You are here
Home > Prachar News > તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવતા – સતલાસણા તાલુકામાં ત્રણ ક્ષત્રાણિઓનુ રાજ

તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવતા – સતલાસણા તાલુકામાં ત્રણ ક્ષત્રાણિઓનુ રાજ

તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવતા
સતલાસણા તાલુકામાં ત્રણ ક્ષત્રાણિઓનુ રાજ

તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસની સરખી સીટો, એક અપક્ષે કોંગ્રેસને
ટેકો આપ્યો છતા ભાજપે સત્તા મેળવી

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખ / ઉપપ્રમુખની ચુંટણી તા.૨૦-૬-૨૦૧૮ ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં ચુંટણી અધિકારી ડી.એ.પટેલ (જિલ્લા પુરવઠા અધિકારી)ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના સરખા સભ્યો હતા અને એક અપક્ષ હતો. ગત ટર્મમાં અપક્ષે ભાજપને સમર્થન જાહેર કરતા ભાજપની તાલુકા પંચાયત બની હતી. ચાલુ વર્ષની ચુંટણીમાં અપક્ષ કોંગ્રેસના ટેકામાં આવતા ભાજપ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભી તથા સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ તથા રાજકારણના ચાણક્ય વિરેન્દ્રસિંહ પરમારે કુનેહપૂર્વક હારની બાજી જીતમાં ફેરવી દીધી હતી. કોંગ્રેસના એક સદસ્યએ છેલ્લી ઘડીએ ભાજપને સમર્થન કરતા તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીકુંવરબા વિરેન્દ્રસિંહજી પરમાર તથા ઉપપ્રમુખ પદે વિષ્ણુબા ભીખુસિંહ ચૌહાણે સત્તાના સુકાન સંભાળ્યા હતા. સતલાસણા તાલુકાના રાજકારણમાં ભારે ઉથલપુથલ કરાવનાર હડોલ તાલુકા પંચાયત સીટના કોકીલાબેન રોહિતકુમાર જોષી અપક્ષ ચુંટાયા હતા. ભાજપ અને કોંગ્રેસના સાત-સાત ડેલીગેટો હતો. અગાઉ જ્યારે તાલુકા પંચાયતની ચુંટણી જાહેર થઈ તે પહેલા ભાજપનુ મોવડી મંડળ અપક્ષને મળવા ગયુ હતુ. તે વખતે અપક્ષ કોકીલાબેને પ્રમુખ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે મને પ્રમુખ બનાવે તેને હું ટેકો કરીશ તેવી જાહેરાત કરતા ભાજપે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતની જાણ કોંગ્રેસને થતા કોંગ્રેસના આગેવાનોએ અપક્ષને પોતાના તરફ કરવા મનાવી લીધા હતા. બન્ને પક્ષોના કેમ્પો સભ્યો અને સમર્થકોને લઈ પ્રવાસે ઉપડી ગયા હતા. બન્ને પક્ષોના કેમ્પ ચુંટણીના દિવસે પરત આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના વજાપુર સીટના ભમ્મરસિંહ માલસિંહ ચૌહાણે ચુંટણીના દિવસે ભાજપના સમર્થનમાં મતદાન કરતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ બાબતે જિલ્લા કોંગ્રેસ અગ્રણી મહોબતસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, ભાજપ શામ-દામ દંડ-ભેદની નિતિ અખત્યાર કરી દાદાગીરીથી કોંગ્રેસનો ઉમેદવાર લઈ ગઈ છે. લોકશાહીની પ્રણાલીમાં દાદાગીરી કે પ્રલોભનો આપી છીનવી લેવુ તે આઝાદીના ખુન કર્યા બરોબર છે. જે હોય તે પણ ભાજપે સતલાસણામાં ભગવો લહેરાવ્યો પણ હાલ સતલાસણા તાલુકામાં ત્રણ ક્ષત્રાણિઓનું રાજ ચાલે છે એવુ કહેવાય. તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીકુંવરબા. પોલીસ સબ ઈન્સ્પેક્ટર તારાબાવાળા અને મામલતદાર મંજુલાબા રાજપૂત આમ ત્રણ બા એટલેકે ક્ષત્રાણિઓના હાથમાં સતલાસણાનુ સુકાન છે. જેના કારણે હોબાળા પણ શાંત થઈ ગયા છે. કોંગ્રેસ પક્ષે ભમ્મરસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરી દીધા છે.

Leave a Reply

Top