કાંમલપુર(ગો)ના વતની અને કોગ્રેંસના તાલુકા સદસ્ય કલ્પનાબેન ચૌધરીનુ તાલુકા સંગઠનના મહિલા પ્રમુખ પદેથી રાજીનામુ

કાંમલપુર(ગો)ના વતની અને કોગ્રેંસના તાલુકા સદસ્ય કલ્પનાબેન ચૌધરીનુ તાલુકા સંગઠનના મહિલા પ્રમુખ પદેથી રાજીનામુ

News, Prachar News No Comments on કાંમલપુર(ગો)ના વતની અને કોગ્રેંસના તાલુકા સદસ્ય કલ્પનાબેન ચૌધરીનુ તાલુકા સંગઠનના મહિલા પ્રમુખ પદેથી રાજીનામુ

કાંમલપુર(ગો)ના વતની અને કોગ્રેંસના તાલુકા સદસ્ય
કલ્પનાબેન ચૌધરીનુ તાલુકા સંગઠનના મહિલા પ્રમુખ પદેથી રાજીનામુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાનાં કાંમલપુર(ગો)ના વતની અને તાલુકા પંચાયતના ગોઠવા-૨ સીટના કોગ્રેંસના બાહોશ સદસ્ય કલ્પનાબેન ચૌધરીએ તાલુકા પંચાયતના પ્રમુખ -ઉપ પ્રમુખની યોજાયેલી ચુંટણીમાં મહત્વની ભુમિકા અદા કરતાં કોગ્રેંસે કટોકટીના સમયે ફરીથી તાલુકા પંચાયતમાં સત્તા મેળવી છે. ત્યારે કોગ્રેંસના આવા વફાદાર સદસ્યએ પક્ષમાં પોતાની અવગણના થતી હોવાનું કારણ દર્શાવી અચાનક વિસનગર તાલુકા કોગ્રેંસ મહિલા સંગઠનનાં પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતાં કોગ્રેંસમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જોકે કોગ્રેંસના આ તાલુકા સદસ્ય આગામી સમયમાં સભ્ય પદેથી પણ રાજીનામું આપશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો આ સદસ્ય કોગ્રેંસના સભ્ય પદેથી રાજીનામું આપેતો તાલુકા પંચાયતમાં મોટો ભુંકપ સર્જાઈ શકે છે.
રાજકારણ અને ક્રિકેટની રમતમાં કોઈવાર એવા સંજોગો ઉભા થતાં હોય છે કે જે વિરોધીઓ માટે ફાયદાકાર બને છે. અને આવા સંજોગો ઉભા કરવા પાછળ તેમના શુકાનીઓ જવાબદાર હોય છે. જેમા રાજકારણની વાત કરીએ તો ભાજપ અને કોગ્રેંસ પક્ષમાં પાર્ટીના અદના નેતાઓના આંતરિક જુથવાદમાં પક્ષના નાના હોદ્દેદારો અને કાર્યકરોની અવગણના થતા તેઓ પોતાનું માન સન્માન જાળવવા છેવટે મજબુર થઈ હોદ્‌ા ઉપરથી કે સભ્ય પદેથી રાજીનામુ આપે છે. સમય થતા આવા કાર્યકરો દરેક ચુંટણીમાં પક્ષને મોટું નુકશાન પહોચાડે છે. તાજેતરમાં વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખની યોજાયેલી ચુંટણીમાં કોગ્રેંસના તાત્કાલીન પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત કોગ્રેંસના છ સભ્યોએ પક્ષમાં બળવો કરતાં કોગ્રેસને તાલુકાપંચાયત ફરીથી કબજે કરવી મુશ્કેલ બન્યું હતું. ત્યારે વિસનગર તાલુકા પંચાયતના ગોઠવા સીટના કોગ્રેસના