વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરવા બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસનો દાવ  –  વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસીને મળવાની શક્યતા

વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરવા બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસનો દાવ – વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસીને મળવાની શક્યતા

Prachar News No Comments on વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરવા બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસનો દાવ – વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસીને મળવાની શક્યતા

વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરવા બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસનો દાવ
વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસીને મળવાની શક્યતા

(પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના બીજા અઢી વર્ષ માટેની પ્રમુખપદની ચુંટણીમાં સામાન્ય સીટ હોવાથી કોંગ્રેસના પાટીદાર અને ઓબીસી સમાજના સદસ્યો પ્રમુખપદ મેળવવા માટે તમામ રાજકીય તાકાત લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનુ હાઈકમાન્ડ બાકીના અઢી વર્ષ માટે તાલુકા પંચાયતનું સુકાન કોને સોપે છે તે જોવાનું રહ્યુ? જોકે કોંગ્રેસ પાર્ટી ગત વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરી આગામી લોકસભાની ચુંટણીમાં ઓબીસી મતદારોને આકર્ષવા ઓબીસી સમાજના ઉમેદવારને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વિસનગર તાલુકા પંચાયતની યોજાયેલ ચુંટણીમાં પાટીદાર અનામતના વાવાઝોડામાં તાલુકા પંચાયતની ૨૪ બેઠકોમાં કોંગ્રેસે-૧૯ અને ભાજપે-૫ બેઠકો ઉપર વિજય મેળવતા કોંગ્રેસે તાલુકા પંચાયત ઉપર કબજો મેળવ્યો હતો. જેમાં કોંગ્રેસના હાઈકમાન્ડે પ્રથમ અઢી વર્ષ માટે પાટીદાર મહિલા સદસ્યને તાલુકા બિનહરીફ તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા. જેમની આગામી તા.૨૨-૬-૨૦૧૮ ના રોજ પ્રમુખપદની ટર્મ પુરી થતા બાકીના અઢી વર્ષ માટેના નવિન પ્રમુખપદ માટે તા.૨૦-૬-૨૦૧૮ ના રોજ ચુંટણી યોજાવાની છે. જેમાં સામાન્ય સીટ હોવાથી કોંગ્રેસમાંથી ચુંટાયેલા પાટીદાર અને ઓબીસી સમાજના સાત જેટલા સદસ્યો પ્રમુખપદ માટે દાવેદારી કરે તેવી શક્યતાઓ છે. પ્રમુખપદના દાવેદારોમાં કલ્પનાબેન એચ.ચૌધરી(કોમલપુર(ગો)), રામજીભાઈ એચ.રબારી(થુમથલ), ગોવિંદભાઈ એમ.પટેલ(કાંસા એન.એ.), પ્રવિણભાઈ આર.પટેલ(કાંસા), બચુજી મદારજી ઠાકોર(ખંડોસણ), મણાજી એમ.ઠાકોર(સદુથલા) તથા ઈન્દ્રવદન કે.પટેલ(ઉમતા)નુ નામ ચર્ચામાં છે. જેમાં તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ તથા કાંસાના સદસ્ય પ્રવિણભાઈ પટેલ સહિતના દાવેદારો તાલુકા પંચાયતનુ પ્રમુખપદ મેળવવા માટે પોતાની તમામ રાજકીય તાકાત લગાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા રાજસ્થાનના માઉન્ટઆબુ ખાતે ઠાકોર સમાજના પાંચ તાલુકા સદસ્યોની ગુપ્ત મીટીંગ મળી હોવાનુ પણ ચર્ચાય છે. જ્યારે બીજી બાજુ એવી પણ ચર્ચા છેકે ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર અનામતના વાવાઝોડામાં પાટીદાર ઉમેદવારને ટીકીટ ફાળવતા ઓબીસી સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી. અને ઓબીસી સમાજના મતદારો કોંગ્રેસથી વિમુખ થતા ચુંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. ત્યારે કોંગ્રેસ પાર્ટી ગત વિધાનસભાની ચુંટણીની નારાજગી દુર કરી આગામી લોકસભાની ચુંટણીમાં તાલુકા ઓબીસી મતદારોને આકર્ષવા માટે આગામી અઢી વર્ષ માટે ઓબીસી સમાજના ઉમેદવારના તાલુકા પંચાયતના પ્રમુખપદનો તાજ સોંપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આમ ગત વિધાનસભાની ચુંટણીના પરિણામ અને આગામી લોકસભાની ચુંટણીના રાજકીય સમીકરણોને ધ્યાને રાખીને કોંગ્રેસ પાર્ટી “દુધનો દાઝયો છાસ ફૂંકીને પીવે” તે કહેવતની જેમ તાલુકા પંચાયતનુ પ્રમુખપદ સોંપવામાં ઓબીસી સમાજને નારાજ નહી કરે તેવુ લોકોમાં ચર્ચાય છે.

Leave a comment

Back to Top