You are here
Home > News > ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને દાતાઓના સહયોગથી – વડનગરી દરવાજા એકતા પોલીસ ચોકીનુ લોકાર્પણ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને દાતાઓના સહયોગથી – વડનગરી દરવાજા એકતા પોલીસ ચોકીનુ લોકાર્પણ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને દાતાઓના સહયોગથી
વડનગરી દરવાજા એકતા પોલીસ ચોકીનુ લોકાર્પણ

પોલીસ ચોકી બનાવવામાં સહયોગ આપનાર દાતાશ્રીઓ

શ્રી કાળુભાઈ ફૈઝલભાઈ સૈયદ (આતિફ રેસીડેન્સી)-રૂા.૨,૦૧,૦૦૦, શ્રી ઋષિભાઈ પટેલ(ધારાસભ્યશ્રી વિસનગર તથા ચેરમેન એપીએમસી, વિસનગર-રૂા.૫૧,૦૦૦, શ્રી પી.સી.પટેલ (વિસનગર સહકારી મંડળી)-૫૧,૦૦૦, શ્રી પરેશભાઈ ચૌધરી (સ્પાન ગૃપ)-૫૦,૦૦૦, શ્રી પ્રકાશભાઈ પટેલ (ચેરમેન, એસ. કે. કોલેજ)-૫૦,૦૦૦, શ્રી રાજુભાઈ કે. પટેલ (આર.કે.જ્વેલર્સ)-૨૫,૦૦૦, શ્રી રાજુભાઈ ડી. પટેલ દાળીયા (મરચન્ટ કોલેજ)-૨૫,૦૦૦, શ્રી વજીરખાન બી. પઠાણ-૨૫,૦૦૦, શ્રી કાસમભાઈ મેમણ (કામાવાળા)-૨૫,૦૦૦, શ્રી કલ્પેશભાઈ ડી. પટેલ (ડીટી)- ૨૫,૦૦૦, શ્રી કમલેશભાઈ નાથાભાઈ પટેલ-૧૫,૦૦૦, શ્રી ચૌધરી સુરેશભાઈ વી.(એસોસીએટ્‌ કન્સલ્ટન્ટ)-૧૧,૧૧૧, શ્રી અસરફભાઈ અડવાણી (લાજવાબ પેપ્સી)-૧૧,૦૦૦, શ્રી રાકેશભાઈ કનુભાઈ પટેલ-૧૦,૦૦૦, શ્રી શીવકુમાર સોની-૧૦,૦૦૦, શ્રી વિજયકુમાર ફકીરચંદ પટેલ (પોંયરાનો માઢ)-૫૦૦૦, શ્રી અમીતભાઈ (દર્શન પાર્લર)-૫૦૦૦, શ્રી સલીમભાઈ ઉસ્માનભાઈ મેમણ-૫૦૦૦, શ્રી હર્ષદભાઈ મનુભાઈ ઓડ-૨૫૦૦, શ્રી મુસ્તાકભાઈ આઈ.બહેલીમ-૨૫૦૦, શ્રી ફીરોજભાઈ(નગરપાલિકા)-૨૦૦૦, શ્રી વીરમભાઈ સાગરભાઈ રબારી-૨૦૦૦, રાજ સ્કેપ(ભંગારવાળા) ટેઈલર-૨૦૦૦, શ્રી ખાલીદભાઈ મેમણ(બેકરીવાળા)-૧૦૦૦, શ્રી રાજુભાઈ મહારાજ(પંચમુખી હનુમાન)-૧૦૦૦, શ્રી ગોવિંદભાઈ ગાંધી પ્રમુખ(વિસનગર નગરપાલિકા)-પાણીની મોટર, શ્રી નુરજહા મુસ્તાકભાઈ સીંધી(કોર્પોરેટર)-પંખો, શ્રી ભાવનાબેન હિંમતભાઈ દેસાઈ(ઉપ પ્રમુખ)-પંખો, શ્રી મધુબેન ભુપતભાઈ ઠાકોર(કોર્પોરેટર)- પંખો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં વડનગરી દરવાજા વિસ્તારમાં વધતી બદી અને આ વિસ્તારના વિકાસ માટે પોલીસ ચોકીની માગણી ઉભી થઈ હતી. ત્યારે છેલ્લા દોઢેક વર્ષના પ્રયત્ન બાદ પોલીસ ચોકીનુ મકાન બનતા તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. હિન્દુ-મુસ્લીમ સમાજના લોકફાળાથી આ પોલીસ ચોકી બની હોવાથી ડી.વાય.એસ.પી. કે.એમ.વાઘેલાએ એકતા પોલીસ ચોકી નામ આપતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે એકતા પોલીસ ચોકી નામની તકતી લગાવા અનુરોધ કર્યો હતો.
