વિસનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી  –  PSI એમ.એમ.પટેલે ત્રણ મંદિરમાં ચોરી કરનાર પકડ્યા

વિસનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી – PSI એમ.એમ.પટેલે ત્રણ મંદિરમાં ચોરી કરનાર પકડ્યા

Prachar News No Comments on વિસનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી – PSI એમ.એમ.પટેલે ત્રણ મંદિરમાં ચોરી કરનાર પકડ્યા

વિસનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી
PSI એમ.એમ.પટેલે ત્રણ મંદિરમાં ચોરી કરનાર પકડ્યા

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગરમાં ગાયત્રી સોસાયટી પાસે આવેલ બાલા હનુમાન મંદિરની ચોરીનો ગુનો નોંધાયા બાદ ફક્ત આઠ કલાકમાં મુદ્દામાલ સાથે બે ચોરને પકડી વિસનગર પોલીસે સાબીત કરી બતાવ્યુ છેકે પોલીસને જો અન્ય કામમાં જોતરવામાં ન આવે તો ગુનેગારોની ભુગર્ભમાંથી શોધી લાવાની તાકાત ધરાવે છે. પી.આઈ.વી.પી.પટેલની સતર્કતાથી પી.એસ.આઈ.એસ.એમ.પટેલ અને સ્ટાફે બે ચોરને પકડતા શહેર અને તાલુકાના ત્રણ મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો છે.
વિસનગરમાં મહેસાણા રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીના નાકે આવેલ બાલા હનુમાન મંદિરમાં તા.૩-૬-૨૦૧૮ ને રવિવારના રોજ સવારે ૧૦-૩૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાન ચોરી થઈ હતી. જેમાં મંદિરમાં ૫૦૦ ગ્રામ વજનનુ પંચધાતુનુ છત્તર તથા વિર મહારાજના મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી થઈ હતી. જે બાબતે બબાભાઈ મણીલાલ પટેલે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીના બનાવ બાદ ડી.વાય.એસ.પી.હરેશ દુધાત તથા પી.આઈ.વી.પી.પટેલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા સુચના આપતા ચોરીના બનાવની રાત્રે પી.એસ.આઈ. એસ.એમ.પટેલ, સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. કાનજીભાઈ ભાથીભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બબાજી, કોન્સ્ટેબલ અજેશકુમાર નટવરલાલ, રાકેશસિંહ ભરતસિંહ, ઈરફાનબેગ મુગલબેગ રાત્રે કાંસા ચાર રસ્તા ઉપર વાહન ચેકીંગ તથા શકમંદોની પુછપરછ કરતા હતા. તે દરમ્યાન કાંસા તરફથી એક રીક્ષા આવતી હતી. પોલીસનુ ચેકીંગ જોઈ રીક્ષા પાછી વાળવાનો પ્રયત્ન કરતા પોલીસે રીક્ષા રોકી હતી. રીક્ષામાં તપાસ કરતા પાછળના ભાગે પંચધાતુનુ છત્તર મળી આવેલ. રીક્ષામાં હાજર કાંસા ગણપતિ પરૂ બોરવેલની બાજુમાં રહેતો પટેલ દિપક વિષ્ણુભાઈ અને ધરોઈ કોલોની પાસે પુષ્પકુંજ સોસાયટીમાં રહેતો પટેલ ભાવેશ મુકેશભાઈની પુછપરછ કરતા તેમણે આ છત્તર બાલા હનુમાન મંદિરમાંથી ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ. બાલા હનુમાન મંદિરમાં તા.૩-૬ ના રોજ સવારે ૧૦-૩૦ થી સાંજે ૫-૦૦ કલાક દરમ્યાન ચોરી થયાનો ગુનો નોંધાયો હતો. જ્યારે તા.૪-૬ ની રાત્રે ૧-૦૦ કલાકે પોલીસે આ બન્ને ચોરને મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. બાલા હનુમાન મંદિરની ચોરીનો ગુનો ફક્ત આઠ કલાકમાં પોલીસે ઉકેલ્યો હતો. વિસનગર પોલીસે આ બન્ને ચોરોની ધરપકડ કરી રીમાંડ દરમ્યાન પુછપરછ કરતા તેમણે વર્ષ ૨૦૧૭ માં મહેસાણા રોડ સિધ્ધેશ્વરી માતાના મંદિરની દાનપેટી તોડી ચોરી કરી હોવાનુ તથા વર્ષ ૨૦૧૬ માં કુવાસણાના મંદિરમાં ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ.

Leave a comment

Back to Top