સદસ્ય કલ્પનાબેન ચૌધરીએ કોઈપણ પ્રકારની લોભ-લાલચમાં આવ્યા વગર પક્ષને વફાદાર રહ્યા હતાં. આ સાથે તેમને નિકટના અન્ય સભ્યોને પણ સાચવી રાખતા ભાજપના તમામ પ્રકારના રાજકીય કાવાદાવા અને સરકારી મશીનરી સામે ભારે તણાવભર્યા માહોલમાં કોગ્રેંસે તાલુકા પંચાયતમાં ફરીથી સત્તાનું શુકાન સંભાળ્યું છેે. ત્યારે કોગ્રેંસના ૧૨ સભ્યોની તાલુકાના લોકો કદર કરી તેમની પક્ષ પ્રત્યેની વફાદારીને બિરદાવતાં હતાં.જેમાં તાલુકા સદસ્ય કલ્પનાબેન ચૌધરીના પરિવારના કોઈ સભ્યનું ચુંટણી પુર્વે મૃત્યુ થયું હોવા છતાં તેઓએ અડગ મન રાખીને પોતાના પક્ષને વિજયી બનાવવા હાજર રહ્યા હતા.કલ્પનાબેન ચૌધરીની પક્ષ પ્રત્યેની લાગણી જોઈને કોગ્રેંસે તેમને વિસનગર તાલુકા કોગ્રેંસ મહિલા સંગઠનની વધારાની જવાબદારી સોંપી હતીં જેજવાબદારી કલ્પનાબેન સક્રીય બનીનિભાવી રહ્યા હતાં.આ સાથે કલ્પનાબેન ચૌધરી તેમના પતિ હર્ષદભાઈ ચૌધરી સહિતના હોદ્દેદારોના સહયોગથી ગત વિધાનસભાની ચુંટણીમાં જાતિવાદના રાજકારણને બાજુમાં રાખીને પોતાના પક્ષને જીતાડવા રાત-દિવસ મહેનત કરી હતી.ત્યારે કોગ્રેંસના અદના નેતાઓ આગામી સમયમાં આ મહિલાની જરૂર કદર કરી તેમનું ઋણ અદા કરશે તેવું લોકો માની રહ્યા હતાં.પરંતુ આજના રાજકારણમાં સિધા સાદા અને સરળ સ્વભાવના નાના હોદ્દેદારો અને કાર્યકરોની પાર્ટીના આંતરીક વિખવાદમાં અવગણના થતી હોય છે. જેમાં વિસનગર તાલુકા કોગ્રેસ મહિલા સંગઠનના પ્રમુખ અને તાલુકા પંચાયતના સંકટ મોચન સદસ્ય કલ્પનાબેન ચૌધરીએ તાલુકા મહિલા સંગઠનના પ્રમુખ તરીકે પોતાની વારંવાર થતી અવગણનાથી નારાજ થઈને ગત શુક્રવારે અચાનક મહેસાણા જીલ્લા મહિલા સંગઠનના પ્રમુખ રીટાબેન પટેલને તાલુકા કોગ્રેસ મહિલા સંગઠન પ્રમુખના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા તાલુકા-જીલ્લા કોગ્રેસ સંગઠનમાં ભારે ભુકંપ સર્જાયો છે. જોકે આગામી સમયમાં કોગ્રેસના આ તાલુકા સદસ્ય કોગ્રેસના સભ્ય પદેથી પણ રાજીનામું આપશે તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જો આ સદસ્ય કોગ્રેંસના સભ્ય પદેથી રાજીનામું આપે તો તાલુકા પંચાયતના રાજકારણમાં મોટો ભુકંપ સર્જાઈ શકે છે. આ ઉપરાંત આવનારી લોકસભાની ચુંટણીમાં પણ વિસનગર તાલુકામાં કોગ્રેંસને મોટો ફટકો પડી શકે છે. ત્યારે કોગ્રેંસ પક્ષ આવા વફાદાર મહિલા સદસ્યનું રાજીનામું સ્વિકારે છે કે પછી તેમને મનાવે છે તે જાણવા તાલુકાના લોકો ઉત્સુક છે.

Leave a comment

Back to Top