વિસનગરમાં વડનગરી દરવાજા વિસ્તારમાં ચરસ ગાંજાનો ખુલ્લેઆમ વેપાર થતો હતો. યુવતીઓની છડેચોક મશ્કરી થતી હતી. અસમાજીક તત્વોના ત્રાસના કારણે હિન્દુ-મુસ્લીમ સમાજના સંસ્કારી અને શાંતિપ્રિય લોકોનુ રહેવુ દુષ્કર બની ગયુ હતુ. ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર મુસ્તાકભાઈ સીંધી તથા ઈકબાલભાઈ ચોકસીએ પોલીસ ચોકી બનાવવા સહી ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ આ વિસ્તારના બીલ્ડર કાળુભાઈ સૈયદ, પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ અને રાજુભાઈ ગાંધીએ પોલીસ ચોકીનુ મકાન બનાવવા બીડુ ઝડપ્યુ હતુ. અને શહેરના દાતાઓ પાસેથી ફાળો લેવાની શરૂઆત કરી હતી. ફાળા માટે અને પોલીસ ચોકીની મંજુરી માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે ડી.એસ.પી. અને ડી.વાય.એસ.પી.ને રજુઆત કરી પોલીસ ચોકીની મંજુરી મેળવી હતી. જે પોલીસ અધિકારીઓએ પોલીસ ચોકીનુ મકાન બનશે તો સ્ટાફ ફાળવવા બાહેધરી આપી હતી.
આતિફ રેસીડન્સીના બીલ્ડર કાળુભાઈ ફજલભાઈ સૈયદ અને પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે ૭૦ વર્ષ પહેલા અહી પોલીસ ચોકીની જગ્યા નીમ થઈ હોવાના સીટીસર્વેમાંથી પુરાવા મેળવી પાલિકામાંથી બાંધકામ મંજુરી મેળવી પોલીસ ચોકીનુ ખાતમુહુર્ત કર્યુ હતુ. જે પોલીસ ચોકી માટે શહેરના જે પણ દાતાઓ સંપર્ક કર્યો તેમણે પુરા ઉત્સાહથી દાન આપવા સંમતી આપી હતી.
દાતાઓના સહકારથી પોલીસ ચોકીનુ મકાન બનતા તા.૧૭-૬-૨૦૧૮ ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય તથા માર્કેટયાર્ડના ચેરમેન ઋષિકેશભાઈ પટેલ ઉદાર હાથે દાન આપનાર દાતા કાળુભાઈ સૈયદ, મજુર મંડળીના ચેરમેન પી.સી.પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ડી.વાય.એસ.પી. જે.એમ.વાઘેલા, સીટી પી.આઈ.વી.પી.પટેલ, તાલુકા પી.આઈ.ડી.એસ.પુનડીયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, લાલાભાઈ રબારી, જે.કે.ચૌધરી, પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ ગાંધી, ભરતભાઈ પટેલ, જગદીશભાઈ ચૌહાણ, ફજલ મહંમદ, મુસ્તાકભાઈ બહેલીમ, ગુંજા સરપંચ અને દાતા સુરેશભાઈ ચૌધરી, અમીતભાઈ પટેલ દર્શન પાર્લર વિગેરે દાતાઓ અને આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ડી.વાય.એસ.પી.વાઘેલાએ જણાવ્યુ હતુ કે, પોલીસ ચોકી માટે હિન્દુ-મુસ્લીમ સમાજના તમામ લોકોએ દાન આપ્યુ છે ત્યારે આ પોલીસ ચોકીનુ નામ એકતા પોલીસ ચોકી રાખવુ જોઈએ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતું કે પોલીસ ચોકી બનવાથી આ વિસ્તારની બદીઓ દુર થશે અને વિકાસ થશે. ઘણી વખત અંગત કારણોસરના ઝઘડા કોમી સ્વરૂપ ધારણ કરતા હતા. ત્યારે પોલીસ ચોકી બનવાથી સુલેહ અને શાંતી જળવાશે. ડી.વાય.એસ.પી. વાઘેલાની લાગણી પ્રમાણે પોલીસ ચોકીને એકતા પોલીસ ચોકી નામની તકતી લગાવવા અનુરોધ કર્યો હતો. રાજુભાઈ ગાંધીના સહયોગથી લોકાર્પણ પ્રસંગે આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનુ સંચાલન શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ અને જે.કે.ચૌધરીએ કર્યુ હતુ.

Leave a Reply

Top