વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા પાંચ સભ્યો ભાજપમાં જોડાયા

વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા પાંચ સભ્યો ભાજપમાં જોડાયા

News, Prachar News No Comments on વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા પાંચ સભ્યો ભાજપમાં જોડાયા

વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા પાંચ સભ્યો ભાજપમાં જોડાયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપ પ્રમુખની ચુંટણીમાં કોગ્રેંસમાં બળવો કરનાર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ સહિતના છ સદસ્યોને કોગ્રેંસ પક્ષે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતાં. જેમાંથી પ્રમુખ-ઉપ પ્રમુખ સહિતના પાંચ સદસ્યોએ વિસનગર તાલુકામાં ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં થયેલ વિકાસ ની રાજનિતીથી પ્રભાવીત થઈને ગત મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. ત્યારે આ સભ્યો આવનારી લોકસભાની ચુંટણીમાં કોગ્રેંસને કેટલું નુકશાન પહોચાડે છે. તે જોવાનું રહ્યું ?
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખની ચુંટણીમાં તાલુકા પંચાયતના તાત્કાલીન ઉપ પ્રમુખ પ્રધાનજી ઠાકોરે પ્રમુખ પદે દાવેદારી નોૅધાવતા કોગ્રેંસે તેનો વિરોધ કર્યો હતો. ત્યારે પ્રધાનજી ઠાકોરે કોગ્રેંસમાંથી બળવો કરી ગાંધીનગર કમલમ્‌ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,નાબબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ,ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ,તાલુકા ભાજપ ઉપ પ્રમુખ એલ.કે.પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી સહિત ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ભાજપનો ખેંસ ધારણ કરતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગાઉ પ્રચાર સાપ્તાહિકે તા.૨૫-૧૨-૨૦૧૭ના અંકમાં પેજ નં-૨૮ ઉપર વિસનગર તાલુકા પંચાયતના કોગ્રેંસના ઉપ પ્રમુખ પ્રધાનજી ઠાકોર તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાવવાની શક્યતાં હોવાની આગાહી કરી હતી. જે આજે સાચી સાબિત થઈ છે. જોકે આ સભ્યોને ભાજપમાં જવાથી આવનારી લોકસભાની ચુંટણીમાં કોગ્રેંસને મોટું નુકશાન થાય છેકે નહી તે તો સમય જ બતાવશે?

Leave a comment

Back to Top