સવળેશ્વર તળાવના વરસાદી ઓવરફ્લો પાણીને રૂપેણ નદીમાં નાખવા  –  ખેરાલુ પાલિકાએ રોકેટ ગતિએ પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરી

સવળેશ્વર તળાવના વરસાદી ઓવરફ્લો પાણીને રૂપેણ નદીમાં નાખવા – ખેરાલુ પાલિકાએ રોકેટ ગતિએ પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરી

News No Comments on સવળેશ્વર તળાવના વરસાદી ઓવરફ્લો પાણીને રૂપેણ નદીમાં નાખવા – ખેરાલુ પાલિકાએ રોકેટ ગતિએ પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરી

સવળેશ્વર તળાવના વરસાદી ઓવરફ્લો પાણીને રૂપેણ નદીમાં નાખવા
ખેરાલુ પાલિકાએ રોકેટ ગતિએ પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરી

•    ખેરાલુ મામલતદારની રજુઆતથી ખેરાલુ પ્રાન્ત અધિકારીએ સુચના આપતા પાલિકા ચિફ ઓફીસર અને પ્રમુખે વરસાદી ઓવરફ્લો પાણીની બે પાઈપલાઈનો નવી નાંખી
•    સવળેશ્વર તળાવનું ઓવરફ્લો પાણી રસ્તાની બન્નેબાજુની પાઈપલાઈનો દ્વારા રૂપેણ નદીમાં જશે

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકા દ્વારા એક વર્ષ અગાઉ સવળેશ્વર તળાવના ઓવરફ્લો પાણીને રૂપેણ નદી સુધી લઈ જવા સંકલનની મીટીંગમાં માર્ગ અને મકાન વિભાગને દરખાસ્ત બનાવી પાઈપલાઈન કે ખુલ્લી કેનાલ માટે વિનંતી કરી હતી. સંકલનની મિટીંગમાં પ્રાંત અધિકારી તથા મામલતદારે પણ માર્ગ અને મકાન વિભાગને સુચના આપી હતી. માર્ગ અને મકાન વિભાગનું રેઢીયાળ તંત્ર દ્વારા પાઈપલાઈનની અલગ જોગવાઈ કર્યા વગર ફોરલેન સાથે પાઈપલાઈનો નાંખવા દરખાસ્ત બનાવી ગાંધીનગરથી વાયા વસઈ ગોઝારીયાથી વિસનગર અને વિસનગરથી વડનગર ખેરાલુ વૃંદાવન ચોકડી સુધી ફોરલેન બનતો હતો તેમાં સમાવેશ કર્યો હતો. પરંતુ મહેસાણાથી વિસનગર, વડનગર વે-વેઈટ ચોકડી સુધી એન.એચ.જાહેર થયો હતો. જે વલાસણા ઈડર થઈ પસાર થાય છે. જેથી વે-વેઈટ ચોકડીથી વૃંદાવન સુધીના સ્ટેટ હાઈવેને પણ નેશનલ હાઈવે સુધીમાં સમાવેશ કરવાનો હોવાથી પાઈપલાઈન નંખાઈ નહોતી. એકલી પાઈપ સવળેશ્વર તળાવથી રૂપેણ નદી સુધી નાંખવા માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર બહાર પાડ્યુ હોત તો કોઈ વાંધો નહોતો પણ ઈરાદાપૂર્વક ખેરાલુ શહેરની સુગ ધરાવતા અધિકારીઓએ મોટા ટેન્ડરમાં સમાવેશ કર્યો હતો. હવે બધુજ રદ થઈ જતા મામલતદાર કટેરીયાએ પ્રાન્ત અધિકારીને રજુઆત કરતા પ્રાન્ત અધિકારી શ્રીમતી ડી.જી.પ્રજાપતિએ ખેરાલુ ચિફ ઓફીસરને સુચના આપતા પાલિકા પ્રમુખ હીરાબેન ભગુભાઈ પટેલે રોકેટ ગતિએ ચોકઅપ પાઈપલાઈન ખુલ્લી કરી નવી નાંખી દેવામાં આવી છે.
સવળેશ્વર તળાવના ઓવરફ્લો પાણીને રૂપેણ નદી સુધી પહોંચાડવા રસ્તાની બન્ને બાજુ વર્ષો જૂની પાઈપલાઈનો નંખાયેલી છે. પરંતુ રોડની ઉત્તર દિશાની પાઈપલાઈન દર્શન હોટલની પૂર્વ દિશામાં જમીનમાં માત્ર પડી રહી હતી તેનો ઉપયોગ થતો નહોતો જેથી દર્શન હોટલના વરસાદી પાણી લાવવાના આર.સી.એ.ચેમ્બર સુધી પાલિકાએ પાઈપો નાંખી બંધ પાઈપ લાઈનને જીવંત કરી દીધી. દર્શન હોટલ સામેના સ્પાન કોમ્પલેક્ષમાં જવાના રસ્તા પાસેથી પાઈપલાઈન ચોકઅપ હતી જેથી સ્પાન કોમ્પલેક્ષથી વૃંદાવન ચોકડી થઈ ચંદ્રપુષ્પ કોમ્પલેક્ષ સુધી પાઈપલાઈન નવી નાંખી દેતા હવે સવળેશ્વર તળાવનું ઓવરફ્લો પાણી રસ્તા ઉપર આવશે નહી.
સવળેશ્વર તળાવના ઓવરફ્લો પાણીની બે પાઈપલાઈનો કાર્યરત કરાઈ જેથી પાણી સીધુ રૂપેણ નદીમાં જશે અને સવળેશ્વર તળાવની પાળો પણ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત મજબુત કરવા વધારાની માટી નાંખી દેતા સવળેશ્વર તળાવ પણ તુટશે નહી તેવુ હીરાબેન ભગુભાઈ પટેલ જણાવે છે. જે ખરેખર ખુબજ સારી બાબત કહેવાય. સવળેશ્વર તળાવના ઓવરફ્લો પાણીનો નિકાલ થયો પરંતુ સવળેશ્વર તળાવ ફાટે નહી તેના             માટે બાકીની તળાવનું પાળનું બ્યુટીફીકેશન થાય તે અત્યંત જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીની ખેરાલુ પાલિકામાં સત્તા હોવાથી યુધ્ધના ધોરણે તળાવનું બ્યુટીફીકેશન થાય તે જરૂરી છે અને તે ખેરાલુ શહેરના હિતમાં કહેવાશે. જોઈએ હવે સવળેશ્વર તળાવનું બ્યુટીફીકેશન ક્યારે થાય છે?

Leave a comment

Back to Top