વિસનગર તાલુકાના કમાણાના વતની અને ગોઠવા સીટના કોંગ્રેસના સદસ્યા  –  શિલાબેન પટેલ જીલ્લા પંચાયતના પ્રમુખ બનતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

વિસનગર તાલુકાના કમાણાના વતની અને ગોઠવા સીટના કોંગ્રેસના સદસ્યા – શિલાબેન પટેલ જીલ્લા પંચાયતના પ્રમુખ બનતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

Prachar News No Comments on વિસનગર તાલુકાના કમાણાના વતની અને ગોઠવા સીટના કોંગ્રેસના સદસ્યા – શિલાબેન પટેલ જીલ્લા પંચાયતના પ્રમુખ બનતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

વિસનગર તાલુકાના કમાણાના વતની અને ગોઠવા સીટના કોંગ્રેસના સદસ્યા
શિલાબેન પટેલ જીલ્લા પંચાયતના પ્રમુખ બનતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

શિલાબેન અને તેમના પતિ સુધિરભાઈ પટેલે ગમે તેવા ચડાવ-ઉતાર વચ્ચે કોઈપણ લોભ-લાલચમાં આવ્યા વગર કોંગ્રેસમાં એક વફાદાર સૈનિકની જેમ કામ કર્યુ છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં વિસનગર તાલુકાના કમાણા ગામના વતની અને ગોઠવા સીટના સદસ્યા શિલાબેન એસ.પટેલની આગવી વહીવટી સુઝ અને આવડતથી કોંગ્રેસ પાર્ટીએ તેમને જીલ્લા પંચાયતના પ્રમુખ બનાવતા કમાણા ગામ, પાટીદાર સમાજ તથા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. જોકે શિલાબેનને જીલ્લા પંચાયતના પ્રમુખપદનો ઉચ્ચ હોદ્દો મેળવવામાં તેમના પતિ સુધિરભાઈ પટેલની પક્ષ પ્રત્યેની વફાદારી અને પોતાના વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે કરેલા વિકાસકામોનુ પરિણામ છે.
રાજકારણમાં શિક્ષણ, વફાદારી અને આગવી વહીવટી સુઝ ધરાવતા કાર્યકરોને સમય થતા પાર્ટી ઉચ્ચ હોદ્દો આપી કદર કરતી હોય છે. જેમાં વિસનગર તાલુકાના કમાણા ગામના વતની સુધિરભાઈ પટેલ અને તેમના પત્નિ શિલાબેન પટેલ શિક્ષિત અને સરળ સ્વભાવના છે. જેઓ કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી એક વફાદાર સૈનિકની જેમ જોડાયેલા છે. જેઓએ પક્ષમાં ગમે તેવા ચડાવ-ઉતાર વચ્ચે કોઈપણ પ્રકારના લોભ-લાલચમાં આવ્યા વગર પક્ષમાં વફાદાર સૈનિકની જેમ કામ કર્યુ છે. આ દંપત્તીની પક્ષ પ્રત્યેની વફાદારીની ગુજરાતનાજ નહી પણ દિલ્હીના કોંગ્રેસના નેતાઓએ નોંધ લીધી છે. અગાઉ જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની યોજાનારી ચુંટણીમાં કોંગ્રેસ પક્ષે વિસનગર તાલુકાના ભાન્ડુ સીટના સદસ્ય રણજીતસિંહ ઠાકોરને પ્રમુખપદે બેસાડ્યા હતા. જેમની અઢી વર્ષની ટર્મ પુરી થતા આ વખતે બીજા તાલુકાના સદસ્યને જીલ્લા પંચાયતના પ્રમુખ બનાવવાની અટકળો ચાલી રહી હતી. છતાં ગોઠવા સીટના સદસ્યા શિલાબેન પટેલે જીલ્લા પંચાયતના પ્રમુખ પદે દાવેદારી નોંધાવી હતી. ત્યારે જીલ્લાના મોટાભાગના સદસ્યોએ વિસનગર તાલુકાના હોવાથી વિસનગર તાલુકાએ બીજી વખત દાવો કરતા તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે કોંગ્રેસના ટોચના નેતાઓએ શિલાબેન પટેલે તેમના વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે કરેલા વિકાસ કામો અને તેમની આગવી વહીવટી સુઝ તથા શિલાબેનના પતિ સુધિરભાઈ પટેલની વર્ષોથી પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાને રાખીને કોંગ્રેસ પાર્ટીએ વિરોધના વંટોળમાં પણ શિલાબેન પટેલને જીલ્લા પંચાયતના પ્રમુખ બનાવવાનો નિર્ણય લીધો હતો. પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય ગણી જીલ્લાના સદસ્યોએ તેમને ટેકો આપી જીલ્લા પંચાયતના પ્રમુખપદના મહત્વના હોદ્દા ઉપર બિરાજમાન કરતા કમાણા ગામ, પાટીદાર સમાજ તથા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Leave a comment

Back to Top