૨૦ દિવસથી ગંદુ પાણી મળતુ હોવાની રજુઆત નહી સાંભળતા પાલિકા આગળ મહિલાઓએ માટલા ફોડી છાજીયા લીધા

૨૦ દિવસથી ગંદુ પાણી મળતુ હોવાની રજુઆત નહી સાંભળતા પાલિકા આગળ મહિલાઓએ માટલા ફોડી છાજીયા લીધા

News, Prachar News No Comments on ૨૦ દિવસથી ગંદુ પાણી મળતુ હોવાની રજુઆત નહી સાંભળતા પાલિકા આગળ મહિલાઓએ માટલા ફોડી છાજીયા લીધા

૨૦ દિવસથી ગંદુ પાણી મળતુ હોવાની રજુઆત નહી સાંભળતા
પાલિકા આગળ મહિલાઓએ માટલા ફોડી છાજીયા લીધા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના વોટર વર્કસમાંથી ચેરમેને રાજીનામુ આપતા, વોટર વર્કસ વિભાગ રણીધણી વગરનો થઈ ગયો છે. પીવાના પાણીને લગતા કોઈ પ્રશ્નોનો નિકાલ થતો નથી. કમાણા રોડ ઉપરની સોસાયટીઓમાં ઘણા સમયથી પીવાના પાણીમાં ગંદુ પાણી આવતુ હતુ. જે બાબતે ૨૦ દિવસથી પાલિકા તંત્ર નહી સાંભળતા છેવટે આ વિસ્તારની વિફરેલી મહિલાઓએ પાલિકા આગળ માટલા ફોડી – છાજીયા લેતા ભારે હોબાળો થયો હતો.
વિસનગરના કમાણા રોડ ઉપર આવેલ મનસુરી અને રસપાર્ક સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસથી પીવાના પાણીમાં ગટરનુ ગંદુ કાળું પાણી મળતુ હતુ. પાણીમાં ભારે દુર્ગંધ મારતી હતી. આવુ પાણી પીવા માટે તો યોગ્ય નહોતુજ, પરંતુ ઘર વપરાશમાં, નાવા-ધોવાં ઉપયોગમાં લેવાય તો પણ ચામડીના રોગ થવાની શક્યતા હતા. કોઈ ગટરલાઈન લીકેજના કારણે પીવાના પાણીમાં આવુ ગંદુ પાણી મળતા જે બાબતે પાલિકામાં વારંવાર રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતને ૨૦ થી ૨૫ દિવસ થવા છતાં પાલિકાના સુકાની વગરના વોટર વર્કસના વિભાગ દ્વારા આવી ગંભીર સમસ્યા ધ્યાને લેવામાં નહી આવતા આ બન્ને સોસાયટીઓની ૨૦ થી ૨૫ જેટલી મહિલાઓ માટલા લઈ આવી પાલિકા કાર્યાલય આગળ ફોડ્યા હતા. અને પાલિકા હોદ્દેદારોના છાજીયા લીધા હતા. મહિલાઓ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની ઓફીસમાં ઘુસી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. આ વોર્ડના સભ્ય નયનાબેન પટેલના પતિ રાજુભાઈ કલરવાળા તાત્કાલીક દોડી આવી મહિલાઓની રજુઆત સાંભળી હતી. જેમણે બુધવાર સુધીમાં ખોદકામ કરી ફોલ્ટ શોધી રીપેરીંગ કરવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Leave a comment

Back to Top