અખિલ વિશ્વ બ્રહ્મ સમાજને એક મંચ ઉપર લાવવા વડનગર-ખેરાલુ-સતલાસણામાં પરશુરામ યાત્રાનું ભવ્ય સ્વાગત

અખિલ વિશ્વ બ્રહ્મ સમાજને એક મંચ ઉપર લાવવા વડનગર-ખેરાલુ-સતલાસણામાં પરશુરામ યાત્રાનું ભવ્ય સ્વાગત

News, Prachar News No Comments on અખિલ વિશ્વ બ્રહ્મ સમાજને એક મંચ ઉપર લાવવા વડનગર-ખેરાલુ-સતલાસણામાં પરશુરામ યાત્રાનું ભવ્ય સ્વાગત

અખિલ વિશ્વ બ્રહ્મ સમાજને એક મંચ ઉપર લાવવા
વડનગર-ખેરાલુ-સતલાસણામાં પરશુરામ યાત્રાનું ભવ્ય સ્વાગત
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
અખિલ વિશ્વ બ્રાહ્મણ પરિષદ સાથે જયપુર ખાતેના બ્રહ્મ પરશુરામ અખાડાના મહંત આચાર્ય રાજેશ્વરજી મહારાજ દ્રારા રાજસ્થાનના જુજંન જિલ્લાના લોહાર્ગલ કે જે ભગવાન પરશુરામનું પવિત્ર તિર્થધામ છે. ત્યાથી તા.૫-૦૩-૨૦૧૭ના રોજ નીકળેલી ભગવાન પરશુરામ રથ યાત્રા સોમવારે વડનગર,ખેરાલુ અને સતલાસણા પહોંચી હતી.જ્યાં શહેર અને તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનો દ્રારા ભવ્ય સ્વાગત કર્યું હતું.
આદરણીયશ્રી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર થી ખેરાલુ પધારેલી ભગવાન પરશુરામ યાત્રાના મુખ્ય સંયોજક આચાર્ય રાજેશ્વરજી મહારાજે યાત્રાનો ઉદ્દેશ જણાવતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. કે ભગવાન પરશુરામના જીવન ચરિત્ર વિશે બ્રાહ્મણો અવગત થાય અને પરશુરામ ભગવાનની છત્ર છાયા તળે વિશ્વભરના બ્રાહ્મણો એક થઈ એક્તા કેળવે,વિશ્વના દરેક ખુણે રહેતા બ્રાહ્મણો ને રોજગાર,શિક્ષણ અને સુરક્ષા તે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. હાલ વિશ્વભરના બ્રાહ્મણોનો ડેટા એકત્ર થઈ રહ્યો છે. ૩ વર્ષમાં ૧,૧૧,૦૦૦ કી.મી.કાપી ભારતના તાલુકા અને જિલ્લા મથકો સાથે કુલ ૭૦૦૦ ગામોમાં પહોંચવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધી ભારતનો ૩૦ હજાર કી.મી.નો પ્રવાસ પુરો થઈ ગયો છે. અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ બ્રાહ્મણોનો સંપર્ક નંબર એકત્ર કરાયા છે.આચાર્ય રાજેશ્વરજીએ વધુમાં જણાવ્યું હતું કે સમાપન પછી ડીઝીટલ માધ્યમથી બ્રાહ્મણો માટે હેલ્પ લાઈન શરુ કરાશે,જેમા તમામ પ્રકારની મદદ મળશે ગ્રીનીશ બુકમાં નામ નોધાવવા જઈ રહેલી વિશ્વની આ સૌથી મોટી યાત્રાને દુનિયાના બ્રાહ્મણ સંગઠનો ટેકો આપી રહ્યા છે.આ યાત્રા મોસ્કો, ભુટાન, નેપાળ સાથે ચાર દેશોમાં પણ જશે. સતલાસણા ખાતે બાઈક રેલી સ્વરૂપે રથનું પાઈલોટીંગ કર્યુ હતુ.

Leave a comment

Back to Top