વિસનગરમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા જાગૃતિ રેલી યોજાઈ

વિસનગરમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા જાગૃતિ રેલી યોજાઈ

News No Comments on વિસનગરમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા જાગૃતિ રેલી યોજાઈ

વિસનગરમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા જાગૃતિ રેલી યોજાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શહેરની શૈક્ષણિક સંસ્થાઓ અને દાતાઓના સહયોગ થી વિસનગર નગર પાલિકા દ્રારા ગત ગુરુવારે બપોરે પ્લાસ્ટિકના વપરાશ થી થતાં નુકશાન મુદ્દે જનજાગૃતી લાવવા માટે શહેરમાં વિશાલ રેલી નિકળી હતી. આ રેલી શહેરનાં રેલ્વે સર્કલથી નિકળી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. રેલીમાં શિક્ષકો,આગેવાનો,પાલિકા સભ્યો,કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સરકારે પ્લાસ્ટિકના વપરાશથી થતાં પ્રદુષણને અટકાવવા માટે આ વખતે વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણ કરતાં પ્લાસ્ટિકના વપરાશ ઉપર જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્લાસ્ટિકના વપરાશથી આરોગ્યને થતાં નુકશાનને અટકાવવા માટે અમદાવાદ,સુરત,અને મુંબઈ જેવા વિશાળ શહેરોમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુક્યો છેં અને પ્લાસ્ટિકનો વેપાર કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે વિસનગર શહેરના લોકોના આરોગ્યના રક્ષણ માટે વિસનગરની શૈક્ષણીક તથા અન્ય સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ(ગાંધી)એ વિસનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન ઉપાડ્યું છે. પ્લાસ્ટિકના વપરાશથી થતા નુકશાનમાં જનજાગૃતિ લાવવા માટે ગત ગુરૂવારે વિસનગર પાલિકા દ્રારા શહેરમાં રેલીનું આયોજન કરાયું હતું.આ રેલી બપોરે ૪-૦૦ કલાકે રેલ્વે સર્કલથી નિકળી ત્રણ દરવાજા ટાવર,માયાબજાર થઈ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી.રેલી દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ તથા અન્ય સંસ્થાઓના કાર્યકરોએ હાથમાં બેનર તથા પ્લેકાર્ડ લઈ પ્લાસ્ટિક વપરાશથી આરોગ્યને થતા નુકશાન બાબતે જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ રેલીમાં પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન કામિનીબેન પટેલ, એસ.કે. યુનિવર્સિટી, જી.ડી. હાઈસ્કુલ, નુતન હાઈસ્કુલ,મોર્ડન સ્કુલ,ડી.ડી. હાઈસ્કુલ, સરદાર પટેલ હાઈસ્કુલ સહિતની અન્ય શૈક્ષણીક સંસ્થાના વિદ્યાર્થીઓ,શિક્ષકો,પાલિકા કર્મચારીઓ, શહેરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Leave a comment

Back to Top