Select Page

વિસનગર તાલુકા પંચાયતના કેટલાક કાયમી કર્મચારીઓ પાંચ-છ વર્ષથી ચિપકેલા

વિસનગર તાલુકા પંચાયતના કેટલાક કાયમી કર્મચારીઓ પાંચ-છ વર્ષથી ચિપકેલા

રાજકીય વગના કારણે ચુંટણીપંચની સુચનાઓની કોઈ અસર નહી

  • વિકાસશાખાના કેટલાક સ્થાનિક કાયમી કર્મચારીઓ પોતાની બદલી ન થાય તે માટે અંદરો અંદર આઘી પાછી કરી કચેરીનું વાતાવરણ ડહોળી રહ્યા છે

વિસનગર તાલુકા પંચાયતમાં રાજકીય ડખલગીરીના કારણે તાલુકા વિકાસ અધિકારીઓ તણાવમુક્ત બની વહીવટ કરી શક્તા નથી. અહી તાલુકા પંચાયતના વિકાસ શાખાના કેટલાક સ્થાનિક કાયમી કર્મચારીઓ પોતાની બદલી ન થાય તે માટે અંદરો અંદર આઘીપાછી કરી તાલુકા પંચાયતનું વાતાવરણ ડહોળી રહ્યા છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ પ્રમોશન લઈને પાંચ-છ વર્ષથી ચંદન ઘો ની જેમ ચિપકેલા વિકાસ શાખાના સ્થાનિક કર્મચારીઓની બદલી નહી કરાવે તો વિસનગરમાં કોઈ ટી.ડી.ઓ. ટકશે નહી. અને તાલુકા સદસ્યોમાં આંતરિક ગજગ્રાહ ચાલુ રહેશે તેવુ બુધ્ધીજીવી આગેવાનો માની રહ્યા છે.
વિસનગર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન છે. પરંતુ અહી ભાજપના કેટલાક તાલુકા સદસ્યો અને હોદ્દેદારોની રાજકીય વર્ચસ્વની લડાઈમાં તાલુકામાં વિકાસ કરતા વિવાદ વધુ છે. વિસનગર તાલુકા પંચાયતની વિકાસશાખામાં મોટા ભાગના કર્મચારીઓ રાજકીય વગનો ઉપયોગ કરી ચંદન ઘો ની જેમ છેલ્લા પાંચ-છ વર્ષથી ચિપકી ગયા છે. જેમાં મોટાભાગના કર્મચારીઓએ તો પ્રમોશન પણ અહી જ લીધુ છે. મોટાભાગના કર્મચારીઓ સ્થાનિક હોવાથી અવાર નવાર ફરજ ઉપર ગુલ્લી મારે છે. જે બાબતે કર્મચારીઓમાં આંતરિક વિખવાદ ઉભો થતા તાલુકા પંચાયતનું વાતાવરણ ડહોળાયું છે. આમ તો ચુંટણી પંચના નિયમોનુસાર સરકારી કચેરીમાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા કાયમી કર્મચારીઓની બદલી થતી હોય છે. પરંતુ વિસનગર તાલુકા પંચાયતમાં વિકાસ શાખાના સ્થાનિક કર્મચારીઓએ ઘર આંગણે પ્રમોશન મેળવ્યુ હોવાથી તેમને બદલીનો કોઈ ડર નથી. જેમા બે-ત્રણ કર્મચારીઓ તો ભાજપના એક સદસ્યને ખુશ રાખી પોતાનો રોટલો શેકી રહ્યા છે.
અત્યારે વિકાસશાખામાં સ્થાનિક રહેતા કર્મચારીઓમાં નેહાબેન એમ.જોષી (સિનિયર ક્લાર્ક મહેકમ), હરિશ સી.મહેતા (સિનિયર ક્લાર્ક- મકાનગાળા શાખા), રામજીભાઈ એમ.સુથાર (નાયબ હિસાબનીશ), મનિષાબેન પી.સુથાર (વિસ્તરણ અધિકારી પંચાયત), આશાબેન એન.પટેલ (વિસ્તરણ અધિકારી પંચાયત), નાયબ ટી.ડી.ઓ. ફાલ્ગુનીબેન વી.પંડ્યા તથા મેહુલભાઈ એમ. પટેલ (સિનિયર ક્લાર્ક નાણાપંચ) તાલુકામાં ઘણા સમયથી ફરજ બજાવે છે. જેમાં રામજીભાઈ સુથાર અને મેહુલભાઈ પટેલને ભાજપના તાલુકા પંચાયત સદસ્યની ભલામણથી પરત લાવવામાંઆવ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts