તંત્રી સ્થાનેથી…  ભારત દેશને મહાસત્તા બનાવવો હોય તો સરકારે વીજળી અને એ.સી.સસ્તા કરવા પડશે

તંત્રી સ્થાનેથી… ભારત દેશને મહાસત્તા બનાવવો હોય તો સરકારે વીજળી અને એ.સી.સસ્તા કરવા પડશે

Prachar News No Comments on તંત્રી સ્થાનેથી… ભારત દેશને મહાસત્તા બનાવવો હોય તો સરકારે વીજળી અને એ.સી.સસ્તા કરવા પડશે

pen_PNG7408તંત્રી સ્થાનેથી…

ભારત દેશને મહાસત્તા બનાવવો હોય તો
સરકારે વીજળી અને એ.સી.સસ્તા કરવા પડશે

ભારત દેશને વિશ્વના ફલક ઉપર પ્રથમ ક્રમે મુકવો હશે તો કેન્દ્ર સરકારને દેશમાં સસ્તી વીજળી અને સસ્તા એ.સી.કુલરો લોકોને પર્યાપ્ત કરાવવા પડશે. ભારત દેશમાં દક્ષિણ પ્રદેશને બાદ કરતા ઉત્તર ભારત વિસ્તારમાં આઠ મહિના ગરમી પડે છે. ગરમ હવામાનથી માણસની કાર્યશક્તિ અડધી થઈ જતી હોય છે. વ્યક્તિની કાર્યશક્તિને વધારવા માટે ઠંડુ વાતાવરણએ મહત્વનો ભાગ છે.જે દેશોમાં બારેમાસ ઠંડુ અને સમધાત વાતાવરણ રહે છે તે દેશો વિશ્વમાં મોખરે છે. તેની પાછળનું કારણ છે ઠંડુ વાતાવરણ. આરબ, અમીરાત દેશોમા બારેમાસ ગરમી રહે છે પણ તે દેશોમાં વીજળી એટલી સસ્તી છે. કે લોકો પોતાના મકાનો, ઓફીસો, કારખાના ર૪ કલાક ઠંડા રાખી શકે છે. જેથી ત્યાં વસતા લોકોની કાર્યશક્તિ જળવાઈ રહે છે. પણ ઠંડા પ્રદેશના લોકોની સરખામણીમાં ગરમ પ્રદેશના લોકોની કાર્યશક્તિ આવી શક્તી નથી. ગરમ વાતાવરણ તેનો ભાગ ભજવ્યા વગર રહેતુ નથી. ગુજરાત સરકારે મકાનના ધાબા ઉપર (રૂફ ટોપ) વીજળી ઉત્પાદન કાર્યવાહીની સબસીડીમાં કાપ મૂકી ખેડુતો માટે ખેતરમાં વીજળી ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. પણ તે સફળ થવાની નથી. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત, કચ્છ,કાઠીયાવાડમાં પાણીની તંગી છે જેથી ખેડુતો તેનો લાભ લઈ શકશે. કચ્છ, કાઠીયાવાડમાં મોટી મોટી વાડીઓ છે ત્યાં ખેતમજુરો રહેતા હોઈ ત્યાં આ સોલારની યોજનાના સાધનોને રક્ષણ મળે તેથી તે સફળ થાય. પણ ઉત્તર -ગુજરાતમાં ખેડુતો પાસે જમીન ઓછી છે. જુદા જુદા ખેડુતો ભેગા થઈ બોર બનાવે છે તે બોરના સબમર્સીબલ વાયર સલામત નથી. તો સોલાર પેનલનો મોટાભાગનો સરંજામ બહાર રહેતો હોય છે જેથી તે કેટલો સલામત રહેવાનો ? કેબલ વાયર ચોરીમા ચોરોને મોટો ફાયદો નથી છતાં ચોરીઓ કરે છે. તો ચોરોને સોલાર પેનલો, બેટરીઓ ચોરવાથી વધારે પૈસા મળવાના છે. જેથી આ યોજના ઉત્તર -ગુજરાતમાં સફળ થવાની નથી. ઘર વપરાશની વીજળી માટે રૂફટોપ યોજના ફરીથી લાવવામા આવે અને બે કે.વી.જેટલી વીજળી ઉત્પાદન કરતા યુનીટો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ૯૦ ટકા સબસીડી અપાય તો નાનામાં નાનો માણસ આનો લાભ લઈ શકે. સાથે સાથે એ.સી.પણ સરકાર દ્વારા સસ્તા કરવામા આવે તો મધ્યમ વર્ગનો વ્યકિત અસહ્ય ગરમીમાં આરામથી નીંદર લઈ શકે. વ્યક્તિને સારી નીંદર મળે તો તેની દૈનિક કાર્યક્ષમતામા વધારો થાય જેથી તે વધારે કામ કરી શકે. વીજળી સસ્તી થાય તો સોલાર પેનલો દ્વારા ધંધાના સ્થળો, કારખાનામાં પણ ઠંડુ વાતાવરણ રખાય તો કારખાનામાં કારીગરોની કાર્યક્ષમતા વધે. તો તે ઉત્પાદન દોઢુ, ડબલ કરી શકે. મોટાભાગે અત્યારે કારખાનાઓમાં કારીગરોના પ્રોડકશન પ્રમાણે પૈસા ચુકવવાની શરૂઆત થઈ ગઈ છે. વ્યક્તિની કાર્યક્ષમતા ઠંડા વાતાવરણને લઈ દોઢી ડબલ થઈ જાય તો વ્યક્તિ દીઠ આવકનો રેશીયો ઉંચો જાય તો આપોઆપ ગરીબી દુર થાય. આવક વધવાથી વ્યક્તિને મોંઘવારી નડે નહિ. નરેન્દ્રભાઈ મોદીની સરકારે મોંઘવારી ઘટાડવાની જાહેરાત કરી હતી. ભલે મોંઘવારી ન ઘટે પણ તેમની આવક વધે તો મોંઘવારી નડે નહિ. દરેક વ્યક્તિના માસિક બજેટમાં વીજ ખર્ચ એ એક મોટો હિસ્સો છે.જો તે ઘટે તો વ્યક્તિના ઘર ખર્ચમાં બચત થઈ શકે. કેન્દ્ર સરકારે દેશને આગળ વધારી મહાસત્તા બનાવવો હોય તો આ યોજનાને અમલમાં મુકવી પડશે. દેખીતી રીતે આ વાત થોડી હાસ્યાસ્પદ લાગે પણ એક તજજ્ઞની સાથે થયેલી જુદા જુદા પાસાની લાંબી ચર્ચા બાદ તંત્રી તારણ ઉપર આવ્યા છે કે આ વાત એકદમ સાચી છે. આ બાબતે સરકાર વિચારે તો ભારતદેશ મહાસત્તા બનતા વાર લાગશે નહિ.

Leave a comment

Back to Top