You are here
Home > Prachar News > તંત્રી સ્થાનેથી… કર્તવ્ય કરતાં અસ્તિત્વને પ્રાધાન્ય આપતા નેતાઓ વિચારે નાપાક પાક સામે ભારતની નામર્દાનગી શા માટે?

તંત્રી સ્થાનેથી… કર્તવ્ય કરતાં અસ્તિત્વને પ્રાધાન્ય આપતા નેતાઓ વિચારે નાપાક પાક સામે ભારતની નામર્દાનગી શા માટે?

pen_PNG7408તંત્રી સ્થાનેથી…

કર્તવ્ય કરતાં અસ્તિત્વને પ્રાધાન્ય આપતા નેતાઓ વિચારે
નાપાક પાક સામે ભારતની નામર્દાનગી શા માટે?

શહેરના ભરચક વિસ્તારમાં દેખાવમાં શક્તિશાળી નામર્દ માણસને કોઈ વ્યક્તિ ચાર લાફા મારી દે, દેખાવમાં શક્તિશાળી વ્યક્તિ લાફા ખાઈ જતો રહે. બીજા દિવસે તેને કોઈ પૂછે કે તમે કેમ કોઈ પ્રતિકાર નહોતો કર્યો? ત્યારે દેખાવમાં શક્તિશાળી કહે કે આમ તો હું તેમનો જવાબ આપી દેવાનો હતો પણ તે મારો કાકાના સાળાનો ભાણીયાનો ભાણીયો થતો હોવાથી હું ગમ ખાઈ ગયો છું. આવું કંઈક અત્યારે ભારત માટે છે. રમઝાન મહિનો મુસ્લીમ ધર્મ માટે છે ભારતે પાકિસ્તાન માટે રમઝાન મહિનામાં સરહદો ઉપર શાંતિ જાળવવાની જાહેરાત કરી ભારત દેશ અદબ વાળીને બેસી જાય. પાકિસ્તાન લશ્કરો સરહદનો ભંગ કરી હુમલા કરે જાય છતાં ભારત દેશ તરફથી નિવેદનો અપાય કે અમે રમઝાન પૂરતી શાંતિ જાળવવાની જાહેરાત કરી છે. એટલે રમઝાન મહિના પછી પાકિસ્તાનને જોઈ લઈશું આ કેવી ગાંધીગીરી? તમારા ગાલ ઉપર કોઈ લાફો મારે તો તમે બીજો ગાલ ધરજો હવે આ જમાનો જતો રહ્યો છે. કદાચ આપણા પોતાના માણસો હોય તો આવું વિચારાય તો યોગ્ય છે પણ આ તો આપણા દુશ્મનો છે. તેમના માટે તો ઈંટનો જવાબ પથ્થરથી જ આપવો પડે. ટી.વી. ઓન કરો અને ગમે તે કાશ્મીરી સરહદ વિસ્તારમાં આપણા લાડકા જવાનો શહીદ થવાના સમાચારો મળે ભારત દેશનો પનોતો પુત્ર અકાળે વિદાય લે લશ્કર તેને સલામી આપી વિદાય આપે દેશના નેતાઓ તેમાંય ખાસ કરીને ભાજપના પ્રવક્તા ટી.વી. માધ્યમથી દેશ વ્યાપી સંદેશા આપે કે આપણે આપણા શહીદોની શહાદત એળે જવા દેવાના નથી. અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. આ કેવું એકનું એક ગોખી રાખેલું વાક્ય! આપણા સત્તાધારી નેતાઓ આવું ને આવું ક્યાં સુધી ચલાવશે? સરકાર કદાચ શહીદ જવાનોને રોકડ પૈસા જમીન આપે અનેક સુખ સગવડોની જાહેરાત કરે તે પૂરતું છે ખરુ? સરકારના આપેલા પૈસાથી શહીદ જવાનોના બાળકોને પિતા મળશે