વિસનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવિધ લોકનૃત્ય આકર્ષણ જમાવશે

વિસનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવિધ લોકનૃત્ય આકર્ષણ જમાવશે

Prachar News No Comments on વિસનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવિધ લોકનૃત્ય આકર્ષણ જમાવશે

વિસનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવિધ લોકનૃત્ય આકર્ષણ જમાવશે

• વેપારી અને મિત્ર મંડળોએ સેવા કેમ્પ માટે તૈયારીઓ આરંભી
• બ્લડ ડોનેશન કેમ્પમા આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે
• રથયાત્રાના આગળના દિવસે શુક્રવાર રાત્રે ૯-૦૦ કલાકે હરિહર સેવામંડળમાં રાજસ્થાની ગૃપ દ્વારા લોકનૃત્યનો કાર્યક્રમ કરવામાં આવશે. જે કાર્યક્રમમાં હાજર રહેવા હરિહર
સેવા મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
વિસનગરમાં નિકળનાર ભગવાન જગન્નાથની ૩૮ મી રથયાત્રાની હરિહર સેવા મંડળ તથા વેપારી મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં વિવિધ લોકનૃત્ય અને વેશભુષા આકર્ષણનું કેન્દ્ર બનશે.રથયાત્રાના દિવસે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશિર્વાદ પાઈપના ડીલર જલારામ સેનેટરી વાળા રાકેશભાઈ પટેલ દ્રારા કેશરોલ આપવામાં આવશે.હરિહર સેવા મંડળથી સવારે ૧૦-૦૦ કલાકે રથયાત્રા પ્રસ્થાન કરશે અને ‘જય રણછોડ માખણ ચોર’,‘મંદિરમાં કોણ છે. રાજા રણછોડ છે’ના નારાઓ સાથે ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમાએ નિકળશે. રથયાત્રાના આગળના દિવસે શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે હરિહર સેવામંડળમાં રાજસ્થાની ગૃપ દ્વારા લોકનૃત્યનો કાર્યક્રમ કરવામાં આવશે. જે કાર્યક્રમમાં હાજર રહેવા હરિહર સેવા મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે
વિસનગરમાં આગામી તા.૧૪-૭-૨૦૧૮ને શનિવારના રોજ હરિહર સેવા મંડળથી સવારે ૧૦-૩૦ કલાકે ભગવાન જગન્નાથજી બહેન શુભદ્રાજી અને બાલભદ્રજી ની ભવ્ય રથયાત્રા નગર પરિક્રમા માટે નિકળશે.શહેરમાં નિકળતી ૩૮મી રથયાત્રા માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજે હરિહર સેવા મંડળમાં સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ કલાક દરમ્યાન આરતીની ઉછામણી અને આરતી થશે ત્યારબાદ રથયાત્રા નિકળશે.ધાર્મિક પ્રસંગ સાથે સામાજીક સેવા પણ થાય તે માટે હરિહર સેવા મંડળના એ.સી. હોલમાં સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ સુધી બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમા શહેરનો જાણીતો સેનેટરી શો-રૂમ કે આશિર્વાદ પાઈપના ડીલર છે. તે રાકેશભાઈ જયંતિભાઈ પટેલ દ્રારા રક્તદાતાઓને કેશરોલ ભેટ આપવામાં આવશે.બલ્ડ બેંક વિસનગર દ્રારા પણ આકષૅક ગીફ્ટ આપવામાં આવશે.રથયાત્રામાં વિવિધ સ્કુલ,કોલેજો દ્રારા વેશભુષા,વિવિધ ભજન મંડળીઓ વ્યાયામ શાળાના વ્યાયામ વિરો વિગેરે તો જોડાયજ છે. પરંતુ વર્ષમાં એક વખત નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય અને આકર્ષક બની રહે તે માટે હરિહર સત્સંગ મંડળ સ્વયં સેવકો,સમિતિના કાર્યકરો દ્વારા રથયાત્રા નિમિત્તે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે તૈયારીઓના ફળસ્વરૂપ દાંતાથી આદિવાસી ગૃપ,દાહોદ ગોધરાથી આદિવાસી ગૃપ, સુરેન્દ્રનગર થી કાઠીયાવાડી ગૃપ, રાજસ્થાનથી રાજસ્થાન લોકનૃત્ય ગૃપ, સિધ્ધપુરથી શહેણાઈ ગૃપ,વાલમથી બળદગાડુ, લાઈવ ઓરકેસ્ટ્રા,નાશીક બેન્ડ, ડી.જે, તોપવાળી બગી,બે ઘોડાની બગી, ૧૦ ઘોડા, જીપ વાળી૧૦ બગીઓ, બેટરી સંચાલીત પાંચ રીક્ષાઓ, અંબાજીથી રાક્ષસની વેશભુષા, હાઈટ વાળા બે મેન,બે વાંદરીની વેશભુષા, વિગેરે રથયાત્રામાં જોડાશે.જે ભારે આકર્ષણ જમાવશે.
વિસનગરમાં નિકળતી રથયાત્રાએ લોક ઉત્સવ બની રહે છે.નગરયાત્રા કરવા નિકળતાં જગન્નાથજી અને રથયાત્રામાં જોડાનાર ભક્તોને આવકારવા વિવિધ વેપારી મંડળો,મિત્ર મંડળો,વિવિધ વિસ્તારના યુવક મંડળો, સંસ્થાઓ વિગેરે પાણી, છાસ, શરબત, મહાપ્રસાદના સેવા કેમ્પ બનાવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેટલાંક વિસ્તારમાં તોરણ પણ બંધાશે અષાઢી બીજે નિકળનાર ભગવાનના ‘જય રણછોડ માખણ ચોર’, ‘મંદિરમાં કોણ છે રાજા રણછોેડ છે’ના નારાઓ સાથે આવકારવા નગરવાસીઓ આતુર બન્યા છે.

Leave a comment

Back to Top