You are here
Home > Prachar News > પ્રજ્ઞાબેનના પ્રમુખકાળમાં સંકલને બેજ મીટીંગ વધારાની બોલાવી હતી – સંકલન સમિતિએ કોઈજ ભેદભાવ રાખ્યો નથી

પ્રજ્ઞાબેનના પ્રમુખકાળમાં સંકલને બેજ મીટીંગ વધારાની બોલાવી હતી – સંકલન સમિતિએ કોઈજ ભેદભાવ રાખ્યો નથી

પ્રજ્ઞાબેનના પ્રમુખકાળમાં સંકલને બેજ મીટીંગ વધારાની બોલાવી હતી
સંકલન સમિતિએ કોઈજ ભેદભાવ રાખ્યો નથી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે સંકલન સમિતિએ વારંવાર મીટીંગો બોલાવી ભેદભાવ રાખ્યો હોવાના આક્ષેપ સામે સંકલન સમિતિએ જણાવ્યુ છેકે પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં બેજ વખત વધારાની મીટીંગ બોલાવી હતી. પૂર્વ પ્રમુખના સંકલન સમિતિ સામેના આક્ષેપો ખોટા છે.
પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના સંકલન સમિતિ ઉપરના આક્ષેપો બાબતે સંકલન સમિતિએ જણાવ્યુ છેકે, પાલિકા અને સંકલનને નીચુ જોવુ પડ્યુ તેવુ કામ તો પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં થયુ છે. પ્રજ્ઞાબેન પટેલ પ્રમુખ તરીકે ચુંટાયા બાદ કમિટિઓની રચના માટે ઉમા બાવનની વાડીમાં રાત્રે ૧૦-૦૦ કલાક સુધી ચર્ચા કરીને કમિટિઓની રચના કરવામાં આવી હતી. બીજા દિવસે સામાન્ય સભામાં પ્રજ્ઞાબેન પટેલે મનસ્વી રીતે પોતે તૈયાર કરી લાવેલ કમિટિઓની જાહેરાત કરતા સંકલન સમિતિને નીચાજોણુ થયેલ. સરદાર પટેલની પ્રતિમા મુકવાનુ કામ અભિનંદનને પાત્ર હતુ. તે કાર્યક્રમની રૂપરેખા માટે મીટીંગ બોલાવી હતી. તેના હિસાબો પ્રચાર દ્વારા જાહેર કરવા જોઈતા હતા. જેથી આંગળી ચીંધામણ થાય નહી. જે હિસાબો હજુ સુધી જાહેર થયા નથી. હિરો હોન્ડા શોરૂમ પાસે રોડ માટેનુ ટેન્ડર બહાર પાડેલ, વર્કઓર્ડર પણ અપાવેલ, સભ્યોની રજુઆતથી રોડને બદલે પાઈપો નાંખવાનું કામ હેતુફેર થયુ જે ટેન્ડર રદ કરી, નવેસરથી ઠરાવ કરીને, નવુ ટેન્ડર બહાર પાડી કામ કરવુ જોઈતુ હતુ. જેથી સભ્યોને માથે લટકતી તલવારનો પ્રશ્ન ઉભો થાય નહી. આ કામ પ્રજ્ઞાબેન પટેલના વખતે શરૂ થયુ અને પુરૂ પણ થયુ. પ્રજ્ઞાબેન પટેલ આ કામમાં બીલ ચુકવવા સહી કરી મંજુરી આપેલ છે. જી.ડી. હાઈસ્કુલના કામમાં ઓડીયો ક્લીપ ફરતી થઈ હતી. જેની સ્પષ્ટતા માટે પ્રજ્ઞાબેન પટેલ, બકુલભાઈ ત્રીવેદી અને કોન્ટ્રાક્ટરની હાજરીમાં સંકલનની મીટીંગ બોલાવી હતી. સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણના આગળના દિવસે અને ઓડીયો ક્લીપ સંદર્ભે બેજ વખત મીટીંગ બોલાવી હતી. ત્યારબાદ પ્રજ્ઞાબેન પટેલના શાસનમાં એકપણ વધારાની મીટીંગ બોલાવી નથી.
સંકલન સમિતિ દ્વારા વધુમાં જણાવ્યુ હતુ કે પ્રમુખની ચુંટણી સંદર્ભે મળેલી મીટીંગમાં કેનાલના કામમાં કોન્ટ્રાક્ટરે સળીયા કાઢી લેતા ચીફ ઓફીસરના હુકમ છતા એફ.આઈ.આર. થઈ નથી તે બાબતે ટકોર કરતી ચર્ચા થઈ હતી. શહેરમાં ગેરકાયદેસર થતા બાંધકામ સંદર્ભે કોઈ કાર્યવાહી થતી નથી. શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટની મિલ્કતોમાં ભોયતળીયાનુ ક્ષેત્રફળ આધારેજ આકારણી થયાનો પરિપત્ર છે તે પ્રમાણે વેરાબીલ આપવા, કમિટિના ચેરમેનના રાજીનામા સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો સંકલન સમિતિ સમક્ષ રજુઆત કરવા, તેમજ અઠવાડીયામાં એક દિવસ પાણી કાપનો નિયમ બંધ કરી છ-સાત વિભાગોમાં પાંચ પાંચ મીનીટ કાપ મુકી દરરોજ પાણી આપવા માટે ચર્ચા થઈ હતી.

Leave a Reply

Top