ખરા? બિચારા બનેલા બાળકો સામે દયાની દૃષ્ટિથી જોવાશે. આ બધામાં સરકારના પૈસાથી ફેર પડશે ખરો? યુવાન વયે પહોંચેલી મહિલા તેનો પતિ ગુમાવશે. સરકારના પૈસાથી મહિલાનું પતિસુખ પાછું આવી શકશે? જવાનના માતા પિતા પોતાનો લાડકવાયો, સેવા ચાકરી કરનારો ગુમાવશે, માતા પિતાને લશ્કરમાંથી આવી બન્નેને વ્હાલ કરતો દિકરો સરકારના પૈસા અને જમીનથી પાછો મળશે ખરો? માતા પિતાની અરથીને કોણ કાંધો દેશે? આવું કોઈક વાર થાય તો ચલાવાય. યુધ્ધમાં લશ્કરી જવાન લડતાં લડતાં શહીદ થાય તો ચાલે આતો પાકિસ્તાનના ખોટા હુમલાથી આતંકવાદીઓના હુમલાથી લશ્કરી જવાનો રોજે રોજ શહીદ થાય તે ક્યાં સુધી ચલાવવાનું છે. ભાજપના પ્રવક્તા જો આવી કપરી પરિસ્થિતિમાંથી એક વખત પસાર થાય તો તે ગોખેલો આશ્વાસન આપવાનુ ભૂલી જાય. ભારત દેશ શક્તિશાળી દેશ છે. તે ધારે તો પાકિસ્તાનને થોડા કલાકમાં જ ભોંય ભેગુ કરી શકે. ભૂતકાળમાં પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને જુદો પાડ્યો તે રીતે પાકિસ્તાનના ત્રણ ભાગલા કરી ત્રણ દેશો બનાવવામાં આવે તો કદી પાકિસ્તાનની ચિંતા ન રહે. દેશના નેતાઓ મતોના રાજકારણમાં પડ્યા છે. પોતાનુ અસ્તિત્વ ટકાવવા માટે મતોનું રાજકારણ રમી રહ્યા છે. આ વાત પાકિસ્તાનનુ લશ્કર જાણે છે. એટલા માટે વારંવાર સરહદ ઉપર હુમલા કરી ભારતના સૈનિકોના ભોગ લીધે જાય છે. આવી રીતે કાશ્મીરમાં પણ સરકારની ઢીલી નીતિ છે. લશ્કરી જવાનોને પથ્થર પડે તો પણ બેલેટ ગન નહિ પણ પેલેટ ગન વાપરવાની, પથ્થરમારો કરનારા જાણે છેકે પેલેટ ગનથી ઘાયલ થવાશે પણ મરી નહિ જવાય. સરકાર લશ્કરને રીયલ ગન વાપરવાની છૂટ આપે તો કોઈને મરવું સારુ લાગતુ નથી. આપોઆપ પથ્થરબાજો ખોવાઈ જાય. ભારતીય ટીવી ચેનલો ફક્ત ભારત દેશમાં જ દેખાય છે તેવું નથી. કાશ્મીરમાં ટોળા લશ્કરી ગાડી ઉપર પથ્થરમારો કરતા દેખાય છે ત્યારે પરદેશીઓના મગજમાં ભારત દેશની ખરાબ છાપ ઊભી થાય છે કે ભારત શાંતિપ્રિય દેશ નથી. ભલે નરેન્દ્રભાઈ મોદી જુદા જુદા દેશમાં ફરી ભારતનો સારો સંદેશો આપતા હોય પણ કાશ્મીરના પથ્થરબાજો દ્વારા વિદેશોમાં ભારતનો ખોટો સંદેશો પહોંચે છે. ખુરશી ટકાવી રાખવા માટે પોતાનું મૂળ કર્તવ્ય ચુકતા રાજકીય આગેવાનોની નીતિથી ભારત દેશ માટે વિશ્વમાં નમાલા દેશની છાપ ઊભી થઈ છે.

Leave a Reply

Top