસ્ટિક ફ્રી વિસનગર” અભિયાન રેલી યોજાઈ
(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
પ્લાસ્ટિક પ્રદુષણ એ એવો રાક્ષસછે કે જે જીવસૃષ્ટી અને કુદરતી સ્ત્રોતોને ભરખી જાય છે આડેધડ પ્લાસ્ટીકનો ઉપયોગ વાતાવરણને પ્રદુષીત કરે છે. One Time Use પ્લાસ્ટિક આપણે સૌ વાપરવાનું બંધ કરીએ,તે હેતુ સાથે વિસનગરની વિવિધ સંસ્થાઓ અને જાગૃત નાગરિકોએ સાથે મળી મિશન- પ્લાસ્ટિક ફ્રી વિસનગર અભિયાન શરુ કર્યું છે.
૫ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે  વિસનગરની વિવિધ સંસ્થાઓ જેવી કે સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, નવયુગ શિશુ નિકેતન, નુતન સર્વ વિદ્યાલય, એસ.કે. એન્જીનીયરીંગ કોલેજ, સાંકળચંદ પટેલ યુનીવર્સીટી, વિસનગર નગર પાલિકા, લાયન્સ ક્લબ ઓફ વિસનગર, રોટરી/ રોટરેકટ ક્લબ ઓફ વિસનગર, રોટરી/ રોટરેકટ ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉંન, ડોક્ટર્સ એશોશિએશન, વિસનગર વેપારી મહામંડળ, વિસનગર જી.આઈ.ડી.સી. એશોશિએશન, ભારત વિકાસ પરિષદ, ડાયમંડ એશોશિએશન, વગેરેના કર્મચારીઓ અને શહેરના જાગૃત નાગરિકોએ  સાથે મળી રેલીના કન્વીનર શ્રીમતી કામીનીબેન પટેલ ના નેજા હેઠળ આશરે ૧૨૦૦ ની સંખ્યામાં જન જાગૃતિ રેલી કાઢી હતી. રેલીમાં ભાગ લેનાર દરેક સભ્યોને  STOP PLASTIC POLLUTION –  પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવો લખાણ વાળી થેલીઓ માથા પર પહેરી સહી ઝુંબેશ ચલાવી હતી. રેલીની શરૂઆત ૬.૦૦ કલાકે વિસનગર તાલુકા ખરીદ વેંચાણ સંઘથી શરુ થઈ પરીખ ડી.ડી.ક્ન્યા વિધાલય- ત્રણ દરવાજા ટાવર- ગૌરવ પથ-રેલ્વે સર્કલ, પશુ દવાખાનારોડ થઈને વિસનગર તાલુકા ખરીદ વેંચાણ સંઘમાં પરત ફરી હતી. જ્યાં તમામને ઠંડી  છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે એક નાની સભા દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ આવે એવો સંદેશો આપી રેલી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. એકંદરે આ રેલીને વિસનગરની જાહેર જનતા, રસ્તા પરની લારીઓ વાળા, દુકાનદારો, વિવિધ એશોશિએશને સુંદર સહકાર આપી સફળ બનાવી હતી. આ રેલીની તૈયારી માટે આશરે ૨૫ જેટલા કોલેજીયન યુવક/ યુવતીઓએ વોલેન્ટરીયર્સ તરીકે સ્વેચ્છિક જવાબદારી ઉપાડી હતી. રેલી એ અભિયાનનું પ્રથમ સોપાન હતુ. આપ આપના સમાજ, સોસાયટી, મિત્રમંડળ શાળા/ કોલેજના ફંક્શન, વગેરે જેવા મેળાવડા માં પ્લાસ્ટિક પ્રદુષણ જાગૃતિ માટે શ્રીમતી કામીનીબેનને તથા અમારી વોલેન્ટયર્સ ટીમને બોલાવી શકો છો. હવે પછી અવનવા અનેક કાર્યક્રમો અમલમાં આવનાર છે તો સૌનો  સહકાર મળી રહે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. જે માટે શ્રીમતી કામીનીબેન જી.પટેલનો મો.નં.૯૬૮૭૬ ૨૦૩૨૪ તથા અલ્પેશભાઈ બી. પ્રજાપતિનો મો.નં.૯૪૨ ૯૩૧૮૬૨૫ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a comment

Back to Top